SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૩૫ શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની બાબતમાં પણ અને અન્ય ગ્રંથોમાં ઠેર-ઠેર પુણ્ય સ્મરણ કરવામાં આવ્યું છે. પ્રવચન સારોદ્ધારના આઠમા દ્વારમાં તથા સમવાયાંગ સૂત્રમાં તેઓની નિમ્નલિખિત વિશેષતાઓ દર્શાવી છે : 'स्वनाम ख्याते महावीरस्य प्रथम गणधरे प्रथम गणनायके प्रथम शिष्ये.....' શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વનામખ્યાત હતા અથત તેઓનું નામ સર્વત્ર પ્રસિદ્ધ હતું. તેઓ ભગવાન || મહાવીરના પ્રથમ ગણધર અને પ્રથમ ગણનાયક હતા તથા તેઓ તેમના પ્રથમ શિષ્ય પણ હતા. શ્રી કલ્પસૂત્ર તેમ જ શ્રી વિપાકસૂત્રમાં આ તથ્યને સ્પષ્ટ કરતાં લખ્યું છે : ‘સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય જેઠે અન્તવાસી ઈન્દભૂઈ અણગારે ગોયમસ્ત ગુણે...' શ્રી ઇન્દ્રભૂતિ અણગાર શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અન્તવાસી અથાત્ સૌથી મોટા | શિષ્ય હતા અને તે ગૌતમ ગોત્રના હતા. ચન્દ્રપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં ઉલ્લેખ છે કે, જિણ વીરસ્સક્કકારસ પઢમો સે ઈન્દભૂઈ યતિ સામેણ ઇન્દભૂઈ તિ ગોયમે વંદિઊણ તિવિહેણ...” ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પ્રથમ ઇન્દ્રભૂતિ યતિ હતા. થેરેણે ઈન્દભૂઈ બાણઉઇ વાસાઈ સવ્વાઉચું પાઇત્તા સિદ્ધ બુધે.’ વયોવૃદ્ધ, સંયમવૃદ્ધ તેમ જ જ્ઞાનવૃદ્ધ શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમે ૯૨ વર્ષની લાંબી ઉમરનો ઉપભોગ કરીને સિદ્ધત્વ અને વૃદ્ધત્વને પ્રાપ્ત કર્યો. 'स्थविर इन्द्रभूति महावीरस्य प्रथम गणनायकः । स च गृहस्थपर्याय पंचाशतवर्षाणि, त्रिशछद्मस्थपर्याय, द्वादशं केवलीपर्यायं पालयित्वा सिद्ध इति सर्वाणि द्विनवति इति । સ્થવિર ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરના પ્રથમ ગણનાયક હતા. તેઓ પચાસ વર્ષ સુધી ગૃહસ્થ પર્યાયમાં, ત્રીસ વર્ષ સુધી છદ્મસ્થ પર્યાયમાં અને બાર વર્ષ સુધી કેવલ પયયિમાં રહ્યા. આ પ્રમાણે બાણું વર્ષ સુધી ઉત્તમ દેહમાં સ્થિત રહ્યા. આ પ્રમાણે પરમ શ્રદ્ધેય, હરહંમેશ વંદનીય તેમ જ સ્તવનીય પરમાત્મા શ્રી વર્ધમાન- સ્વામીના પ્રથમ ગણધર શ્રીમદ્ ગૌતમસ્વામીના પવિત્ર ચરિત્રનું ગાન વિવિધ ગ્રંથાગમોમાં કરવામાં આવ્યું છે. પરમાત્મા સાથે તો તેમનો જન્મ-જન્માંતરથી આત્મીય, અવિચ્છિન્ન તથા અવિહડ સ્નેહસંબંધ હતો. એ જ કારણે સંસારના માર્ગમાં વારંવાર બંનેનું મિલન થયું છે. પોતાનો સ્નેહ- સંબંધ અક્ષણ રાખવામાં સંપૂર્ણ સફળતા તેઓને પોતાના અંતિમ ભવમાં જ પ્રાપ્ત થઈ. પ્રભુએ જ્યારે સ્વસ્થાન પ્રતિ પ્રયાણ કર્યું ત્યારે તે સમયે તેઓએ ગૌતમને પણ સ્વસ્થાનનું જ્ઞાન કરાવવા માટે પોતાનાથી દૂર રાખ્યા અને તેમને સ્વસ્થાનનું જ્ઞાન કરાવ્યું અર્થાત્ તે જ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીજીએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે | જતાં સાદિ અનંતની સ્થિતિમાં સદા સર્વદાને માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું. :: B ERNAMA ....... ... ................. .. . ..
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy