SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૪૭ ગૌતમીય કાવ્ય પૂ. આચાર્ય શ્રી મનોહરકીર્તિસાગરસૂરિ મ. ખરતર ગચ્છીય પૂ. શ્રી દયાસિંહ ગણિ મહારાજાના વિદ્વાન શિષ્ય પૂ શ્રી રૂપચંદ્ર ગણિ મહારાજાએ વિ. સં. ૧૮૦૭ માગશર સુદ ૩ જોધપુર નગરમાં આ ગ્રંથરત્નની રચના કરી છે. આ ગ્રંથરત્નના સુગમ બોધ અર્થે પૂ. વાચનાચાર્ય શ્રી અમૃતધર્મ ગણિ મહારાજાના પૂ. શ્રી ક્ષમાકલ્યાણ ગણિ મહારાજાએ વિ. સં. ૧૮૨૭માં “શ્રી ગૌતમીય પ્રકાશ' નામે સરળ ટીકાની રચના કરી છે. આ કાવ્યગ્રંથમાં પ્રથમ સર્ગમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુ શ્રી ગૌતમસ્વામીજીને પ્રતિબોધ કરવા જ્યાં પધાર્યા તે મહસેન વનનું હૃદયંગમ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. દ્વિતીય સર્ગમાં ચાર નિકાયના દેવો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક)એ સમવસરણની રચના કરી તેનું વર્ણન કર્યું છે. તૃતીય સર્ગમાં સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના આગમનનું વર્ણન કરવામાં આવ્યું છે. ચતુર્થ સર્ગમાં શ્રી ઇન્દ્રભૂતિ વગેરે અગિયારે મહાપંડિતો જે યજ્ઞક્રિયા કરી રહ્યા છે, તેનું | વર્ણન કરવામાં આવ્યું છે. પંચમ સર્ગમાં પંડિત શ્રી ઇન્દ્રભૂતિના વિષાદ, ઉત્સાહ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ષષ્ઠમ સર્ગમાં પંડિત શ્રી ઇન્દ્રભૂતિના અતિ ઉગ્ર આવેશ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. સપ્તમ સર્ગમાં પંડિત શ્રી ઇન્દ્રભૂતિના મનોગત સંશયનું સમાધાન અને પ્રધ્વજ્યાગ્રહણનું વર્ણન કરવામાં આવ્યું છે. અષ્ટમ સર્ગમાં શ્રી અગ્નિભૂતિ તથા શ્રી વાયુભૂતિ બંધુદ્રય દીક્ષાગ્રહણનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. નવમ સર્ગમાં શ્રી વ્યક્ત, શ્રી સુધમ, શ્રી મંડિત અને શ્રી મૌર્યપુત્ર-ચાર પંડિતોએ પ્રભુની પાસે સંયમ ગ્રહણ કર્યું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. દશમ સર્ગમાં શ્રી અકંપિત તથા શ્રી અચલભ્રાતા પ્રવ્રજિત થયા તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એકાદશ સર્ગમાં શ્રી મેતા અને શ્રી પ્રભાસ બન્ને પંડિતોએ પ્રભુની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી મહાવીરસ્વામી પરમાત્માએ આગમ આદિ પ્રમાણો, હેતુ, દૃષ્ટાંત વગેરેથી અગિયાર પંડિતોના મનોગત સંશયોનું સમાધાન કરીને પ્રતિબોધિત કર્યા તેનું વર્ણન – એક વાર તો અવશ્ય મનન કરવું જોઇએ, એ જ અંતિમ નિર્દેશ કરીને વિરમું છું. )
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy