SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર આષાઢ માસની અંધારી ચેાથ(ગુજરાતી જેઠ વદિ ૪)ને દિવસે, તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી ચ્યવને, આ જંબૂદ્વીપનેવિશે, ભરતક્ષેત્રમાં, ઈક્વાકુ ભૂમિમાં, નાભિ નામના કુલકરની મરુદેવા નામની સ્ત્રીની કુક્ષિને વિષે, મધ્યરાત્રિએ, દિવ્ય આહારનો ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૮૭ઃ શ્રી સંઘ, પાટણ ૩ની પ્રતના પાના ૭૨ ઉપરથી, આ ચિત્રમાં ત્રણ હાર છે. સૌથી ઉપરની હારમાં ચાર પુરુષ-શ્રાવક, બીજી હારમાં ચાર સાધ્વીઓ અને ત્રીજી હારમાં ચાર સ્ત્રીઓ-શ્રાવિકાઓ બંને હાથની અંજલિ જેડીને પ્રભુસ્તુતિ કરતાં દેખાય છે. આ ચિત્રનાં સ્ત્રી-પુરુષના પહેરવેશ આપણને પંદરમા સૈકાની શરૂઆતનાં વસ્ત્રપરિધાનના રિવાજને આબેહૂબ ખ્યાલ આપે છે.. Plate XLIV ચિત્ર ૧૮૮ઃ ચાર ગુરુભાઈઓ. ડહેલા ૧ની પ્રસના પાના ૯૩ ઉપરથી. આ ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના આર્યસ્થલિભદ્ર અને કેશાના પ્રસંગથી થાય છે. ચિત્રમાં આર્યસ્થલિભદ્ર, કોશાની ચિત્રશાળામાં ગરુની આજ્ઞા લઈને ચાતુર્માસાથે રહ્યા છે, તે વિષયની રજૂઆત માટે ચિત્રકારે આર્યસ્થલિભદ્રને લાકઠાના સિંહાસન ઉપર બેસાડીને, સામે બેઠેલી સ્ત્રી-કશાને પિતાને ડાબો હાથ ઊંચો કરીને જમણે હાથથી ધામિક ઉપદેશ સમજાવતા બતાવ્યા છે. ચિત્રના અનુસંધાને, નીચેના ત્રણ ગુરુભાઈઓની તપસ્યાનો પ્રસંગ જેવાને છે. આર્યસ્થલિભદ્ર જ્યારે ચાતુર્માસ કેશાને ત્યાં કરવા ગયા, ત્યારે તેમની સાથે તેઓના ત્રણ ગુરુભાઈઓ પણ અનુક્રમે કુવાના ભારવટ ઉપર, સિંહની ગુફાના દ્વાર ઉપર અને સર્પના રાફડા ઉપર ચાતુમસ કરવા ગયા હતા, તે પ્રસંગ ચિત્રકારે અત્રે અનુક્રમે કુ, સિંહની આકૃતિ તથા સર્પનું મુખ કાયોત્સર્ગ મુદ્રાએ ઊભેલા એકએક સાધુ પાસે ચીતરીને, અત્રે રજૂ કરેલ છે. - ચિત્ર ૧૮૯: આર્યવાસ્વામી. ડહેલા ૧ની પ્રતના પાના ૯૯ ઉપરથી. આર્યધનગિરિ પિતાની પૂર્વાવસ્થામાં-સંસારીપણુમાં તેમની સ્ત્રી સુનંદા સાથે તુંબવન નામના ગામમાં રહેતા હતા. સુનંદાને ગર્ભવતી અવસ્થામાં ત્યજી દઈને ધનગિરિએ દીક્ષા લીધી હતી. પછીથી સુનંદાએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર જન્મતાંની સાથે જ એવું સાંભળ્યું, કે પિતાના પિતાએ જેન સાધુની દીક્ષા લીધેલી છે. આ સાંભળતાં જ તેને જાતિસ્મરણ-જ્ઞાન થયું. માતાને પોતાની ઉપર જરા ય મોહ ન થાય એટલા માટે તે હમેશાં રડી રડીને માતાને કંટાળો આપવા લાગ્યો; તેથી તેની માતાએ તે છ માસને થયો, ત્યારે જ તેના પિતા-આર્યધનગિરિને હરાવી દીધો. તેમણે ગુરુના હાથમાં સોંપ્યું. ગુરુએ બાળકમાં બહુ ભાર હોવાને લીધે તેનું વજ નામ પાડ્યું. તે પારણામાં રહ્યો રહ્યો અગિયાર અંગ ભર્યો. * પછી તે બાળક વા ત્રણ વરસને થયે, ત્યારે તેનો કબજો લેવા માટે સુનંદાએ રાજાની 1. પાસે ફરિયાદ કરી. રાજાએ બાળકને રાજસભામાં બોલાવીને, આર્યધનગિરિ તથા સુનંદાને કહ્યું, કે તમે બંને જણા બાળકને સમજાવે અને બાળક પોતાની રાજીખુશીથી જેની પાસે જાય તેને
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy