SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪ ] [મહામણિ ચિંતામણિ સુધી ઇન્દ્રભૂતિ ગૌતમે મહાવીરસ્વામીને જોયા નહોતા અને તેઓના આધ્યાત્મિક-વીજચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશ્યા નહોતા ત્યાં સુધી તેઓ ભગવાન મહાવીરને પણ વાદ-વિવાદમાં જીતી, પોતાની વિજયપતાકા સમગ્ર વિશ્વમાં લહેરાવવાની ખ્વાહિશ ધરાવતા હતા. પરંતુ જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજતા હતા, એ સમવસરણની નજીક આવતાં જ, દર્શન થતાં જ ભગવાન મહાવીરને જીતવાનાં તેઓનાં અરમાનોના ચૂરેચૂરા થઈ જાય છે, અને પોતે જ ભગવાન મહાવીરના ધ્યાનમાં ખોવાઈ જાય છે, અને આ રીતે ધ્યાનમૂર્વ મુરતિઃ પદ યથાર્થ બને છે. ' કહેવાય છે કે તીર્થંકર પરમાત્મા જ્યારે ધમપદેશ આપતા હોય છે, ત્યારે બાર-બાર યોજન દૂરથી મનુષ્યો અને પશુ-પક્ષીઓ તેમનો ઉપદેશ સાંભળવા આવે છે. અર્થાત્ તેઓનું વીજચુંબકીય ક્ષેત્ર બાર-બાર યોજન સુધી વિસ્તરેલું હોય છે. આજના યુગમાં શારીરિક રોગોને દૂર કરવા જેમ એક્યુપંચર, એક્યુપ્રેસર, રંગચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમ ચુંબકીય પદ્ધતિ (મેગ્નેટો-થેરપી)નો પણ ઉપયોગ થાય છે. આ જ વાત ત્રિલોકગુરુ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની કેવળી અવસ્થાના વર્ણન ઉપરથી ફલિત થાય છે. તેઓનું જૈવિક વીજચુંબકીય ક્ષેત્ર એટલું પ્રભાવશાળી હતું કે તેઓ જ્યાં-જ્યાં વિહાર કરતા તે-તે ક્ષેત્રમાં વિહાર દરમિયાન લોકોના રોગ દૂર થઈ જતા અને વિહાર પછી છ-છ મહિના સુધી કોઈ રોગ થતા નહોતા. કોઈને પરસ્પર વૈરભાવ રહેતો ન હતો અને તેઓના પ્રભાવથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સ્વરૂપ દુકાળ પણ પડતો નહોતો. જાણે છે કે તેઓએ આ બધા ઉપર હિપ્નોટિઝમ (મૅમેરિઝમ) ન કર્યું હોય! વસ્તુતઃ તીર્થકરોના જીવનના આ બધા અતિશયો સવિશેષ પરિસ્થિતિઓ) કોઈ ચમત્કાર નહોતા, પરંતુ તેઓના આત્મા ઉપરથી કર્મનાં આવરણો દૂર થવાથી પ્રાદુર્ભાવ પામેલી આંત્મશક્તિના ચુંબકીય ક્ષેત્રનો જ પ્રભાવ હતો, એમ નજીકના ભવિષ્યમાં પશ્ચિમના વિજ્ઞાનીઓ સિદ્ધ કરે તો નવાઈ પામવા જેવું નથી. ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીર સ્વામી પાસેથી પોતાની આત્માના અસ્તિત્વ વિષેની અરૂપી શંકાનો જવાબ મળતાં, પોતાનું જીવન ' ગુરુચરણે સમર્પિત કરી પૂનામૂર્ત પુરો પાડી પદને ચરિતાર્થ કરી બતાવ્યું. અને જ્યારે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર ગણધરોને પ્રવ્રયા (દીક્ષા) આપે છે, ત્યારે ભગવાન પોતે સુગંધી ચૂર્ણ (વાસક્ષેપ), ઈન્દ્ર મહારાજાએ ધરી રાખેલા સુવર્ણથાળમાંથી લઈને અગિયાર ગણધરોના મસ્તક ઉપર નાખી આશીર્વાદ આપે છે અને એ આશીવદિ દ્વારા પોતાના કેવલજ્ઞાન રૂપી જ્ઞાનના પ્રકાશનો અંશ શિષ્યોમાં પ્રગટાવે છે. એનાથી શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ કહેલાં માત્ર ત્રણ વાક્યો–(૧) ઉપૂઃ વા (૨) વિગડુ વા (૩) ઘુવેક્ વા (જેને જૈન પરિભાષામાં ત્રિપદી કહેવામાં આવે છે.)ના આધારે સંપૂર્ણ દ્વાદશાંગી (બાર અંગ) અને ચૌદ પૂર્વ જેવા મહાન ગ્રંથોની તેઓ રચના કરે છે. આમ ગુરુના શબ્દ સ્વરૂપ ત્રિપદી, મંત્રસ્વરૂપ બને છે અને એ રીતે મંત્રમૂર્ત પુરોવચં પદ ચરિતાર્થ થાય છે. - ૨. તે સમયના ગૌતમસ્વામીના મનોમંથનનું શબ્દચિત્ર જૈન ધર્મગ્રંથો શ્રી કલ્પસૂત્ર 8ા અને શ્રી આવશ્યકસૂત્ર ટીકા વગેરેમાં પ્રાપ્ત થાય છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy