SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ ૧૮ પછીના અધ્યાયનો ૧૯-૨૦ અધ્યાયમાં સમાવેશ કરી લઈ સળંગ અધ્યાયો ગણી લઈને તેને બાવીસ અધ્યાય સુધીને ક્રમ આપ્યો છે. ગ્રંથની છેવટે આ ગ્રંથની પ્રાચીનતા દર્શાવતું પરિશિષ્ટ આપ્યું છે. આ ગ્રંથ ગુજરાતીમાં પહેલી જ વાર પ્રસિદ્ધ થાય છે. આ અગાઉ આ સંસ્થા તરફથી આયુર્વેદની મૂળભૂત સંહિતાએ સુશ્રુત, ચરક, વાગભટ, ભાવપ્રકાશ, માધવનિદાન, સાગધર, હારીતસંહિતા વગેરે ગુજરાતી ભાષાંતર સાથે બહાર પડી છે, તેમાં આ પ્રકાશનથી એકને ઉમેરે થાય છે. કાશ્યપ સંહિતાનું આ ગુજરાતી ભાષાંતર તયાર કરાવવામાં ચૌખંબા સિરીજ દ્વારા પ્રકાશિત ઉક્ત ગ્રંથને મુખ્યત્વે આધાર લેવામાં આવ્યો છે. વિવરણ પણ તે અનુસાર આપ્યું છે. તે માટે એ ગ્રંથના અનુવાદક તથા પ્રકાશક મહાદયોને અહીં આભાર માનવામાં આવે છે. જાણતા વિદ્યરાજ શ્રી રસિકલાલ પરીખનું ગ્રંથનો પરિચય આપતું ઉપયોગી આમુખ-નિવેદન આ પછીનાં પાનામાં આપવામાં આવ્યું છે, તે તરફ વાચક બંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે. - આશા છે કે આ ગ્રંથ અભ્યાસી વૈદ્યો તથા આયુર્વેદ કૉલેજના વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુઓને ખૂબ ઉપયોગી થઈ પડશે. વલ્લભવિદ્યાનગર, તા. ૩૦-૬-'૭૦ સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી એચ. એમ. પટેલ (પ્રમુખ)
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy