SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૧૩ નિશ્ચયબળ કેળવ્યા વિના પાપોનાં દ્વાર બંધ થતાં નથી, તે વિના અંતર્ધ્યાનને કાબુમાં લેવું તે લોખંડના ચણા ચાવવા જેવો નિષ્ફળ પ્રયત્ન છે. યોગી-મહાયોગી પણ સામાયિકસ્થ થયા વિના કોઇ કાળે સમાધિસ્થ થઇ શકતો નથી. માટે કહેવાયું છે કે, સામાયિક દ્વારા પાપદ્ધારો બંધ કર્યા પછી જ તપ-જપ, ધ્યાન-સ્વાધ્યાયાદિ સાધના સાર્થક બનવા પામે છે. * * ૧૦. ગૌતમસ્વામીએ કહ્યું કે... હે સાધક ! સામાયિકસ્થ સાધકના જીવનમાં સ્વૈર્ય, ધૈર્ય, ગાંભીર્ય, ઇન્દ્રિયનિગ્રહતા, કષાયવિજયપણું, ઉપરાંત ભાવદયાલુતાની પ્રાપ્તિ સુલભ બનવા પામશે, જેનાથી અરિહંત દેવોના અનહદ ઉપકારને માનવા માટે તે સાધક તૈયાર થશે. અશક્ત માણસને ઔષધ દ્વારા જેમ પાવર દેવામાં આવે છે, તેમ ભવભવાંતરના ભાવરોગોને પણ દેવાધિદેવ પરમાત્માઓને કરેલું દ્રવ્ય અને ભાવવંદન અજોડ શક્તિ આપનારું છે. માટે અધૂરી શક્તિવાળો માનવી જો પૂર્ણ શક્તિસંપન્ન તીર્થંકર દેવોનું સ્મરણ, પૂજન, વંદન, સ્પર્શન. સ્તવન કરશે તો તેનું હૃદય અને મન પણ સશક્ત અને પવિત્ર બનતાં તેનો આત્મા જૂનાં પાપોને નાબૂદ કરવા માટે સમર્થ બનવા પામશે. માટે મન, વચન અને કાયથી એકાગ્રતાપૂર્વક ‘લોગસ્સ’સૂત્ર દ્વારા એક એક તીર્થંકર દેવનાં નામ, ગુણ, સંયમ, કેવળજ્ઞાન અને મોક્ષગમનની સ્મૃતિપૂર્વક કરાયેલા ભાવવંદનથી સાધકનાં મન-બુદ્ધિ-ઇન્દ્રિયો તથા આત્મા આદિ પણ સુરક્ષિત અને સબળ બનતાં જીવનમાં આગળ વધતાં વાર લાગતી નથી. થશે. સામાયિક દ્વારા નવાં પાપોનાં દ્વાર બંધ કર્યા પછી જ પરમાત્મા તીર્થંકર દેવની ઉપાસના-સેવા-ભક્તિ તથા જાત્રાદિ સફળ બનશે અને જીવનના અણુ અણુમાં નવી શક્તિનો સંચાર * ૧૧. ગૌતમસ્વામીએ કહ્યું કે... હે સાધક! ભાવપૂર્વક દેવાધિદેવોને વંદન કર્યા પછી સાધકના હૃદયમાં, મનમાં અને આંખોમાં પણ નવા પ્રકારની જ્યોત પ્રકાશે છે; જેનાથી તેને એક વાતની સ્મૃતિ થાય છે કે પરમાત્માઓને ઓળખાવનાર ‘ગુરુદેવો' છે. તેમની અસીમ કૃપાથી જિનશાસન, રજોહરણ, જ્ઞાનધ્યાન તથા સંયમસાધનાની જાણકારી પણ હું પ્રાપ્ત કરી શક્યો છું. માટે સંયમદાતા ગુરુદેવને શી રીતે ભુલાય ? કેમ કે, નગણ્ય ઉપકાર કરતાં પણ ગુરુદેવનો ઉપકાર અનંતગણો વધારે છે, એમ સમજીને તે ગુરુવંદન કરવા માટે ભાવપૂર્વક તત્પર થશે–જે સંયમજીવન જીવવા માટે ‘દીવાદાંડી’ છે. ભરરિયે તોફાનમાં સપડાયેલું નાવડું પણ દીવાવાંડીના આધારે કિનારે આવી જાય છે, તેમ મારા માટે ગુરુનો ઉપકાર છે. તે ચાહે ઓછા અભ્યાસી હોય કે વધતા ન પણ હોય તો એ ગુરુની તુલનામાં બીજો કોઇ આવી શકતો નથી.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy