SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર Plate LXIII ચિત્રર૫૮: બ્રાહ્મણી દેવાનંદા અને ચિદસ્વ. હંસ વિર.ના પાના ૩ ઉપરથી. વર્ણન માટે જુઓ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૭નું વર્ણન. Plate LXIV ચિત્ર ૨૫૯: આર્યધર્મ ઉપર દેવે ધરેલું છત્ર. હંસવિ. ૧ના પાના ૭૩ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. “શીલલબ્ધિથી સંપન્ન અને જેમના દીક્ષા મહોત્સવમાં દેએ ઉત્તમ છત્ર ધારણ કર્યું હતું તે સુવ્રત ગેત્રવાળા આર્યધર્મને હું વંદું છું? આર્યધર્મ બે હાથ જોડીને ગુરુની સન્મુખ બેઠા છે. ગુરુમહારાજ માથે વાસક્ષેપ નાખતા દેખાય છે. ગુરુની પાછળ એક નાના સાધુ હાથમાં દંડ, પાત્ર તથા બગલમાં ઓઘો રાખીને ઊભા છે. આર્યધર્મની પાછળ દેવ પોતાના જમણા હાથથી છત્ર પકડીને તેઓના મસ્તક ઉપર ધરતો ઊભે છે. દેવને ચાર હાથ છે. દેવના પાછળના જમણા હાથમાં દંડ છે. ઉપરના ભાગમાં બે પિપટ ચીતરેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેનો ચતુવિધ સંધના વંદનને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બે સાધુઓ, બે શ્રાવક તથા બે શ્રાવિકાઓ બે હસ્તની અંજલિ જોડીને શ્રી આર્યધર્મની સ્તુતિ બહુમાન કરતાં દેખાય છે. - ચિત્ર ૨૬૦ પુસ્તકાલેખન. કાંતિવિ. ૧.ના પાના ૮૪ઉપરથી. વીરનિર્વાણ સંવત ૯૮૦ વિ.સં. ૫૧૦(ઈ. સ.૪૫૩)માં દેવદ્વિગણિ ક્ષમાશમણુના આધિપત્યપણું નીચે આગમો પુસ્તકરૂઢ થયાં. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. કથાના પરિચયની શરૂઆત ઉપરના પુસ્તકાલેખનના ચિત્રથી થાય છે. ચતુવિધ સંઘ સમક્ષ ભદ્રાસન ઉપર બેસીને શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણ ડાબા હાથમાં પુસ્તક તથા જમણા હાથમાં પકડેલી લેખનથી પુસ્તક લખતા હોય એમ લાગે છે. સામે બે સાધુઓ તથા બે શ્રાવક હસ્તની અંજલિ જેડીને બેઠેલા છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેને પુસ્તક સુધારવાની પદ્ધતિને પ્રસંગ જોવાનો છે. ગુરુમહારાજ ગ્રંથ સુધારતા જણાય છે કારણ કે સામે બેઠેલા શિષ્યના હાથમાં મશીભોજન પકડેલું છે. પંદરમા સિકાના સમયની લેખનપદ્ધતિ તથા ગ્રંથસુધારણ પદ્ધતિનો સુંદર પુરા આ ચિત્ર આપણને પૂરો પાડે છે. ચિત્ર ર૧ઃ ચતુવિધ સંઘ. હંસવિ. ૧ના પાના ૮૬ ઉપરથી. ચિત્રના ઉપરના ભાગમાંથી અનુક્રમે પહેલી લાઈનમાં છ દે, બીજીમાં પાંચ દેવીઓ, ત્રીજીમાં પાંચ સાધુઓ, ચોથીમાં પાંચ સાધ્વીઓ, પાંચમીમાં પાંચ ગૃહસ્થ તથા છઠ્ઠી-છેલી લાઈનમાં પાંચ શ્રાવિકાઓ વગેરે ચાજિક સંઘ શ્રમણ ભગવાન મહાવીરના ગુણગાન કરતો દેખાય છે. પંદરમા સિકામાં સાધુ, સાવી, શ્રાવક તથા શ્રાવિકાઓના પહેરવેશોની સુંદર રજૂઆત આ ચિત્ર કરે છે. Plate LXV " ચિત્ર ૨૨ નવનિધાન. કુસુમ. પાના ૫૭ ઉપરથી. શ્રમણ ભગવાન મહાવીરના ગર્ભનું દેવાનંદ બ્રાહ્મણીની કક્ષમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીની કક્ષિમાં પરાવર્તન કર્યા પછી, તિર્થી લોકમાં १ वंदामि अज्जधम्मं च सुव्वयं सीललद्धीसंपन्न। ગણ નિવામળે રે, છ પામુત્તમં વહ ૩૧ || | –૧૫મૂત્ર પૃષ્ઠ ૬.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy