SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૪ ] [ મહામણિ ચિંતામણિ કવિ-જન-હૃદયમાં ઊછળતા ભક્તિરસન્તરંગોના અધિષ્ઠાતા ગુરુ ગૌતમસ્વામી –૨ પૂ. આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મહારાજ પ્રભુ વીરના અનન્ય કૃપાપાત્ર હતા. જેમના અંગૂઠે અમૃતનો ભંડાર ભર્યો હતો... ભગવતીસૂત્ર સાંભળતાં ૩૬ હજાર વાર જેમનું નામ આવતાં પેથડ મંત્રીએ તેટલી જ સોનામહોરોથી પૂજન કર્યું હતું, જે કવિ-જન-હૃદયમાં ઊછળતા ભક્તિરસતરંગોના અધિષ્ઠાતા હતા, એવા ભગવાન ગૌતમસ્વામીનું શબ્દચિત્ર સાહિત્યના સથવારે અત્રે આપ્યું છે વિદ્વાન આચાર્યશ્રીએ! કોઈ પણ વિષય પર પૂ. આચાર્યશ્રીની અભિવ્યક્તિ અસરકારક અને મર્મસ્પર્શી રહી છે. પ્રવર્તમાન પ્રશ્નો અને સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને સુલઝાવવાની તેમની દૃષ્ટિ વ્યાપક, વેધક અને સચોટ હોય છે. પૂ. શાસનસમ્રાટુ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની જીવનકથા આલેખવાનું મંગળ કાર્ય પૂજ્યશ્રીના હાથે થયું હતું. આ લેખ નિરાંતે વાંચજો અને વધારજો બહુમાન-ભાવ. -સંપાદક ભારતીય જનસમાજ ઘણા પ્રાચીન કાળથી ભક્તિતત્ત્વને વરેલો છે. ભક્તિ એ જાણે એનો જીવન-ધબકાર છે. ભક્તિ વિનાનું જીવન ભારતીય માનવને મન, મીઠા વગરની દાળ સમું છે. ભક્તિના આ લાવણ્યમય તત્ત્વની ભેટ ભારતીય માનવને આર્યોની ધર્મસંસ્કૃતિ તરફથી મળી છે, એમ કહી શકાય અને એટલે જ આર્ય સંસ્કૃતિનું મૌલિક સૌંદર્ય ભારતના ભક્તિ-ઉત્સવોમાં મુક્તપણે નીખરતું જોવા મળે છે. એ ભક્તિમાં જ્યારે શ્રદ્ધાનું તત્ત્વ ભળે છે ત્યારે તો એ ભક્તિ સાકરના મિશ્રણવાળા ગાયના શેડકઢા દૂધ જેવી મીઠી લાગે છે. ભક્તિ અને શ્રદ્ધાનું સુભગ મિશ્રણ, માત્ર ભક્તિ કરનારને જ નહીં, પણ એને જોનાર અને માણનારને પણ ઘડીભર ડોલાવી જાય છે. સામાન્ય રીતે, જેટલો કાળ આર્યસંસ્કૃતિનો તેટલો જ કાળ આ “ભક્તિતત્ત્વનો પણ માનવો જોઇએ. જન-પરિભાષાનો કાલ્પનિક ઉપયોગ કરીએ તો “ભક્તિ અને સંસ્કૃતિ' આર્ય-માનવના સહભાવી પયયો છે. અલબત્ત, કાળભેદે એ બંનેની માત્રામાં વધઘટ થઈ હોવાનું ઇન્કારી ન શકાય. અહીં બહુ દૂરની વાત નહીં કરીએ; પણ, આજના ઇતિહાસવિદો કહે છે કે જ્યારથી પુષ્ટિમાર્ગ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એટલે કે છેલ્લાં ૫00 વર્ષમાં, જન-સમાજમાં ભક્તિનું એક જોશીનું મોજું ફરી વળ્યું, અને ઉત્તરોત્તર વધતું જ રહ્યું. ભારતના વિવિધ સંપ્રદાયો પણ એની અસરથી બાકાત ન રહ્યા, તો કવિની કવિતામાં
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy