SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૨૩. જ્યાં જ્યાં નજર મારી ફરે, ગૌતમ દેખું ]િ આતમ ઠરે!! -. અચલગચ્છાધિપતિ, આ. ભ. શ્રી કૃષ્ણોદયસાગરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન H. ગણિવર્ય શ્રી વીરભદ્રસાગરજી મ. સા. “દિવ્યભા;” ૐ નમો જંબૂઢીપે દ્વીપે” નામક સૂત્રમાં પ્રાતઃ સમયે પ્રતિક્રમણ વેળાએ શ્રમણ હોય કે શ્રમણી કે શ્રાદ્ધવર્યો માન્ન માવાન વીરો, મંતમ્ ગૌતમ: પ્રમુ: –નું પાવન નામ લઇ પ્રાતઃ સમયને સ્વાત્માને ધન્ય બનાવી દે છે. અને ગૌતમ નામોચ્ચાર સાથે પોતાનાં દુષ્કર્મોનો ખાત્મો બોલાવી દે છે. “ગૌતમ' શબ્દનો અર્થ જાણવા જેવો છે. સંસ્કૃત વ્યાકરણના તદ્ધિત સૂત્રાનુસાર જે માવસ્ય જ “ત” પ્રત્યય જોડવાથી પૂર્ણ નૌતમ શબ્દ બન્યો.... ગો એટલે વાણી ! તમન્ એટલે અંધકાર ! હા, તિમિર... અજ્ઞાનતાનો, અવિનયતાનો, મોહ-મદ-માયા-ઈષનો અંધકાર જન જનમાં, ઘટ ઘટમાં જનમોજનમથી સંસ્કારિત છે, ઠાંસીઠાંસીને ભર્યો છે. દુઃખ, દરિદ્રતા, અપુન્યતા (બૅડ લક) અપેક્ષાએ અંધકારનું વરવું સ્વરૂપ છે. દુઃખ કોને ગમે? સંત-મહંતને પણ દુઃખ ગમે ? ના....તો બસ... દુઃખાદિ અંધકારના પર્યાયવાચી શબ્દો છે ! માટે જ સ્તો “ગૌતમ નામે શિવ-સુખસાર !” હું ગૌતમનો બહુ ચાહક છું...ગૌતમમાં ઓવારી ગયો છું ! ગૌતમ ગુરુવરનું નામ હૈયે-હોઠે ઊભરાય ને સાડાત્રણ કરોડ રોમરાજિ મારી વિકસિત થઈ જાય છે. જેના શાસનમાં, મંત્ર-તંત્ર-યંત્રમાં ગૌતમનું પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે...ગૌતમના મંત્રજપથી દિન-પ્રતિદિન...સાગરની ભરતીની જેમ...સાધકને ચારે દિશામાંથી... રિદ્ધિ-સિદ્ધિ-આત્મકલ્યાણની લબ્ધિઓ વરે છે...! સૂરિમંત્ર કલ્પની પીઠિકામાં, વર્ધમાન વિદ્યામાં ગૌતમનું અનેરું સ્થાન છે...ગૌતમના નામ વગર સૂરિમંત્ર કલ્પ અધૂરો ગણાય ! શે ગુણલા ગાઉં ગૌતમનાં? દુઃખના અંધકારમાંથી મુક્ત થવું હોય તો ગૌતમને કાપિ ભૂલતા નહીં! ગૌતમને નહીં ભૂલો તો સુખમાં ઝૂલ્યા વિણ રહેશો નહીં! અને સંસારમાં ગોથાં ખાવાના દિવસો આવશે નહીં. ગૌતમ-કેવું મધુર નામ? અરે આશ્ચર્યનું આશ્ચર્ય એ થાય છે કે “પ્રભુ વીરના મુખેય ગોયમ સમયે મા પમાયા! ભગવતીસૂત્રના ૩૬ હજાર શ્લોકમાં પદે પદે “યમ”નું નામ ગુંજી રહ્યું છે. એ મહાપુરુષ લબ્ધિના ભંડાર! વિનયના વારિધિ ! શક્તિના સ્ત્રોત ! કરુણાના કાવેરી ! એતરના આબુ જેવા શીતલ! ભગવાન વીર વિભુના અનન્ય, અજોડ ઉપાસક ગૌતમ! જૈનશાસનની અંદર સર્વ સંપ્રદાયના નિર્વિવાદ રીતે ઉપાસ્ય હોય, સાધ્ય હોય, સાધકો માટે સિદ્ધિદાયક હોય તો ગૌતમ ! અહો ! એમનું જિલ્લા ગ્રે નામ રમે અને હૈયામાંથી ગૌતમ પ્રત્યે પ્રેમોર્મિ ઊછળે ! ગૌતમ એક એવી અનોખી, અનુપમ શક્તિશાળી વ્યક્તિ કે એમનું નામ લઇ, જિંદગીમાં જે લાઇનમાં સફળતા મેળવવી હોય એ કક્ષાએ પૂર્ણ સફળતા મેળવી શકાય ! હા, ખાતરી-ગેરંટીપૂર્વક કહી શકું છું. પણ એક શરત..ગૌતમમાં ઓળઘોળ થવું પડે! ગૌતમમાં પૂર્ણ સમર્પિત થવું પડે ! ગૌતમની સાધનાયે કરવી પડે! વિદ્યાર્થીને વિદ્યા ન આવડતી હોય,–ચડતી ન હોય, દિમાગ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy