SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્રવિવરણ વીરને નમસ્કાર કર્યા. દેવાનંદાને તથા તેના પરિવારને અવસ્થાપિની નિદ્રા આપી. દેવાનંદાના શરીરમાંથી અશુચિ પુદગલો દૂર કર્યા. અને શુભ મુગલો સ્થાપન કર્યા. પછી “હે ભગવન!આ૫ મને અનુજ્ઞા આપો.” એમ ઉચ્ચારણ કરી પ્રભુ મહાવીરને બિલકુલ હરકત ન આવે તેમ સુખપૂર્વક પિતાની દિવ્યશક્તિ વડે બંને હાથની અંજલિમાં લીધા. * ચિત્રમાં શયનગૃહમાં દેવાનંદા બ્રાહ્મણી સુંદર પલંગ પર સૂતેલાં છે અને પલંગની બાજુમાં જ હરિરંગમેષિનુ બંને હાથની અંજલિમાં પ્રભુ મહાવીરના ગર્ભનું અપહરણ કરીને જવાની તૈયારી કરતો હોય તેમ ચીતરેલે છે. Plate XX ચિત્ર ૭૮: લહમીદેવી. પાટણ ૨ના પાના ૨૧ ઉપરથી, ચિત્ર ૬૨વાળું જ ચિત્ર, અખંડ ચંદ્રમા જેવી કાંતિવાળી લહમીદેવીનાં ચોથા સ્વમમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દર્શન કર્યા. તે લક્ષમીદેવી ચા હિમવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમલરૂપી મનહર સ્થાને બેઠેલાં હતાં. આ ચિત્રની મધ્યમાં ચાર હાથવાળાં લહમીદેવી બેઠેલાં છે. તેમના ચાર હાથ પૈકી ઉપરના જમણુ તથા ડાબા હાથમાં કમળના ફૂલ ઉપર એકેક હાથી ઊભેલો છે. નીચેના જમણા હાથમાં વરદ મુદ્રાએ માળા પકડેલી છે અને ડાબા હાથમાં વરદ મુદ્રાએ ફલ પકડેલું છે. તેઓ સુવર્ણના બાજોઠ ઉપર બેઠેલાં છે. માથે મુગટ, કાને કુંડલ, હાથે રત્નજડિત ચૂડીઓ, કપાળમાં સુંદર તિલક તથા પાછળ અબડાના વાળ પણ બંને બાજુ બાંધેલા દેખાય છે. મસ્તકના ઉપરના ભાગમાં તથા વિમાનને ફરતી સુંદર કમલ હેલેની ડિઝાઈનવાળી કમાન છે અને કમાનની ઉપરના ભાગમાં બંને બાજુએ એકેક મેર મુખમાં રતનની માળા લઈને બેઠેલા છે. ચિત્ર ૯ પૂર્ણ ચંદ્ર. પાટણ ૨ના પાના ૨૩ ઉપરથી. ચિત્ર ૬૪વાળું જ ચિત્ર. છઠ્ઠા સ્વમને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ચન્દ્રનાં દર્શન કર્યો. શુકલપક્ષના પખવાડિયાની પૂણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર જે. ચન્દ્ર નિમળતાને ઘાતક છે અને બીજી રીતે અંધકારને નાશક છે. ચિત્રમાં ચંદ્રદેવ પિતાના જમણા હાથમાં અમૃતને કલશ અને ડાબા હાથમાં સાત પાંખડીવાળા ડાંડી સહિતના કમલકને પકડીને બેઠેલાં છે. ચંદ્રદેવના શરીરને વર્ણ સફેદ છે. મસ્તકે મુગટ, કાનમાં કુંડલ, વાળના અંબોડામાં આભૂષણ, હાથે કડાં તથા બાજુબંધ વગેરે આભૂષણ અને કમ્મરની ઉપરના ખૂલા બદન પર બંને છેડેથી ઉડતા ઉત્તરસંગ તથા કમ્મર નીચે ઉત્તરીય વસ્ત્ર સહિત ભદ્રાસનની બેઠકે લીલા રંગથી તૈયાર કરેલી ડિઝાઈનવાળા કિંમતી ગાલીચા ઉપર ચન્દ્રદેવ બેસીને ઉડતા દેખાય છે. ચિત્રની ઉપરના બંને ખૂણામાં એકેક સિંહની આકૃતિ ચીતરેલી છે, જે ચીતરવાને ચિત્રકારનો આશય ચન્દ્રદેવનું વિમાન બતાવવાનું હોય એમ લાગે છે. કલ્પસૂત્રની કોઈપણ હસ્ત પ્રતમાં છઠ્ઠા સ્વમ તરીકે પૂર્ણચન્દ્રનું આ જાતનું સ્વરૂપ ચીતરેલું મારા જેવામાં આવ્યું નથી. આ ચિત્ર આપણને ચૌદમા સૈકાના અંતભાગની ચન્દ્રદેવની મૂતિના મૂર્તિવિધાનને નમૂને પૂરો પાડે છે. ચિત્ર ૮૦ઃ જલપૂર્ણકુંભ. પાટણ ૨ના પાના ૨૫ ઉપરથી. ચિત્ર ૬૬વાળું જ ચિત્ર.
SR No.032597
Book TitlePavitra Kalpasutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy