SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ ] [[ મહામણિ ચિંતામણિ 000000000000000000000 O OOOOOOOO00000000000 જગતના જીવોમાં જેવી રીતે ભવ્યત્વ-અભવ્યત્વ વગેરે ભાવો અનાદિ કાળથી રહેલા છે ! તેવી જ રીતે તે તે જીવોમાં તેમનું પોતાનું એક આગવું જ તથાભવ્યત્વ હોય છે, અને તે તથાભવ્યત્વ મુજબ જ તે તે જીવોના દરેક ભવમાં બધું બને છે. મોક્ષપ્રાપ્તિ ગણધર ગૌતમસ્વામીજી એક માસના પાદપોપગમ નામના અનશનપૂર્વક રાજગૃહીમાં વૈભારગિરિ ઉપર ૯૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સકલ કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પધાર્યા. આ બધા ઉલ્લેખો મળે છે, પરંતુ જેવી રીતે તેમના જન્મદિવસની આપણને જાણ નથી એવી જ રીતે એમના મોક્ષગમન-દિનની પણ આપણને જાણ નથી. પ્રયત્ન કરતાં જો કયાંયથી પણ આપણને એની જાણ થઈ જાય તો એમના જીવનની કથામાં ખૂટતી અને અત્યંત મહત્ત્વની એવી એક કડી એમાં ઉમેરાઈ જાય. ભાવિકો જેવી રીતે એમના કેવળજ્ઞાનદિનની આરાધના કરીને આત્મકલ્યાણ સાધે છે, એવી જ રીતે એમના મોક્ષદિનની પણ આરાધના કરીને પોતાનું કલ્યાણ સાધી શકે. પં. દીપવિજયજી કવિરાજે ગણધર યુગપ્રધાન આરાધન-દેવવંદન બનાવેલ છે તેમાં એ દેવવંદન કરવાના મુખ્ય ત્રણ દિવસો બતાવ્યા છે. ૧. વૈશાખ સુદિ ૧૧. શાસન-સ્થાપના અને ગણધર-સ્થાપના દિન... ૨. ભાદરવા સુદિ ૮. સંવચ્છરી પછીનો સામૂહિક ક્ષમાપના દિન. (આ દેવવંદનની સાથે સંવછરી ખામણાં પણ બોલવા–એવું તેમાં છે.) ૩. કાર્તિક વદિ ૨. આ દિવસ તેઓએ કયા હેતુથી મુખ્ય ગણ્યો છે તેનો કોઈ ઉલ્લેખ તેઓશ્રીએ કર્યો નથી, પરંતુ સંભવ છે કે કદાચ એ દિવસ ગણધર કે ગણધરોનો મોક્ષપ્રાપ્તિ દિન હોઇ શકે. અને એ કારણે તેને મુખ્ય ગણ્યો હોય. અનંત લબ્ધિના ભંડાર ગણધર ગૌતમસ્વામી આપણા સૌનું કલ્યાણ કરો એ જ મંગલ ભાવના. નોંધ : જે પુસ્તક માટે આ લેખ લખાયો છે, તે જ પુસ્તકમાં અન્યાન્ય લેખોમાં ગણધર ગૌતમસ્વામીજીનું જીવન અને જીવનપ્રસંગો વિસ્તારથી આવી ગયાં હોઈને તેનું પુનરાવર્તન ટાળવા માટે તે તે વસ્તુ રજૂ ન કરતાં તેમાંથી ફલિત થતા મહત્ત્વના મુદ્દાઓ ઉપર જ આ આલેખન કરાયું છે. -લેખક
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy