SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ મંદિરો જીર્ણ થતાં આજકાલના સોમપુરા દ્વારા પણ ઊભાં કરી શકાશે ! પણ એકાદ ગ્રંથ નષ્ટ થતાં બીજા કલિકાલસર્વજ્ઞ ક્યાંથી લાવીશું?.. મંદિર કરતાં પણ અપેક્ષાએ જ્ઞાનમંદિર મહાન છે. આ વાત સમજવી જ પડશે, ને ઠેર ઠેર આવાં નાનાં-મોટાં જ્ઞાનમંદિરો ઊભાં કરવાં જ પડશે !...પૂર્વાચાર્યકૃત ગ્રંથોનો સંગ્રહ-તેનું યથાયોગ્ય જતન-જાળવણી-રક્ષા-સુરક્ષા–યેનકેન પ્રકારે આપણી મુખ્ય ફરજ (prime duty) સમજી કરવી જ પડશે. દેવદ્રવ્યની રકમનો જેમ જીર્ણોદ્ધારમાં સફળ ઉપયોગ થાય છે, તેમ જ્ઞાનભાતાની રકમનો પણ જ્ઞાનમંદિર ઊભાં કરવા, કબાટો વસાવવા, ગ્રંથોના સંગ્રહ કરવા, જાળવણી–વ્યવસ્થા–સાફસૂફી માટે માણસો રાખવા, ઊધઈ વગેરે જીવાણુઓથી–ભેજ વગેરેથી–ગ્રંથોની રક્ષા કરવા, વગેરે કાયોમાં સફળ ઉપયોગ થવો જ જોઇએ. કારણ, શાસ્ત્ર એ માત્ર અક્ષરો જ ! નથી, માત્ર મંત્રાક્ષરો જ નથી; એ તો સાક્ષાત્ તીર્થકરો અને પૂર્વાચાર્યો સાથેનો Face to|| Face વાર્તાલાપ છે !... > શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શ્રુતરક્ષાને કેન્દ્રબિન્દુ બનાવી આગળ વધી રહ્યું છે. > લહિયાઓ દ્વારા Hand-made કાગળ પર હજારો ગ્રંથો લખાઇ રહ્યા છે... > વિદ્વાન મુનિરાજો દ્વારા સંશોધિત-સંપાદિત ગ્રંથોનાં પ્રકાશન થઈ રહ્યાં છે. > પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા મુમુક્ષુઓના અધ્યયન-અધ્યાપન માટે પાઠશાળાઓ-પુસ્તકો અને પંડિતોની જોગવાઇઓ સ્થળે સ્થળે થઈ રહી છે. » ઓફસેટ ઝેરોક્ષ મશીન દ્વારા પ્રાચીન ગ્રંથોનું પુનર્મુદ્રણનું કાર્ય ચીલઝડપે ને સુંદરી - ચાલી રહ્યું છે, જેમાં દરેક ગ્રંથની ૪૦૦-૪૦૦ નકલ પરિપૂર્ણ તૈયાર condition માં ભારતભરના જ્ઞાનભંડારોને ભેટ આપવામાં આવે છે. આવા ૮૦-૯૦ ગ્રંથો તૈયાર થઈ ચૂક્યા છે. હવે આગમગ્રંથોનું કાર્ય ચાલી રહ્યું છે. આગળ પણ અનેક ગ્રંથોનો જીર્ણોદ્ધાર કરી.......૪૦૦ જ્ઞાનમંદિરોનું સર્જન કરવાની અમારી શુભ ભાવના છે. ઝેરોક્ષ મશીન દ્વારા પ્રાચીન હસ્તપ્રતિઓના પ્રતિલિપીકરણનું કાર્ય પણ હાથ ધરાયું છે. શ્રુતરક્ષાના વિશાળ પાયે ચાલતા કાર્યમાં તમે પણ વ્યક્તિગત અથવા જ્ઞાનખાતાની રકમમાંથી લાભ લઈ શકો છો. હો શાસન પ્રેમી! જાગો! સજ્જ બનો! શ્રુતરક્ષા કાજે!... એજ લિ. શ્રી જિનશાસન આરાધના સ્ટ (સંકલન મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy