SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૧૭ ઇન્દ્રભૂતિ ગૌતમ ગૃહસ્થાશ્રમમાં મગધ દેશના ગોબરગાંવ નિવાસી ગૌતમ ગોત્રના બ્રાહ્મણ વસુભૂતિના જ્યેષ્ઠ પુત્ર હતા, એમની માતાનું નામ પૃથ્વી હતું. એમનું નામ જો કે ઇન્દ્રભૂતિ હતું પણ તેઓ પોતાના ગોત્રાભિધાન ગૌતમ એ નામે વિશેષ પ્રસિદ્ધ હતા. દીક્ષા સમયે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેમનું શરીર સુગઠિત હતું. તેઓ મોટા તપસ્વી અને વિનીત ગુરુ-ભક્ત શ્રમણ હતા. જે રાત્રિએ મહાવીરનું નિર્વાણ થયું એ રાત્રિના અંતે ઇન્દ્રભૂતિ ગૌતમને કેવલજ્ઞાન થયું અને ત્યારબાદ એ બાર વર્ષ જીવિત રહ્યા. માસિક અનશન કરી, ભગવાન મહાવીરના નિર્વાણ બાદ બાર વર્ષે તેઓ પણ નિર્વાણ પામ્યા. સંસ્કૃત ભાષાના એક શ્લોકનો કવિ ‘સુધેશે' અત્યંત કૌશલપૂર્વક અનુવાદ કર્યો અને નીચે મુજબ છંદોબદ્ધ કર્યો— ત્રૈકાલ્ય દ્રવ્ય નવ ષટ પદાર્થ-ષટ કાય જીવ ઔ લેશ્યા ષટ્ । પંચાસ્તિકાય વૃત સમિતિ-જ્ઞાન-ચારિત્ર ભેદ આદિક ઉત્કટ ।। કહ ગયે મોક્ષ કા મૂલ ઇન્હેં, ત્રિભુવન પૂજિત અરિહન્ન સ્વયં; વહ ભવ્ય કિ જો ઇન શ્રદ્ધા કરતા જીવન પર્યંત સ્વયં. ૭૮ પૂર્વોક્ત બંને પદ્ય જે શ્લોકનો આધાર છે તે શ્રુતાવતાર કથામૂલક છે અને ‘મોક્ષશાસ્ત્રની’ પ્રસ્તાવનામાં પણ પ્રકાશકો દ્વારા જોડી દેવામાં આવ્યો છે. આ અંગે પ્રસ્તુત પંક્તિઓના લેખકનો દૃઢ વિશ્વાસ છે કે શ્લોકમાં જૈન ધર્મ અને દર્શનનું રહસ્ય છુરાયેલું છે. શ્લોક પઠનીય, સ્મરણીય, મનનીય થયો છે. त्रैलोक्यं द्रव्यषट्कं नवपदसहितं जीव-षट्काय-लेश्याः पंचान्ये चास्तिकाया व्रत-समिति - गति - ज्ञान - चारित्रभेदाः । इत्येतन्मोक्षमूलं त्रिभुवनमहितैः प्रोक्तमर्हद्भिरीशैः प्रत्येति श्रद्दधाति स्पृशति च मतिमान् यः स वै शुद्धदृष्टिः ।। ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ પ્રાતઃસ્મરણીય ગુરુ-શિષ્ય છે. મહાપુરુષ મહાવીરની સંગતિ, વિચાર અને કાર્યએ ગૌતમ માત્ર ગણધર જ ન થયા પરંતુ બંનેને મંગલકારી કહ્યા એ રૂપે તેમની સમકક્ષ પણ થવાનો સોનેરી મોકો આપી જૈન સંસ્કૃતિને ય તેમણે સમજાવી. જે વિપરીત જ્ઞાન-વિજ્ઞાન ૫૨ ગૌતમ વર્ષો સુધી રીઝ્યા રહ્યા, ધાર્મિક દાર્શનિક ચેતના સમજી પઠન-પાઠન કરતા રહ્યા એને જ મહામના મહાવીરે સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રમય બનાવી દીધા. મહાવીરે પોતાના સાન્નિધ્યથી પા૨સ-પથ્થર-સદેશ ઇન્દ્રભૂતિ ગૌતમના લોખંડને સ્વર્ણ બનાવી દીધું. સંસારના હિમાલયને સિદ્ધિશિલા ૫૮ આસન્ન કરી દીધો. ઇન્દ્રભૂતિ ગૌતમના માનસને પોતાની દિવ્ય ધ્વનિમયી સત્ય, શિવં સુંરની સિરતામાં પ્રવાહિત કર્યો. એથી પણ મહાવીર પ્રથમ છે અને ગૌતમ પછી. માનવ-જીવનનાં બધાં માંગલિક કાર્યોમાં – સુખવર્ધક, દુઃખનાશક કામોમાં તિલક, પૂજન-વિવાહમાં, કાર્યની સિદ્ધિના પ્રારંભમાં આપણે મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ’ કહેવાનું ન ભૂલીએ. રક્ષાબંધન અને દીપાવલી જેવા તહેવારોમાં, પર્યુષણ-અષ્ટાલિકા-સિદ્ધચક્ર પાઠ જેવા અવસરોએ પણ પૂર્વોક્ત પંક્તિ સ્મૃતિ-પથમાં રાખીએ. આજે જ રિદ્ધિ-સિદ્ધિ,
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy