SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૬ ] [ મહામણિ ચિંતામણિ - ગૌતમ અને ગોચરી –મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ મહાત્માઓનાં નામ-સ્મરણ બહુપરિમાણી હોય છે. એમાંથી અગણિત ગુણ-લક્ષણ, અગણિત નીતિનિયમ, અગણિત જીવનશૈલી, અગણિત આદર્શો પ્રાપ્ત થતા હોય છે. અને યથા શક્તિમતિ જીવો એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરતા હોય છે. ગોચરી-સમયે ગૌતમ-સ્મરણનો શો મહિમા છે તે આ લઘલેખમાં દર્શાવવામાં આવ્યું છે. દૈનંદિની ક્રિયાઓમાં પણ ગુરુ ગૌતમ કેવું મહત્ત્વનું સ્થાન પામ્યા છે તે આ લેખથી સમજાય છે. પૂ. મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજશ્રી આ ગ્રંથપ્રકાશનમાં છેક શરૂઆતથી ઘણી ઘણી રીતે સહાયરૂપ બન્યા છે. -સંપાદક કડક પરમ આદરણીય ગણધર શ્રી ગૌતમસ્વામીનું નામ શ્વેતાંબર મંદિરમાર્ગી આમ્નાયમાં પૂ. સાધુ સાધ્વીઓને રાત્રે સંથારા પોરિસીમાં લેવામાં આવે છે. રાત્રિપૌષધ કરનારાને પણ લેવાનું રહે છે. તેમ જ જ્યાં જ્યારે પ્રતિક્રમણ બાદ સાધુ પોરિસી ભણાવે છે ત્યાં શ્રાવકોને સાંભળવા મળે છે. ત્રણ વખત ગૌતમ નામ આવે છે. તે સિવાયની દિનચર્યામાં પૂ. દેવગુપ્તાચાર્યકત યતિજિનચય (પ્રાયઃ ૬૦૦ વર્ષ થયાં હશે. સાલ યાદ નથી. પ્રત પાસે નથી. વાંચ્યું ૨૦ વર્ષ થઇ ગયાં છે. સંતવ્ય.)માં પૂ. સાધુ-સાધ્વીને ગોચરી-પાણી લેવા જતી વખતે વિધિના બે શ્લોક બોલીને જવાનું હોય છે. જેમાં, (૧) ઉસભસ્મ ય પારણએ, ઇફખુરસો આસિ લોગનાહસ્સ; સેસાણ ય પરમાન્ન, અમીયરસ રસોવમે આસિ. (૨) અફખીણ મહાનસિ લદ્ધિ, સંભુ જય ગોઅમો ભય; જલ્સ પાસાએણજ્જવ, સાહુણો સુત્યિયા ભરહે. આ બન્ને શ્લોક બોલીને નાસિકામાં જે તરફનો શ્વાસ ચાલતો હોય તે તરફનો પગ પ્રથમ ! મુકામ બહાર મૂકતાં શ્વાસ નીચો મૂકવાનો. ત્યાર બાદ ગોચરી માટે પ્રયાણ કરવાનું. પ્રથમ શ્લોકમાં ચોવીશ તીર્થંકર પરમાત્માને યાદ કર્યા. બીજો શ્લોક એકલા ગૌતમ | ગણધરનો. સાધુને માટે જાણે દીવાદાંડીરૂપ શ્લોક છે. રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ – અનેક સંયમીઓની વિકાસકૂચ અટકાવનારા આ ત્રણે ગારવ ઓછા કરવા કે નાશ કરવામાં ગણધરો ગૌતમનો આ શ્લોક ઘણું મહત્ત્વનું કાર્ય કરે છે. ગોચરીમાં ગમે તેવી રસ-કસવાળી વસ્તુઓ આવે, ગમે તે પ્રમાણમાં આવે, વાપર્યા પછી શાંતિથી પાચન થાય, કોઈ રોગ ન આવે છતાં જીભ કયાંય ન સળવળે તેમ કરવું હોય, મારી પુન્યવાની કેવી કે મને ગમે તે ખાવામાં આવે તે પચી જાય, આવા કોઈ પણ પ્રકારના ગારવથી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy