SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પવિત્ર કલ્પસૂત્ર કમ્મર નીચેનું ઉત્તરીય વસ્ત્ર પહેરેલાં છે. વળી દેવી રાતા ઘેરા રંગના રેશમી તકિયા ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલાં છે. આખા ચિત્રના દરેકે દરેક પ્રસંગની રંગભરણી તથા સુરેખ રેખાંકને ચિતરનાર આ ચિત્રકાર ખરેખર તેના કૌશલ માટે જગતના કલાપ્રેમીઓને પ્રશંસા કરવા લાયક છે. દેવી સરસ્વતીનાં આટલાં સુંદર ગુજરાતી ચિત્રો જવલ્લે જ મળી આવે છે. ' Plate XXVI ચિત્ર ૧૦૦: શ્રી ઋષભદેવને જન્મ. જીરાની પ્રતના પાના ૭૫ ઉપરથી. તે કાળ અને તે સમયને વિષે શ્રી ઋષભદેવ પ્રભુ ગ્રીષ્મ કાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં-ચૈત્ર માસના અંધારીઆ પખવાડિયામાં-આઠમને દિવસે (ગુજરાતી ફાગણ વદિ આઠમે), મધ્યરાત્રિએ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી મરુદેવી માતાએ પુત્રને જન્મ આપ્યો. આ ચિત્રમાં કષભદેવ ભગવાનના શરીરને વર્ણ સુવર્ણ જે છે, તે સિવાય ચિત્ર ૯૬ના ચિત્રને બરાબર મળતું છે. - ચિત્ર ૧૦૧૦ શ્રી કષભદેવનું સમવસરણ. જીરાની પ્રતના પાના ૭૭ ઉપરથી. ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું શ્રી મહાવીર પ્રભુના સમવસરણનું વર્ણન. ચિત્ર ૧૦૨: શ્રી કષભદેવનું નિર્વાણ. છરાની પ્રતના પાના ૭૯ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૧નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ભગવાનના શરીરને વર્ણ પીળે. છે, તે નજીવા ફેરફાર સિવાય ચિત્ર ૯૫, ૯૭ને લગભગ મળતું છે. Plate XXVII ચિત્ર ૧૦૩ ૧૦૪ઃ અગિયાર ગણધરે. જીરાની પ્રતના પાના ૮૦-૮૧ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર૪૨નું આ પ્રસંગને લગતું જ વર્ણન, ચિત્ર ૪રમાં એક જ ચિત્રમાં અગિયારે ગણધરો છે, જ્યારે ચિત્ર ૧૦૩માં બે ગણુધરે અને ચિત્ર પ્લેટ ર૭માના ચિત્ર ૧૦૪માં નવ ગણુધર મળીને કુલ ૧૧ ગણધરો થાય છે. * ચિત્ર ૧૦૫ઃ ભગવાન મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના પાના ૯૨ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્ર ૧૦૬: શ્રી ચતુવિધ સંઘ. જીરાની પ્રતના પાના ૯૩ ઉપરથી.ચિત્રમાં ઉપરના ભાગમાં ગુરુ મહારાજ સામે બેઠેલા શિષ્યને વાચના આપતા હોય એમ લાગે છે. સામે બેઠેલા શિષ્યના બંને હાથમાં તાડપત્રનું પાનું પકડેલું છે. ગુરુ મહારાજની પાછળ એક શિષ્ય ઊંચા કરેલા ડાબા હાથમાં પકડેલા કપડાથી ગુરુની શુશ્રષા-સેવા કરતો દેખાય છે. નીચેના ભાગમાં એક શ્રાવિકા, બે સાધ્વીઓ અને બે શ્રાવકારૂપી ચતુવિધ સંઘ ગુરુ મહારાજને ઉપદેશ સાંભળતાં બેઠેલાં છે. • ' ચિત્ર ૧૦૭: મહાવીરનું સમવસરણ. જીરાની પ્રતના પાના ૧૦૯ ઉપરથી, વર્ણન માટે જાઓ ચિત્ર ૧૬નું આ પ્રસંગને લગતું જ વર્ણન. Plate XXVIII ચિત્ર ૧૦૮: સુધર્માસ્વામી. છરાની પ્રતના પાના ૧૧૦ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૪૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy