SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] શ્રીમદ્ રાજચંદ્રની વિચારધારાના પરિપ્રેક્ષ્યમાં ગણધર ગૌતમ : એક વિહંગાવલોકન [ ૬૧૯ –ડૉ. ઘનશ્યામ ત્રિ. માંગુકિયા જ્ઞાનનો મહિમા અપરંપાર છે. એટલે તો અંતિમ અને અગ્રિમ અવસ્થા ‘કેવળજ્ઞાન'ની કહી છે. ધર્મપુરુષો, મહા તપસ્વીઓ આ દર્શન પામ્યા પછી તેઓના જીવનમાં ડગલે ને પગલે આ સમ્યક્ જ્ઞાનનાં દર્શન થતાં હોય છે. એ માટે કોઇ મોટી ઘટનાની જરૂર રહેતી નથી. નાની નાની, સામાન્ય ઘટના ઘટતી હોય કે સર્વસાધારણ વાતચીત થતી હોય—સૌમાં જ્ઞાની પુરુષની આભા ઝળકી ઊઠે છે. શ્રી માંગુકિયાએ અહીં ગૌતમસ્વામીની એ મહાનતાને સામાન્ય પ્રસંગોમાં કે સમક્ષ માનવીઓ વચ્ચે મૂકી આપી છે. એ દૃષ્ટિએ આ લઘુલેખ તપાસવા જેવો છે. -સંપાદક ભગવાન મહાવીરના ગણધરોમાં ગૌતમ અગ્રેસર ગણધર હતા. ગૌતમસ્વામીએ જેમને બોધ આપ્યો હતો તે શિષ્યોમાં સૌ કેવળજ્ઞાન પામ્યા હતા. છતાં ગૌતમ પોતે હજી કેવળજ્ઞાનથી વંચિત હતા તેનું મૂળ કારણ અને મુખ્ય કારણ એ હતું કે, તેમને ભગવાન મહાવીરના અત્યંત સુંદર, સપ્રમાણ, સૌષ્ઠવપૂર્ણ, આકર્ષક, માંસલ, સુચારુ અંગોપાંગો, અતીવ સુંદરતમ વર્ણલીલા, અમૃતમય કર્ણપ્રિય અલૌકિક અદ્ભુત વાણીશક્તિ; અપાર રૂપરાશિમાં અને એકેએક બાબતમાં ખૂબ જ મોહિની હતી. જ્યારે નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. કેમ કે, રાગ એ મોહિની છે અને મોહિની એ જ સંસાર છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહિ ત્યાં સુધી તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નહીં! શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા તે વેળા ગૌતમ નગરમાંથી આવતા હતા—આવી રહ્યા હતા. ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ-વચન બોલ્યા : ‘હે મહાવી૨ ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યો પણ નહીં. મારી પ્રીતિ સામે તમે દૃષ્ટિ પણ કરી નહીં! આમ તમને છાજતું ન હતું !' એવા તરંગો કરતાં કરતાં તેમનું લક્ષ ફર્યું ને તેઓ નિરાગ શ્રેણીએ ચઢ્યા. ‘હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નિરાગી, તેઓ મારામાં કેમ મોહિની રાખે? એમની દૃષ્ટ શત્રુ અને મિત્ર પર કેવળ સમાન હતી. હું એ નિરાગીનો મોહ મિથ્યા રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે.’ એમ વિચારતાં વિચારતાં તેઓ શોક ત્યજીને નિરાગી થયા. આથી તેમને અનંત જ્ઞાન પ્રકાશિત થયું. અને પ્રાન્ત નિર્વાણ પામી મોક્ષે પધાર્યા. ગૌતમમુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy