SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર ક૫ત્ર શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩) છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઈ ગમે સિદ્ધાર્થ રાજા અમે ત્રિશલા માતાનું રૂપ લીધું. તેઓ જાણે કરુણાજનક વિલાપ કરીને બોલવા લાગ્યા કે હે પત્ર! આવી દુષ્કર દીક્ષા શું કરવા લીધી. અમે ઘણાં દુઃખી થઈ આડાંઅવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તે અમારી સંભાળ કેમ નથી લેતે? આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિમુર્થી. તે છાવણીના માણસેએ પ્રભુના પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પગ ઉપર વાસણ મૂકયું. અગ્નિ એટલે બધે આકરો કર્યો કે પ્રભુના પગ નીચેથી પણ બળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિદુર્થી. તે ચાંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને બે જંઘા વગેરે અવયવ ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારો એટલાબધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુ. એ પવનથી પર્વતે પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વળીઓ ઉપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પેઠે પ્રભુને પૂબ ભમાવ્યા. (૧૮) તે પછી સંગમે ક્રોધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકળ્યું. તે કાળચક્ર ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ ઢીંચણ સુધી જમીનમાં પિસી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલલામાં છેલા અનુકૂળ ઉપસર્ગો અજમાયશ કરવાને વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુળ્યું. માણસે આમતેમ કરવા લાગ્યા અને તેઓ પ્રભુને કહેવા લાગ્યા કેઃ “હે દેવાર્ય ! પ્રભાત થઈ ગયું. છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં કયાં સુધી રહેશે ? ઊઠો-આપને ધ્યાનને સમય તો ક્યારને મેં પૂરો થઈ ગયો. પણ પ્રભુ તો પિતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવત્રદ્ધિ વિકર્વી અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યું કેઃ “હે મહષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું તે આપને જે જોઈએ તે માગી લે. કહે તો તમને સ્વર્ગમાં લઈ જઉં, કહે તો મોક્ષમાં લઈ જઉં.” એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લેભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિદુર્થી. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા પણ એક કૂંવાડું ન ફરકયું તે ન ફરકયું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મોટામોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુએ તે તેના તરફ દયાદષ્ટિ જ વર્ષોવી. ધન્ય છે મહાવીરની અસીમ કરુણુને ! ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગયાને ઊભા છે. આ ચિત્રમાં આભૂષણે વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે; સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, વર્ણનમાં હરણનો ઉલ્લેખ માત્ર પણ નથી. કાન અગાડી બંને બાજુથી બંને હાથેથી પવનને આમંત્રિત કરતી બે પુરૂષ-વ્યતિઓ ઊભેલી છે. જમણી બાજુ વીછી, વાઘ તથા છાવણીનો લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતે ઊભેલો દેખાય છે. ડાબી બાજુ સર્ષ, હાથી, નોળિયો તથા ડાબો પગ ઉપર
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy