SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રારંભમાં લખાયેલી અનેક પ્રતિઓ આજે વિદ્યમાન છે, જેમાં પ્રસ્તુત કરપસૂત્ર આઠમા. અધ્યયન તરીકે સળંગ અને સંપૂર્ણ લખાએલું છે. આથી કેાઈને એમ કહેવાને તે કારણ જ નથી રહેતું કે સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય સામે કોઈ કલિપત આરોપો ઊભા કરવા માટે કે કપિત ઉત્તરો આપવા માટેના સાધન તરીકે આ સૂત્ર રચી કાઢવામાં આવ્યું છે. જે આમ હોત તે સ્વતંત્ર કલપસૂત્રની કે એ કપસૂત્રગભિત દશાક્ષત્રસ્કધસૂત્રની આજે વિક્રમસંવત ૧૨૪૭થી લઈને જે અનેકાનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓ મળે છે તે આજે મળતી જ ન હોત. તેમ જ ઉપર જણાવેલી પ્રતિ ઉપરાંત નિયુક્તિ અને શૂર્ણિમાં આ કલ્પસૂત્રનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે પણ ન હોત. પ્રસ્તુત કલ્પસૂત્ર સાથે પ્રસિદ્ધ કરેલી નિર્યુક્તિ અને ચૂર્ણ, એ કઈ સ્વતંત્ર વ્યાખ્યાગ્રંથ નથી, પરંતુ દશાશ્રુતસ્કંધસૂત્ર ઉપરની નિર્યુક્તિ અને ચૂર્ણમાંથી કલ્પસૂત્ર પુરતો જુદો પાડી લીધેલો અંશ જ છે, એ ધ્યાનમાં રહે. ક૯પસૂત્રનું પ્રમાણ આ કલ્પસૂત્ર, કેવડુ અને કેવા સ્વરૂપમાં હોવું જોઈએ, એ વિષે આજે પાશ્ચાત્ય વિદ્વાનો અને તેમના મતને માન્ય કરનાર આપણા દેશના વિદ્વાને એક જુદી જ માન્યતા ધરાવે છે. તેમનું ધારવું છે કે-કલ્પસૂત્રમાં ચિદ સ્વપ્ન આદિને લગતાં કેટલાંક આલંકારિક વર્ણન વગેરે કપસૂત્રમાં પાછળથી ઉમેરાએલાં છે. સ્થવિરાવલી અને સામાચારીને કેટલેક અંશ પણ પાછળથી ઉમેરાએલો હોવાનો સંભવ છે. આ વિશે મારા અધ્યયનને અંતે મને જે જણાયું છે તે અહીં જણાવવામાં આવે છે– છે. આજે આપણા સમક્ષ કલ્પસૂત્રની જે પ્રતિઓ છે, તે પિકી ખંભાતના શ્રી શાંતિનાથના તાડપત્રીય ભંડારની પ્રતિ વિસં. ૧૨૪૭માં લખાએલી હોઈ સૌ કરતાં પ્રાચીન છે. તેમાં ચાદ સ્વપ્નને લગતે વર્ણક ગ્રંથ બીલકુલ છે જ નહિ. તેમ જ મેં મારા સંશેધન માટે જે છ પ્રતિઓનો સંપૂર્ણપણે ઉપયોગ કર્યો છે તે પિકી અને ઇ એ બે પ્રતિઓમાં સ્વપ્નને લગતે વર્ણકગ્રંથ પ્રકારાન્તરે અને અતિ સંક્ષિપ્ત છે. જ્યારે બીજી પ્રતિઓમાં વર્તમાનમાં પ્રચલિત સ્વપ્ન વિષેને વર્ણકગ્રંથ અક્ષરશઃ મળે છે. આ રીતે ચોદસ્વપ્ન વિષે ત્રણ વાચનાન્તરે મારા જેવામાં આવ્યાં છે. શ્રીમાનું ચૂણિકાર અને તેમને પગલે ચાલનાર ટિપ્પનકાર પણ સ્વપ્નસંબંધી વર્ણકગ્રંથ માટે સર્વથા ચૂપ જ છે, સ્વપ્નસંબંધી વર્ણકગ્રંથના એક પણ શબ્દની તેઓ વ્યાખ્યા નથી કરતા. આ બધું જોતાં સ્વપ્ન સંબંધી પ્રચલિત વર્ણકગ્રંથ અંગેના મૈલિકપણા વિષે જરૂર શંકાને સ્થાન છે. પરંતુ તે સાથે બીજો પ્રશ્ન એ ઊભે થાય છે - કે ત્રિશલા ક્ષત્રિયાણી ચંદ સ્વપ્નોને જોઈને જાગે છે, એ ચિદ સ્વપ્નના નામ પછી તરત જ તપ જ ના તિતસ્ત્રા નિrળી છે પથા રાહે દર માસુમિને પતિ vi gai સૂત્ર આવે છે; અર્થાત્ “ત્રિશલા ક્ષત્રિયાણી આ અને આ પ્રકારનાં ઉદાર ચિદ મહાસ્વપ્નને જોઈને જાગી” એ સૂત્રમાં “આ અને આ પ્રકારનાં ઉદાર” એ વાક્ય
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy