SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર ૩૮ કરતા વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થઈ ને હરિણૈગમેષિઘ્ન દેવ, મસ્તક ઉપર સુંદર છત્ર સહિત ઊભેલે છે. આ ચિત્રનું એકેએક અંગ પ્રમાણેાપેત છે અને પંદરમા સૈકાના ગુજરાતી ચિત્રકારોના ચિત્રના સુંદર નમૂના છે. ઇન્દ્રના પગની નીચેના ભાગમાં તેના વાહન હાથીની સુંદર હાર ચીતરેલી છે. ચિત્ર ૧૧૫: સ્વ×પાઠકા. પાટણ ૩ની પ્રતના પાના ૨૩ ઉપરથી. સિદ્ધાર્થ રાજાએ સ્વમલક્ષણુ-પાઠકાને વંદી, સારા શબ્દોમાં ગુણસ્તુતિ કરી, પુષ્પ વડે પૂજી, ફળ અને વાદિના દાન વડે સત્કાર કરી, વિવેકપૂર્વક ઊભા થઈ તેમનું આદર-સન્માન કર્યું અને પ્રત્યેક સ્વ×પાઠકે પ્રથમથી જ સ્થાપેલા સિ’હાસન ઉપર પેત પેાતાની બેઠક લીધી. તે પછી સિદ્ધાર્થ ક્ષત્રિયે હાથમાં ફળ-ફૂલ લઈ અતિ વિનયપૂર્વક સ્વ×પાઠકોને સ્વમનું ફળ પૂછ્યું. સ્વદ્મપાઠકોને આ વાત સાંભળી ઘણા જ સંતાષ અને આનંદ થયા. તેમણે તે સ્વમના અર્થ વિચાર્યો અને પેતપેાતાની અંદર મસલત ચલાવી. પેાતાની બુદ્ધિ વડે ખરાબર અર્થ અવધારી પરસ્પર એકબીજાના અભિપ્રાય મેળવી, સંશયાના ખુલાસા કરી, એકમત થઈ, સિદ્ધાર્થે ક્ષત્રિય આગળ ચૌદ મહાસ્વમોનું ફળ કહેવા લાગ્યા. ચિત્રમાં ચારે સ્વ×પાઠકા સુવર્ણના અલગઅલગ સિંહાસના ઉપર બેઠેલા છે અને દરેકે કિંમતી વસ્ત્રાભૂષણા અંગ ઉપર ધારણ કરેલાં છે. ખાસ કરીને દરેકના શરીર પરનાં રેશમી કપડાંની જુદી જુદી જાતની ડિઝાઇના આપણને પંદરમા સૈકાના ગુજરાતી કાપડના નમૂનાએ પૂશ પાડે છે. આ ચિત્ર પણ સર્વાંગ સુંદર છે. Plate XXXI ચિત્ર ૧૧૬: શક્રેન્દ્ર, પાટણ રૂના પાના ૪ ઉપરથી. તે કાળ અને તે સમયે સૌધર્મેન્દ્ર પોતાની સુધાં સભામાં બેઠેલા છે. તે સૌધર્મેન્દ્ર કેવા છે ? શક્ર નામના સિંહાસન ઉપર બેસનારા, દેવાના સ્વામી, શરીર પરની ક્રાંતિ વગેરેથી દેવામાં અધિકાશતા, હાથમાં વજ્રને પારણુ કરનારા, દેત્યાના નગરાને તાડનારા, શ્રાવકની પાંચમી પિંડમા સે વખત વહન કરનારા અને જેણે પેાતાના કાર્તિક શેઠના ભવમાં સે। વખત શ્રાવકની ડિમા વહન કરી હતી. ચિત્રમાં સુવર્ણ"ના સાદા સિંહાસન પર ચાર હાથવાળા શક્રેન્દ્ર વસ્ત્રાભૂષાથી સુસજ્જિત થઇને બેઠેલા છે. તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં અંકુશ તથા ડાબા હાથમાં વા છે અને નીચેના જમણા હાથમાં ફૂલ છે તથા ડાબા હાથથી કાઇને આજ્ઞા ફરમાવતા હોય તેવી રીતે એઠેલા છે. ચિત્ર ૧૧૭ઃ શયનમંદિરમાં દેવાનંદા, પાટણ ૩ના પાના ૧૦ ઉપરથી. શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નુગરમાં, કોડાલગોત્રી ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગેાત્રી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. તે સમયે મધ્યરાત્રિ હતી અને ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર ને ચન્દ્રના યોગ પ્રાપ્ત થયા હતા. ચિત્રમાં શયનગૃહમાં બિછાવેલા સુંદર ડિઝાઈનવાળા પલંગમાં બિછાવેલી સુંદર શય્યામાં દેવાનંદા બ્રાહ્મણી વસ્ત્રાભૂષણેાથી સુસજ્જિત સૂતેલાં દેખાય છે. આ ચિત્ર પંદરમા સૈકાના ગૃહસ્થાના શયનગૃહે કેવી સુંદર રીતે શણગારેલા રહેતા હતા તેના સરસ ખ્યાલ આપે છે.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy