SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઊભા રહેલા યુગલિક પુરુષના બંને હાથના ઊંચા કરેલા ખોબામાં પણ માટીના પાત્રની રજૂઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમના ઉત્તરાસંગને ભાગ ઊડત બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજૂઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળો દર્શાવ્યાં છે. ' ચિત્ર રપઃ હંસવિ. ૨ના પાના ૬૦ ઉપરથી. ભારત અને બાહુબલિ વચ્ચે તંદ્વયુદ્ધને પ્રસંગ લેવામાં આપે છે. આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ પ્રતમાં હોવાનું મારી જાણમાં નથી. ભરત અને બાહુબલિ બંને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું, પરંતુ ઘણું માણસોનો કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બંનેને ઠંદ્વયુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુણિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિને વિજય થયો, ભરતની હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક્ર છોડયું, પરંતુ બાહુબલિ સમાન ગોત્રના હોવાથી તે ચક્ર કાંઈપણ ન કરી શકયું. . - બાહુબલિએ વિચાર કર્યો કે અત્યાર સુધી કેવળ ભાતૃભાવને લીધે જ ભારતની સામે મેં આકરો ઇલાજ લીધે નથી; માટે હવે તો તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુક્કા ઉડાવી દઉં એમ છે. તરત જ તેમણે ક્રોધાવંશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી. દોટ તે મૂકી, પશુ થોડે દૂર જતાં જ બ્રહસ્પતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યો. તે પુનઃ વિચારવા લાગ્યા કેઃ “અરેરે! આ હું, કોને મારવા દોડી જઉં છું? મોટાભાઈ તે પિતા તય ગણાય! તેમને મારાથી શી રીતે હણી શકાય. પરંતુ મારી ઉંગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિ વડે પોતાના મસ્તક પરના વાળને લોન્ચ કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ ત્યજી દઈ કાઉસગધ્યાન ધર્યું. 'ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે અને ચાર વિભાગ છે. તેમાં સ્થાના પરિચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ, ત્રીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધનો પ્રસંગ જેવાને છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડતે તથા મુષ્ટિથી વાળ ઉખાડતાં ચિત્રકારે રજૂ કરેલ છે. ચોથા વિભાગમાં કાઉસગ્ગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગનાં જંતુઓ ઘણું કરીને સર્પો તથા બે ખભા ઉપર બે પક્ષીઓ તથા પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી માનરૂપી હાથીથી હેઠા ઉતરવા માટે સમજાવતાં કહે છે કેઃ “વીરા મારા ગજ ,
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy