SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] જેને જેને દીક્ષા આપે તેને કેવળજ્ઞાન થતું, પરંતુ ખુદ પોતાને કેવળજ્ઞાન થતું નહિ. દ્વેષ ઉપર વિજય મેળવવાનું એટલું કઠિન નથી, જેટલું રાગ ઉપર વિજય મેળવવાનું છે. ગૌતમસ્વામીના મનની આ સ્થિતિ ભગવાન જાણતા હતા, અને એટલા માટે જ તેઓ એમને અનેક વાર કહેતા : 'હે ગૌતમ ! તું સમય (અલ્પતમ ક્ષણ) માત્રનો પણ પ્રમાદ ન કરીશ.” સમયે પોયમ મ પમાયg' –એ ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહેલા ચાર શબ્દો આગમગ્રંથોની કેટલીય ગાથાઓમાં કેટલીય વાર આવે છે. (ઉત્તરાધ્યયનના દસમા અધ્યયનમાં તો એ પ્રત્યેક લું ચરણ છે.) ભગવાને ઉચ્ચારેલા એ શબ્દો એમના બીજા કેટલાય શબ્દોની જેમ અઢી હજાર વર્ષથી લોકોના શ્રવણમાં અને ચિત્તમાં ગુંજન કરતા ચાલ્યા આવ્યા છે. સાધારણ માણસે ઉચ્ચારેલ શિખામણના શબ્દો ઘડીકમાં વીસરાઈ જાય છે, પણ કેટલાક શબ્દો એવા હોય છે કે જે કાલાતીતપણાને પામે છે. હજારો વર્ષ સુધી લોકોમાં એટલા જ વેગ અને બળથી એ શબ્દો વહેતા રહે છે. શબ્દોમાં અનંત શક્તિ છે, શબ્દને “બ્રહ્મ' તરીકે ઓળખવામાં આવે છે. આખા વિશ્વમાં ઘૂમી વળવાની તાકાત શબ્દમાં રહેલી છે. બોલનાર વ્યક્તિ શબ્દમાં કેટલું બળ પૂરે છે તેના ઉપર એનો આધાર રહે છે. વિશ્વમાં મનુષ્ય સહિત અનંત જીવો વ્યક્ત કે અવ્યક્ત ધ્વનિનું–શબ્દોનું પ્રતિક્ષણ ઉચ્ચારણ કર્યા કરે છે. એ તમામ શબ્દો કાળના પ્રવાહમાં તણાઈ જાય છે, વીખરાઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. કોઈ કોઈ શબ્દો પાંચ-પચીસ વર્ષ કે બે-ચાર સૈકા સુધી જીવંત રહે છે, તો કોઈ કોઈ શબ્દો હજારો વર્ષો સુધી એકસરખું ગુંજન કર્યા કરે છે. સમય નીયમ મા. માયા–એ શબ્દો એવા છે કે હજુ હજારો વર્ષ સુધી માનવજાતને માટે પથદર્શક બની રહેશે. કેટલાક શબ્દો વ્યક્તિના હૃદયમાંથી સ્ફરે છે, કેટલાક શબ્દો ચિત્તના અતલ ઊંડાણમાંથી પ્રગટ થાય છે. એવા કેટલાક શબ્દોમાં વ્યક્તિના નિર્દોષ, વાત્સલ્યપૂર્ણ, પ્રામાણિક, કલ્યાણકારી તીવ્ર સ્પંદનો રહેલાં હોય છે. સાંભળનારને તે તરત સ્પર્શી જાય છે. કેટલાક શબ્દો માત્ર હદ ચિત્તમાં જ નહિ, પરંતુ સમગ્ર આત્મામાંથી, સમગ્ર અસ્તિત્વમાંથી એના નિચોડરૂપે સહજપણે સર પડે છે. એ ભલે એકાદ વ્યક્તિને સંબોધીને બોલાયા હોય; પણ બોલનાર વ્યક્તિ કરુણાÁ હૃદયે સર્વ જીવોનું એક માત્ર હિત ચિંતવી એ શબ્દો બોલે છે, અથવા એમનાથી અનાયાસ એવા હિતકારી શબ્દો બોલાઈ જાય છે, અથવા એમનાથી બોલ્યા વગર રહી શકતું નથી. એ શબ્દોમાં એવું જબરું બળ હોય છે કે કાળના પ્રવાહમાં એને ઘસારો લાગતો નથી. બલ્ક કાળ એને ઘસી ઘસીને વધુ ને વધુ સુંદર અને ચકચકિત બનાવે છે. ભગવાને ગૌતમસ્વામીને કહેલા આ શબ્દોમાં પણ એવું જ દિવ્ય અને અલૌકિક બળ છે. ભગવાને ગૌતમસ્વામીને અને એમના દ્વારા અનેક જીવોને અનેક બાબતોમાં ઘણો મહત્ત્વનો ઉપદેશ આપ્યો છે. એમાં ગૌતમસ્વામીને વારંવાર અપાયેલો ઉપદેશ તે પ્રમાદ ન કરવા વિમે છે. આમ જોઇએ તો આ એક પ્રકારનો નિષેધરૂપ ઉપદેશ છે. મનુષ્ય શું શું કરવું જોઈએ એવી નિષેધરૂપ હજારો શિખામણો વડીલો, જ્ઞાનીઓ, શિક્ષકો કે સંતમહાત્માઓ તરફથી વ્યાવહારિક, સામાજિક, વૈયક્તિક કે સામુદાયિક જીવનને લક્ષીને અપાયા કરે છે. ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે પણ એવી ઘણી બધી શિખામણો અપાયેલી છે. ભગવાને ગૌતમસ્વામીને આપેલી આ નાનકડી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy