SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૭૦૭ લાગે છે. વિદ્યાર્થી-અવસ્થાના પરીક્ષાને લગતાં સમાધાનો વ્યવહારમાં જીવને તુચ્છ લાગે છે. પરંતુ, ગણધર ગૌતમના પ્રશ્ન, મેળવેલ સમાધાન-સેવં ભંતે, સેવં તે દ્વારા દઢ શંકાનિમૂલન આજે ૨૫૦૦ વર્ષ બાદ પણ વાંચનાર-સાંભળનારની અનેક શંકાઓ વગરપૂછ્યું નિર્મલ કરીને જાણે ! વાંચનાર-સાંભળનારને મસ્તક ધુણાવતાં બોલાવી દે છે : સેવં ભંતે-ભંતે !' અંતરના ઓરડેથી અવસ્થા બાલ્યવય. પાડોશમાં ૮૫ વર્ષની જૈફ ઉંમરના એક વૃદ્ધ દાદા (સ્થાનકવાસી) નિત્ય પ્રાતઃકાળે શ્રી ગૌતમસ્વામીનો છંદ તથા સોળ સતીનો છંદ બોલે. બહુ સરસ ઉચ્ચાર --ભાવવાહીથી આંખો પણ બંધ ! બોલવાની છટા અનેરી. મારી ઉંમર સાતેક વરસની, માત્ર સાંભળવાથી હૃદયે અપાર-અમાપ આનંદ. મેં પુસ્તકમાંથી વાંચન-પઠન દરરોજ કરવાનો આરંભ કર્યો ! એક વાર ચાતુર્માસમાં સાધ્વીજી મ. સા.ની નિશ્રામાં || ૨૮ લબ્ધિનાં એકાસણાં કર્યો. બેસતા વર્ષે (O))–૧ નો) છઠ્ઠ કર્યો. “ગૌતમ પડઘો ત૫” ચારિત્ર ગ્રહણ કર્યા બાદ (ત્રણ) અબેલ તપ કરી શ્રી ગૌતમસ્વામી રાસ, છંદ, અષ્ટકાદિ સ્તોત્ર કંઠસ્થ કર્યો. પ્રતિમાસે રાસ અને હરહંમેશ છંદ, અષ્ટક, સ્તોત્ર, સ્મરણ ચાલુ જ છે. જ્યાં જ્યાં ચાતુમસ હોય ત્યાં ત્યાં શ્રી ગૌતમસ્વામીના છઠ્ઠ તપ સારી સંખ્યામાં થાય-(પરમાત્રહ) ખીરનાં એકાસણાં પણ હોય જ! પ્રવજ્યા ગ્રહણ કર્યા બાદનો પ્રસંગ - પ્રગુરુનું સ્વાથ્ય કથળ્યું, આહારમાં પરેજી પાળવાનું પૂર્ણ ભિક્ષાર્થે) ગોચરી ગયેલ દાનાંતરાયે ગૃહે-ગૃહે ફરવા છતાં પણ કલ્પનીય દ્રવ્ય ન મળેલ. બીજે દિવસે પણ એવું જ બન્યું! ત્રીજે દિવસે લબ્ધિવંત આ મહાપુરુષનું અષ્ટકજી ગણતાં ગણતાં તેમનું સ્મરણ કરતાં કરતાં ગાથા ૪ યસ્યાભિધાન મુનિયોડપિ સર્વે ગૃહણત્તિ ભિક્ષા-ભ્રમણસ્યકાલે-મિષ્ટાન્ન-પાનામ્બર-પૂર્ણ-કામાઃ સ ગૌતમો યચ્છતુ વાંછિત મે ! આ ગાથા ગૌચયર્થે જતાં જ બોલું! કલ્પનીય દ્રવ્યનો લાભ પ્રાપ્ય. અરે ! હું પોતે જ અષ્ટકજી બોલતાં બોલતાં ગદ્ગદિત થઈ જાઉં-ગાથાના અર્થમાં છેક તેના હાર્દ સુધી પહોંચે છું ! દ્વાદશાંગીના રચનાર, પચાસ હજાર શિષ્યોના ગુરુવર્ય પાંચસો પાંચસો પાંચસો તાપસના તારણહાર પરમાત્મા મહાવીરદેવના વિનયી–અનંત રિદ્ધિ-સિદ્ધિના ભંડાર હે ગૌતમ ગુરુ ! તમોને સહસ્ત્ર નત મસ્તકે વંદન. અમરેલી : માગસર સુદિ ૧ તા. ૩-૧૨-૯૪ -સાધ્વીશી ઘઘયશાશ્રીજી મહારાજ (વિદુષી સાધ્વીશ્રી મયંવદાશ્રીજી મ. સા.નાં શિષ્યા)
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy