SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણું ૫૭ ચિત્ર ૨૪૭ઃ શ્રીબાહુબલિની તપસ્યા. કાંતિનિ. ૧ ના પાના૭૩ ઉપરથી. શ્રી ઋષભદેવ પ્રભુના ખીજા પુત્ર બાહુબલિ મુનિએ સર્વ સાવધના ત્યાગ કર્યાં, પણ અભિમાનના ત્યાગ ન કરી શક્યા. તેમને વિચાર થયા કે ‘જો હું હમણાંને હમણાં જ પ્રભુ પાસે જઇશ તે મારે મારા નાના ભાઈ, પણ દીક્ષાપર્યાંયથી માટા ગણાતા ભાઇઓને વંદન કરવું પડશે. હું ઉંમરમાં તથા અલમાં પણ આવા માટો હાવા છતાં નાના ભાઇને વંદન કરું એ કેમ બને ? એટલે જ્યારે મને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રભુ પાસે જવાનું રાખીશ.' આવા અહંકારને અહંકારમાં જ એક વર્ષ પર્યંત કાઉસગ્ગધ્યાનમાં ઊભા રહ્યા. વરસને અંતે શ્રી ઋષભદેવ પ્રભુએ માકલેલી બ્રાહ્મી અને સુંદરી નામની તેમની એ સાધ્વી બહેનેાએ આવીને કહ્યું કે: ‘હે ભાઈ ! અભિમાનરૂપી હાથીથી નીચે ઉતરો.' બાહુબલિના હૃદય ઉપર એ પ્રતિબેાધની તાત્કાલિક અસર થઈ અને અહંકારરૂપી હાથી થકી નીચે ઉતરી જેવા પગ ઉપાડ્યો કે તુરત જ તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ચિત્રની મધ્યમાં બાહુબલિ મુનિ કાઉસગ્ગધ્યાનમાં ઊભેલા છે, આજુબાજુ ઝાડ ઊગેલાં છે, નીચે બંને સાધ્વી બહેના આવીને પ્રતિષેાધ કરતી ઊભેલી છે. ચિત્ર ૨૪૮: શ્રીશષ્યભવ ભટ્ટ અને જૈન સાધુએ. કાંતિવિ. ૧ના પાના ૭૬ ઉપરથી, એક દિવસે શ્રી આર્ય પ્રભવસ્વામીએ પેાતાની પાટે સ્થાપવાને ચેાગ્ય કોઈ પેાતાના ગણુમાં કે સંઘમાં છે કે નહીં તે જાણવા જ્ઞાનના ઉપયોગ મૂકયો, પણ તે ચેાગ્ય પુરુષ દેખાયા નહિ; તેથી બીજા સંપ્રદાયમાં ઉપયોગ મૂકતાં રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા શય્યભવ ભટ્ટ તેમના જોવામાં આવ્યેા. પછી તેઓશ્રીની પ્રેરણાથી એ શિષ્યા ત્યાં ગયા અને એશલ્યા કે, ‘બન્ને હ્રષ્ટમો ટું તત્ત્વ ન યતે પરં' એટલે કે ખરેખર આ તા કષ્ટ જ છે, શ્રેષ્ઠ તત્ત્વ કાંઇ જણાતું નથી ! ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગેા છે; તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના યજ્ઞના ચિત્રથી થાય છે. શય્યભવ ભટ્ટ યજ્ઞ કરતા દેખાય છે અને બાજુમાં ઊભા રહેલા એ જૈન સાધુઓ ઉપરના શબ્દો હાથ ઊંચા કરીને ખેલતા દેખાય છે ! આ સાંભળીને યજ્ઞ કરતાંકરતાં શય્યભવ ભટ્ટે પેાતાના બ્રાહ્મણુ ગુરુને આ ખામતનો ખુલાસો પૂછતાં ચેાગ્ય ઉત્તરનહિ મળવાથી ચિત્રના અનુસંધાને, નીચેના પ્રસંગમાં વર્ણવેલા,પ્રભવસ્વામી પાસે તત્ત્વની ચર્ચાના પ્રસંગ જોવાને છે. પ્રભવસ્વામી ભદ્રાસન પર બેઠેલા છે, સામે શર્ચંભવ ભટ્ટ તત્ત્વની ચર્ચા કરતા દેખાય છે. ચિત્ર ૨૪૯: આર્યવજૂના પુણ્યપ્રભાવ, કાંતિવિ. ૧ના પાના ૭૯ની બીજી બાજુ ઉપરથી. વર્ણન માટે જુએ આ જ પ્રસંગને લગતું ચિત્ર ૧૮૯નું વર્ણન. Plate LX ચિત્ર ૨૫૦: શક્રસ્તવ. ડહેલા ૨ના પાના ૮ ઉપરથી. વણન માટે જુઓ આજ પ્રસંગને લગતું ચિત્ર ૨૮નું વર્ણન. ચિત્રમાં ઈન્દ્ર સિંહાસનની નીચે પોતાના ડાબેા ઢીંચણ ઊભા રાખીને તથા જમણા ઢીંચણુ જમીનને અડાડીને શક્રસ્તવ ખેલતા બેઠેલા છે. ઇન્દ્રના ચાર હાથ પૈકી એ હાથ અભય મુદ્રાએ રાખેલા છે, નીચા રાખેલા જમણા હાથમાં ફૂલ છે તથા ખીજા ઊંચા કરેલા
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy