SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ ] [ મહામણિ ચિંતામણિ શ્રી ગૌતમસ્વામીજીની જીવન-અનુપ્રેક્ષા શ્રી નારાયણ ચત્રભૂજ મહેતા મંગલ પ્રાર્થના (અનુપ્રેક્ષા) મંગલ ભગવાન વીરો મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલભદ્રાચા જૈન ધર્મોસ્તુ મંગલ. શેત્રુજા સમું તીર્થ નહીં ઋષભ સમા નહીં દેવ, ગૌતમ સરખા ગુરુ નહીં વળી વળી વંદું તેહ. ઉપરોક્ત બંને પંક્તિઓ સાતે નયે શુદ્ધ એવા શ્રી જિનશાસનમાં પ્રચલિત છે, ઠેર ઠેર સાંભળવા-વાંચવા મળે છે. માત્ર બિરદાવલી પૂરતી જ નહીં, સ્તુતિ સ્વરૂપે જ નહીં, પરંતુ આ બંને મહાન પંક્તિઓ કોઈ અભુત વિરલ ધર્માત્માના પરમ પાવન જીવનમાં ઊંડે ઊંડ જવાની પ્રેરણા રૂપે જ હોય તેમ સમજાય છે. અભુત અને અજોડ આ બંને પંક્તિઓ સત્ ચિંતનનો ભંડાર છે. કચ્છના વતની પણ ભાવનગરમાં વસવાટ કરતા નારાયણભાઈ મહેતા સારા કવિ પણ છે. અત્રે તેમણે બે પ્રાર્થના-પંક્તિઓ અનુપ્રેક્ષા સ્વરૂપે અને બે ગીતો શાસ્ત્રીય રાગમાં મૂક્યા છે. -સંપાદક પ્રથમ પંક્તિ મંગલ ભગવાન વીરો – ભગવાન મહાવીર વર્તમાન શાસનપતિ છે. કોઈ પણ સત્કાર્યમાં, ધર્મ-અનુષ્ઠાનમાં પ્રાથમિક શુદ્ધિ માટે પરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર થાય છે તેમાં શ્રી અરિહંત પરમાત્મા પ્રથમ પ્રધાનપદે બિરાજે છે. તે શ્રી અરિહંત શાસન-સ્થાપક છે. તે તારકને નમવું મહામંગલ હોવાથી આદરેલા સત્કાર્યમાં કોઈ વિદન આવી શકે નહીં–છતાં ચોવીશે તીર્થકરોમાં એક મહાવીરદેવને જ નમસ્કાર કેમ ? આ પ્રશ્નનું સમાધાન થાય કે મંગલ ભગવાન વીરો છે—મહાવીર એકલું નથી. સર્વ તીર્થકરોનું શાસન જેમાં વિલીન થયું છે તેવા વીરસ્વામીને નામજોગ નમસ્કાર કરવાથી સર્વ અરિહંતોને નમસ્કાર થાય છે. મંગલ ગૌતમપ્રભુ– આ પંક્તિ પણ સરળ બને છે. વિશ્વપતિ શાસનની સ્થાપના કરતાં ચાર પ્રકારી તીર્થની સ્થાપના કરે છે તેમાં પ્રથમ ગણધર તીર્થસ્વરૂપ છે. ભગવાન મહાવીરદેવના શાસનમાં શ્રી ગૌતમસ્વામી આદિ અગિયાર ગણધરદેવોની સ્થાપના પ્રભુજીએ કરી છે તેમાં શ્રી ગૌતમસ્વામીજી પ્રથમ ગણધર તીર્થરૂપે હોવાથી તેઓશ્રીને મંગલ સ્થાને બિરાજમાન કરવા યોગ્ય - - ----- --- -- - -
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy