SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામીની સંયમસાધનાની પરંપરાને યશોજ્વલ કરતા - પ્રવર્તમાન એક સંયમસાધક ગુરુવર. જિનશાસનની પાટ પરંપરાને દીપાવનારા સમયે-સમયે જે ધમપ્રભાવક મહાપુરુષોની ભેટ મળી છે, તેમાં શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પ. પૂ. આ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પ. પૂ. આ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. સુશિષ્ય સૂરિમંત્રના આરાધક પૂ. આ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ એક વિરલ વિભૂતિ છે. પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના જાલોર જિલ્લામાં પાદરલી મુકામે સં. ૧૯૮૯ના પોષ સુદ-૪ના દિવસે થયો હતો. અંગ્રેજી માધ્યમથી મેટ્રિક સુધીનો વ્યવહારિક અભ્યાસ કર્યો પછી વેવિશાળ થયેલ. તેમ છતાં મોહનાં બંધનો તોડી સં. ૨૦૧૦ના મહા-સુદ ૪ને દિવસે દાદર–મુંબઈ મુકામે યૌવનાવસ્થામાં દીક્ષિત બની મુનિરાજશ્રી ગુણરત્નવિજયજી બન્યા. ૧૪ વર્ષ સુધી પૂ. ગુરુવર્યોની નિશ્રામાં વૈયાવચ્ચપૂર્વક જ્ઞાન સંપાદન કરી પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વિશેષ કૃપાપાત્ર બની, કર્મસાહિત્યના સર્જનનું પાયાનું કામ હાથ પર લઇ, ૩૭ હજા૨ શ્લોકપ્રમાણ પ્રાકૃત-સંસ્કૃત ખડુંગસેઢી ઉપશમના કરણ અને બંધવિહાણ, પયડિબંધો જેવા ગ્રંથો લખ્યા, જેનાં વખાણ દેશવિદેશમાં બર્લિન યુનિવરસિટીના જર્મન પ્રા. લાઉઝ બ્રુને‘THIR મેં સર ભર કિયા'ના શબ્દોમાં કર્યો. પૂજ્યશ્રીએ હિન્દી તેમ જ ગુજરાતીમાં પણ ઉત્તમ અને વિપુલ લાહિત્યસર્જન કર્યું છે. લિખિત વિશ્વપ્રકાશ પત્રાચા૨ પાઠ્યક્રમ ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ નિઃશુલ્ક ચાલું કરવામાં આવ્યો છે. તેમાં ૨૫૦૦૦ યુવાન-યુવતીઓએ ભાગ લઈ કેટલાકે ૧, જૈન પરિચય; ૨, જૈન વિશારદ, જૈન સ્નાતકની ડિગ્રી મેળવી છે. યુવાનોના આધ્યાત્મિક ઉત્થાન માટે યુવા વર્ગને ધર્મમાર્ગે વાળવામાં તેઓશ્રીની | નિશ્રામાં ૩૧ જેટલી જ્ઞાનશિબિરો યોજાઈ છે અને તેમાં સાતેક હજાર યુવાનોમાં વ્યસનમુક્તિ અને જૈનશાસનભક્તિની શ્વેત ક્રાંતિ આવી. પૂજ્યશ્રીની પ્રવચનશૈલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે. પૂજ્યશ્રી નિદોંષ ગોચરીના આગ્રહી છે. તેઓશ્રીએ નિત્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને ૧૦ મહિના સુધી દૂધનો ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૦ જેટલાં ઉપધાન તપ થયાં છે. ૧૪ જેટલી ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ. થઇ છે તેમાં અચલગઢ(આબુ), દયાલશાહ કિલ્લા, ઘાણેરાવ, અજારી તીર્થ અને નાદિયા તીર્થ અને નાકોડા તીર્થની અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ ચિર-સ્મરણીય બન્યા છે. તેઓશ્રીની નિશ્રામાં અનુક્રમે ૧૮૦૦ અને ૧૦0૮ તેમ જ જીરાવલાજી તીર્થમાં ૩000 જેટલી ઓળી થઈ અને સાથે સાથે તેમાં ૧૮૦૦ જેટલાં અઠ્ઠમ થયાં. તે આજ સુધીનો ગીનીઝ બુક ઑફ જૈનાગમ વિશ્વ-રેકોર્ડ છે. ૧૧ જેટલા છ'રીપાલિત સંઘો પૂજ્યશ્રીની નીશ્રામાં નીકળ્યા છે. તેમાં વર્તમાનમાં આશ્ચર્યકારક માલગાંવ (રાજસ્થાન)થી સિદ્ધગિરિ સુધીનો ૪૧ દિવસનો વિશાલ છ'રી પાલક પદ યાત્રાસંઘ પૂજ્યપાદશ્રીની નિશ્રામાં નીકળ્યો હતો. તેમાં ૨૭૦૦ ભાઈ-બહેનો હતાં. પૂજ્યપાદશ્રીના ૩૧ શિષ્ય-પ્રશિષ્યો છે. તેઓશ્રીએ ૧૦૦થી વધારે યુવક દીક્ષા આપી સંયમના પંથે ચઢાવ્યા છે. તેઓશ્રીને સં. ૨૦૪૪ના દ્વિતીય જેઠ-સુદ-૧૦ ને દિવસે પાદરલી મુકામે અભુત શાસનપ્રભાવક મહામહોત્સવપૂર્વક આચાર્યપદે અધિષ્ઠિત કરાયા છે. પૂજ્યશ્રીએ સ્વ-પર-કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા શાસન-પ્રભાવનાનાં કાર્યોમાં વધુ ને વધુ પ્રેરણાદાતા બની રહો, એ જ અભ્યર્થના સૌજન્ય : સંઘવી ભેરૂમલજી હુકમીચંદજી બાફના પરિવાર હ. તેમના સુપુત્રો તારાચંદભાઈ મોહનભાઈ અને લલિતભાઈ સંઘવી ભેર વિહાર-પાલિતાણા)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy