SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] T ઉ૫૧ તવારીખની તેજછાયા –પૂ. વિદુષી સા. પ્રિયંવદાશ્રીજી મ. સા.નાં શિષ્યા, કરોડો મંત્રના જાપના આરાધક, સરલ સ્વભાવી, સાધ્વીરત્ના પૂ. પદ્મયશાશ્રીજી મ. સા. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળદાતાર. અક્ષીણે મહાનસી લબ્ધિ, કેવલશ્રીઃ કરાંબુજે, નામ લક્ષ્મીર્મુખે વાણી, તમહં ગૌતમસ્તુએ. ગુરુ ગણપતિ ગાઉં, ગૌતમ ધ્યાન ધ્યાવું, સવિ સુકૃત સપાઉં, વિશ્વમાં પૂજ્ય થાઉં, જગજિત બજાઉં, કર્મને પાર જાઉં નવ નિધિ રિદ્ધિ પાઉં, શુદ્ધ સમ્યકત્વ ઠાઉં. પચીસો વર્ષ વીતી ગયાં! સુવર્ણ ઇતિહાસનાં સુવણી પૃષ્ઠો પર અંકિત થયેલ, અનેક આચાર્ય ભગવંતોએ આ મહાન લબ્ધિધર પુરુષની વિપુલ કૃતિમાં ગુણોનું તાદશ્ય ભાવવાહી ભરપૂર વર્ણન કર્યું છે, ગુરુનાં ગુણલા ગાતા જ રહ્યા છે–થાક્યા નથી ! કેટ-કેટલી અદ્ભુત, અનુપમ કૃતિનું સર્જન કરી જ્વલંત આપણને પ્રદાન કર્યું છે ! કોઇએ ગણધરવાદ, કોઇએ રાસ, કોઇએ દેવવંદન, કોઇએ છંદ, કોઇએ અષ્ટક, કોઇએ વિલાપ, કોઇએ સ્તુતિ, કોઇએ સજઝાય તો કોઇએ પ્રતિકૃતિથી દર્શન કરાવ્યું! કમાલ કરી છે. આપણે એ મહાપુરુષની પહેચાન નથી પ્રકૃતિ, આકૃતિથી હા, આપણે કૃતિથી જ જાણીશું! આચાર્ય ભગવંતોના મુખેથી શ્રવણ તેમ જ વાંચન દ્વારા મનોભૂમિમાં અહોભાવના બીજનું વપન થઈ ગયું! આ લબ્ધિધર, જ્ઞાનમૂર્તિની આરાધના, સાધના, તપ, જપ પ્રત્યે લગન લાગી એટલું જ નહિ કિંતુ, અવનવા ભાવો ફુરાયમાન થાય. પરમાત્મા મહાવીર પ્રભુ પ્રત્યેની કેવી અનન્ય શ્રદ્ધા, ભક્તિ, સમર્પણતા આવા અગણિત ગુણો પ્રતિ આપણું શિર ઝૂકી પડે છે ! શિશુવયમાં પૂજ્ય ગુરુ ભગવંતોના સાંનિધ્યમાં—પછી સંયમજીવનમાં (દીક્ષાદાતા ગુ) પઠન-પાઠન, આરાધના-સાધના, છઠ્ઠ-તપ વગેરે થયેલ. શિશુવયે જ છંદ. સ્તોત્ર. અષ્ટક, રાસ. વિલાપ કંઠસ્થ કરેલ. પ્રતિમાસે રાસ વાંચવાનો! આયંબિલ તપ સાથે–તેમ જ ચાતુમાસમાં શ્રી ગૌતમસ્વામીના છ8-તપની, અઠ્ઠાવીસ લબ્ધિ તપ, અષ્ટમહાસિદ્ધિ તપ, ગૌતમ પડઘો તપ વગેરે-હોય! આરાધના સાધના કરાવતાં ભાવોલ્લાસ કોઈ અનેરો હોય! હૃદય આનંદવિભોર બની જાય ! સદેહે જોયા નથી છતાં નજર સામે આકૃતિ જુદા જુદા સ્વરૂપે દેખાય છે ! એની અનુભૂતિ થાય છે! - --- ----- ----- -- ----- --
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy