SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૧૧ અધીરતા અને બેચેની હતી ભગવાન મહાવીર પાસે પહોંચવાની અને હેતુ હતો તેઓ સાથે શાસ્ત્રાર્થ કરીને તેઓને પરાજિત કરવાનો. તેઓ પોતાના ૫૦૦ શિષ્યો સાથે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મસભા તરફ ચાલી નીકળ્યા. શ્રમણ ભગવાન મહાવીર તો અંતરમાં અને આત્માની ભીતરમાં વસતા દોષો ઉપર વિજય મેળવીને બન્યા હતા જિન, સર્વજ્ઞ, સર્વદર્શી, અહંત, પરમાત્મા અને તીર્થંકર. તેઓ હારજીતથી તેમ જ પ્રતિસ્પર્ધીના પડકારની કઠોરતાથી પર હતા. તેઓની વાણીમાં વાત્સલ્ય, વર્તનમાં મધુરતા અને વિચારોમાં ધર્મમયતા હતી. તેઓનું બળ હતું ઉત્કૃષ્ટ જ્ઞાન અને નિર્મળ ચારિત્ર. ઇન્દ્રભૂતિ ગૌતમની શંકાઓનું સમાધાન થતાં તેઓના “મનનું ઢાંકણ ખૂલી ગયું.” નિરાંતનો ભાવ અનુભવ્યો. સત્યની ઝાંખી થયાનો આલાદ થયો અને તેમાંથી કૃતજ્ઞતાનો ભાવ ઉત્પન્ન થયો. કૃતજ્ઞતા દર્શાવતાં ગૌતમે કહ્યું : “ભગવાન, આપનું કહેવું યથાર્થ છે. આપ સાચા જ્ઞાની, મહાજ્ઞાની, સર્વજ્ઞ છો. આપની કૃપાથી મારો સંદેહ દૂર થયો. હું આપની વાણીને અભિનંદું છું, | અભિવંદું છું. આદર્શ દાર્શનિક : પંડિત ઇન્દ્રભૂતિ તે જ ક્ષણે પ્રભુને સમર્પિત થઈ ચૂક્યા હતા. તેઓની વિનંતી મુજબ ભગવાને તેઓને પોતાના પ્રથમ શિષ્ય તરીકે સ્વીકાર્યા. તે દિવસથી પોતાના જીવનના અંતકાળ સુધી તેઓ ભગવાન પાસે જ રોકાઈ ગયા અને સમગ્ર શાસનભાર પોતાના પર નિભાવ્યો. ભગવાન મહાવીરના નિવણના બીજા દિવસે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાંની સાથે જ ગુરુ ગૌતમસ્વામીએ સંધનો શાસનમાર પાંચમાં ગણધર | સુધમસ્વિામીને સોંપી દીધો. પોતાની કેવળી અવસ્થામાં બાર વર્ષ સુધી ધર્મપ્રચાર કર્યા બાદ અંતમાં વીર સંવત્ ૧૨માં ગૌતમસ્વામી રાજગૃહી આવ્યા અને એક માસના અનશનથી અક્ષય સુખવાળું મોક્ષપદ પ્રાપ્ત કર્યું. પોતાના બેતાલીસ વર્ષના દીક્ષાજીવન બાદ અને ૯૨ વર્ષની આયુએ તેઓ કાળધર્મ પામ્યા. ગુર ગૌતમસ્વામીની લાંબી જીવનયાત્રા દરમિયાન બનેલા અનેક પ્રસંગો તેમ જ સંવાદોમાંથી તેમની પ્રતિભા ઊપસી આવે છે. તેઓ આપણી સમક્ષ એક અનન્ય અસામાન્ય, મંગલમય વિભૂતિ તરીકે પ્રત્યક્ષ થાય છે. તેઓની આ પ્રતિભામાં તુરત જ ઊડીને આંખે વળગે તેવી છે જે વિશેષતાઓ છે તે દ્વારા આપણે ગૌતમસ્વામીને ઓળખવાનો અને એ રીતે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો પ્રયત્ન કરીએ. ગુરુ ગૌતમસ્વામીની પ્રમુખ વિશેષતા છે તેમની દાર્શનિક પ્રતિભા. દાર્શનિક પ્રતિભા એટલે શું? આ પ્રશ્ન કોઈને પણ સ્વાભાવિક રીતે થાય. પશ્ચિમના વિદ્વાનોને જ મહત્ત્વ આપનારા વર્તમાનના કહેવાતા બૌદ્ધિકોને ખબર હશે કે, ગ્રીક તત્ત્વચિંતક પ્લેટો દાર્શનિક વ્યક્તિના ચારિત્રના ગુણોમાં ‘શાશ્વત અને સનાતન સત્યો પ્રત્યેનો અગાધ પ્રેમ, જ્ઞાનની તીવ્ર ઝંખના, સંયમીપણું, મનની વિશાળતા, સર્વ સમયની સર્વ વાસ્તવિકતાનું દર્શન કરવાની શક્તિ, મૃત્યુથી અભય, વાણી-વર્તન અને વિચારમાં સંતુલન, અને સત્ય, ન્યાય, હિંમત અને શિસ્તના સહારીપણાને મુખ્ય ગણાવે છે. ઉપરોક્ત ગુણો કોઈ પણ દાર્શનિક પ્રતિભાના છે. આ ઉપરાંત તેનામાં મેધાવી બુદ્ધિશક્તિ, અર્થઘટનની તર્કશુદ્ધ અભિવ્યક્તિ અને વિચારોની સુસંગતતા પણ જણાવાના. આ બધું આપણને ગુરુ ગૌતમમાં જોવા મળે છે. ઉપર જણાવેલા દાર્શનિક પ્રતિભાના ગુણોમાં પણ ગુરુ ગૌતમસ્વામીમાં તીવ્ર જિજ્ઞાસાવૃત્તિ અને ચારિત્રની પરિપૂર્ણતા મુખ્ય છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy