SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૦ ] [ મહામણિ ચિંતામણિ કલ્યાણકની તિથિઓની નોંધ ખગોળતત્ત્વોએ લીધી નથી; જ્યારે શ્રી ઋષભદેવના તપના પારણાની તિથિને અમર બનાવી તે તો અજોડ છે. ગૌતમ સરખા ગુરુ નહીં–આ પંક્તિનું ચરણ અજબ-ગજબ ગંભીર છે. શ્રી ગૌતમસ્વામીજી પ્રથમ પંક્તિમાં દાખલ થયા તે તો મહાવીરસ્વામીજી સાથે હતા, શિષ્ય હતા એટલે વર્તમાન શાસનના મહારાજા સાથે 'વડા કારભારી તરીકે પ્રવેશ પામે તે સરલ બાબત કહી શકાય. પરંતુ પ્રથમ તીર્થંકર ઋષભદેવ અને શાશ્વત તીર્થ શત્રુંજય સાથે શ્રી ગૌતમસ્વામીનું ગુરુ તરીકે અજોડપણું બતાવતી પંક્તિનું ચિંતન ગંભીર છે. પાંચ કરોડ મુનિઓને સાથે મોક્ષધામમાં લઇ જનારા પ્રથમ ગણધર પુંડરીકસ્વામીને પણ દાખલ ન કર્યા. સમગ્ર ચોવીશીમાં થયેલા સાડા-ચૌદસો ગણધરોમાં શ્રી ગૌતમસ્વામી અજોડ ગુરુપણાનો નંબર લઇ ગયા તે તો આશ્ચર્યજનક કહી શકાય. અજોડતા, વિશેષતા કે મહાનતા બધું જ શ્રી ગૌતમસ્વામીજીનું અજોડ જીવન જોતાં સમજાય તેમ પણ છે. છતાં તેમાં અનેક પ્રશ્નો સમાધાન માગે છે. બધા જ ગણધરો તદ્ભવે અવશ્ય મોક્ષે જાય છે – અને ગયા છે જ. તો અન્ય ગણધરોથી અજોડ બનવાની શ્રી ગૌતમસ્વામીજીની વિશેષતા શી રીતે બની? હમણાં જ અઢી હજાર વર્ષ પહેલાં થયેલ ગૌતમસ્વામીજી કોટાકોટી સાગરોપમના કાળ પહેલાં થયેલા આદિ જિનેશ્વર સાથે કેમ જોડાઇ ગયા ? જૈનશાસન અનુપ્રેક્ષાનો અમૃતસાગર છે, અગાધ ચિંતનનો ભંડાર છે. તેમાં એક જોઇએ. જિન મંદિરના દરવાજામાં પ્રવેશ કરતાં મોટા ભાગે બે ગજરાજ દૃશ્યમાન છે. કોઇ કવિની કલ્પનાએ ગજરાજોને પૂછ્યું : ‘આપ ચૈત્યની બહાર કેમ ઉભા છો?' બંનેએ જવાબ આપ્યો ઃ અમારો ઇતિહાસ જિન ચોવીશીના બંને છેડા એક કરે છે. એટલે ચૈત્ય બિરાજિત ચોવીસે તીર્થંકરોનાં જીવન તેમાં સમાવિષ્ટ થાય છે. અમારા માલિકો હતા પ્રથમ તીર્થંકરના પુત્ર બાહુબલીજી અને ચોવીસમા તીર્થંકરના પ્રથમ પટધર ગૌતમસ્વામીજી. અમને છોડીને તે અંદર પધાર્યા છે. અમને કોઇ મુદત નહીં આપવાથી રાહ જોતા અહીં રોકાયા છીએ. અહંકારી હોવાથી અંદર આવવાના અધિકારી નથી. ગાઢ-પ્રગાઢ જામ થયેલો અહંકારનો કષાય શ્રી બાહુબલીજીએ બહેન મહારાજના એક વચનથી અને શ્રી ગૌતમસ્વામીજીએ માત્ર એક સમાધાનથી ઓગાળી નાખ્યો. અહંકારની જગ્યાએ નમ્રતાં, વિનય-ગુણોને દાખલ કર્યા. શ્રી ગૌતમસ્વામીજી અજોડ લબ્ધિધારી છે. અંગૂઠો બોળીને ૧૫૦૦ તાપસોને ક્ષીરનું ભોજન આપી પારણાં કરાવ્યાં તે સામાન્ય છે—એવું બીજાને પણ હોઇ શકે. પરંતુ જે ભગવાનમાં પણ ચોક્કસ નથી તેવું ભક્તમાં આવે તે તો અજબ છે. શ્રી અરિહંતદેવ દીક્ષા આપે તેને તદ્ભવે કેવળજ્ઞાન થાય કે ન પણ થાય; પરંતુ શ્રી ગૌતમસ્વામીજી જેને રજોહરણ આપે તેને અવશ્ય કૈવલ્ય થાય. અન્ય કોઇ ગણધરોને આવી મહાલબ્ધિ મળી હોય તેમ બન્યું નથી; જ્યારે શ્રી ગૌતમસ્વામીજીને આ ઉત્કર્ષલબ્ધિ હોવાનું સાક્ષાત્ બન્યું છે. હજુ એક વિશેષ વાત છે. જેની પાસે જે પદાર્થ હોય તે તો આપે આપી શકે; પરંતુ જેની પાસે જે ચીજ નથી છતાં અન્યને અવશ્ય આપે તે તો આ જગતનું અદ્ભુત આશ્ચર્ય કે અપવાદ માત્ર ગૌતમસ્વામી ભગવાન છે. પોતાની પાસે મનઃપર્યવજ્ઞાન સુધીની મૂડી છે. બારમા ગુણસ્થાને છે તે ધર્માત્મા કેવળજ્ઞાનનું દાન કરી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy