SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પવિત્ર કલ્પસૂત્ર ના મધુર સર નીકળવા લાગ્યા, વિવિધ પ્રકારના નાચ થવા લાગ્યા, યાચકોને ઈચ્છિત દાન મળવા લાગ્યાં. એવી રીતે ધામધૂમ સાથે, ચતુરંગી સેનાથી પરવારેલા શ્રી વર્ધ્વમાનકુમાર પંડિતને . ઘેર ભણવા ગયા. ચિત્રમાં હાથી ઉપર વદ્ધમાનકુમાર બેઠેલા છે. હાથીની આગળ એક માણસે શરણાઈ. વગાડતે દેખાય છે અને હાથીની પાછળ ઉપર બે અને નીચે એક, કુલ ત્રણ સ્ત્રીઓ મંગલ ગીતે ગાતી ઊભી છે. નીચે ચાર પુરુષો બેઠેલા છે. ચિત્ર ૨૨૫૦ મહાવીર-દીક્ષા. ડહેલા ૨ની પ્રતના પાના ૪૭ ઉપરથી. ચિત્રમાં અનુક્રમે ત્રણ પ્રસંગે છે. તેમાં કથાપ્રસંગની શરૂઆત ઉપરના સંવત્સરી-દાનના ચિત્રથી થાય છે. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૩૪નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે દીક્ષા મહોત્સવને મધ્ય પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૩૫નું વર્ણન. આ પછી ચિત્રના અનુસંધાને, અનુક્રમે પંચમુષ્ટિ લચને નીચે પ્રસંગ જેવાને છે. વર્ણન માટે જુઓ આ ચિત્રને લગતું જ ચિત્ર ૩૬નું વર્ણન. ચિત્ર ૨૨૬: શ્રી જંબુકુમાર અને આઠ સ્ત્રીઓ. ડહેલા ૨ની પ્રતના પાના ૭૬ ઉપરથી. આર્યસુધમને કાશ્યપગોત્રવાળા આર્યજંબુ નામે સ્થવિર શિષ્ય હતા. તેઓશ્રીને જન્મ રાજગૃહ નામના નગરમાં થયે હતો. તેમના પિતાનું નામ ત્રષભ અને માતાનું નામ ધારિણી હતું. જંબુકુમાર એક વખતે રાજગૃહીના ઉદ્યાનમાં આવેલા આર્યસુધર્મા પાસે ધર્મોપદેશ સાંભળવા ગયા હતા. તેઓશ્રીને ધર્મોપદેશ સાંભળીને સંસાર ઉપર જંબુકમારને વૈરાગ્ય ઉત્પન્ન થયે હતું, છતાં પણ માતાપિતાના દઢ આગ્રહને વશ થઈને તેઓ આઠ કન્યાએ પરાયા. લગ્નની પ્રથમ રાત્રિએ જ, જંબુકુમાર પોતાની આઠ રીઓને પ્રતિષ આપી રહ્યા હતા. તે વખતે ચારસો નવાણું ચારના પરિવારવાળે પ્રભવ નામને ઐર પણ ચોરી કરવા માટે ત્યાં ઘરમાં આવ્યું હતો. જબુકમારનો વૈરાગ્યવાસિત ઉપદેશ સાંભળી ચારસે નવાણું ચેરા સહિત પ્રભવ અને આઠે સ્ત્રીઓ પ્રતિબોધ પામ્યાં અને સવાર પડતાં જ પાંચસો ચાર, આઠ છીએ, તે સ્ત્રીઓનાં માતાપિતા અને પિતાનાં માતાપિતા, એ રીતે કુલ પાંચસે છવ્વીસની સાથે શ્રી આર્યજંબુએ નવાણું • ક્રોડ સેનેયા ત્યજી દઈને દીક્ષા લીધી. ચિત્રમાં ડાબી બાજુએ ઉપરના ભાગમાં જંબુકુમાર, જમણી બાજુએ બબેની ચાર લાઈનેમાં બેઠેલી આઠ સ્ત્રીઓને અને જંબુકમારની નીચેના ભાગમાં ચોરી કરવા પ્રવૃત્ત થએલા પ્રભવ વગેરે ચેરેને ઉપદેશ આપતા દેખાય છે. Plate LIII ચિત્ર ર૨૭: હરિગમેજિ. સોહન પાના ૧૧ ઉપરથી. ચિત્રમાં હરિણમેષિનું બે હાથમાં આકાશમાર્ગ ગર્ભ લઈને જતો દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતા હવાને બતાવવા માટે હંસ પક્ષીની ડિઝાઈનવાળા તેના ઉત્તરાસંગના બંને છેડાઓને ચિત્રમાં ઊડતા બતાવેલા છે.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy