SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] T ૦૯ ભગવાનની હાજરીમાં ભાગ્યે જ લબ્ધિનો ઉપયોગ કરતા. પહેલું મંગળ વગરનું, બીજું ગૌતમસ્વામ; ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચોથું ધર્મનું ધ્યાન.” ગુરુ ગૌતમસ્વામીનો એવો ચમત્કાર હતો કે, તેઓશ્રી જે નદી કે તળાવ પરથી પસાર થાય તે પાણી કોઈ પીએ તો તેમનો રોગ ચાલ્યો જાય. તેઓશ્રી અષ્ટાપદ પર ગયા ત્યારે વજૂસ્વામીનો જીવ તિર્યકજાંબૂક તરીકે ત્યાં હતો. ગુરુ ગૌતમે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો ને પુંડરીક-કંડરીક નામનું અધ્યયન સમજાવ્યું. તેઓશ્રીની એવી ગજબની તાકાત હતી કે તેના પરમાણુ લઈ તિર્થંકજભૂક દેવલોકમાં ગયા, ને તે અધ્યયન રોજ ૫૦૦ વાર ગણવા લાગ્યા. ત્યાંથી આવીને સુનંદાની કુક્ષિએ વજૂસ્વામી તરીકે ઉત્પન્ન થયા. ગુરુ ગૌતમની નમ્રતા અપૂર્વ હતી. આનંદ શ્રાવકે જિંદગીભરનું અણશણ સ્વીકાર્યું. તેમને અવધિજ્ઞાન થયું. ગૌતમસ્વામી બોલ્યા, શ્રાવક ઉપર સૌધર્મ ને નીચે નરકવાસ સુધી ન જોઈ શકે. ભગવાને તેમની પાસે મિચ્છામિ દુક્કડમ્ માગવાનું કહ્યું. તેઓ ગયા ને માફી માંગી. કેવી નમ્રતા ! ઉત્કૃષ્ટ પુણ્યપુરુષના જીવનપથ પર નજર નાખતાં તેમની પાસેથી ત્રણ વસ્તુ માગવાનું મન થાય : સરળતા, નિર્દોષતા અને સમર્પિતતા. ચાર ચાર જ્ઞાનના માલિક, ૫0,000 કેવલીના ગુરુ, દ્વાદશાંગીના સ્વયં રચયિતા, ભગવાન શ્રી મહાવીરના પ્રથમ ગણધર. છતાં કેટલી સરળતા, નિર્દોષતા અને ભગવંત પ્રત્યે સમર્પિતતા! તેમના આ ગુણો આપણને પ્રેરણા કરે છે કે, ગમે તેટલા મોટા બનો, પણ બાળક જેવા સરળ અને નિર્દોષ બનો. આ ત્રણે ગુણો આપણા માટે તેમ જ જગત માટે આશીર્વાદ રૂપ બનશે. તેમનો વિનયગુણ પણ ઉચ્ચ કોટિનો હતો. તેઓશ્રીની ભગવાન પ્રત્યેની ભક્તિ અનુપમ હતી. ભગવાન કહેતા, મારો રાગ છોડી દે. પણ ભગવાન તેમને મન સર્વસ્વ હતા. ભગવાનનો નિવણિકાળ નજીક આવ્યો. ભગવાને તેમને દેવશમને પ્રતિબોધ કરવા મોકલ્યા. પાછા ફરતાં પ્રભુના નિવણિના સમાચાર સાંભળી આઘાત અનુભવ્યો. વિચારવા લાગ્યા કે, અગિયાર ગણધરમાંથી નવ મોક્ષે ગયા. હું પ્રથમ ગણધર, છતાં સંસારમાં ! અનરાધાર આંસ ચાલ્યાં. આશ્વાસન કોણ આપે ? “ગોયમ !' કહી કોણ બોલાવે ? વિરહ આકરો લાગ્યો. વિલાપ કરતાં કરતાં હે વીર ! હે વીર !” કહીને ચિંતનમાં મગ્ન થઈ ગયા. રાગદશાનું વાદળ વીખરાયું. મોહ-માયા-મમતાનાં બંધનો તૂટ્યાં. ૮૦ વર્ષની વયે, બેસતા વર્ષની આગલી રાતે તેમને કેવળજ્ઞાન થયું. તેમનો ખેદ પણ કેવળજ્ઞાન માટે થયો. બાર વર્ષ કેવલીપય પાળતાં રાજગૃહી નગરીના વૈભારગિરિ પર એક માસનું અણશણ કરી ૯૨ વર્ષે નિવણ પામ્યા. તેઓશ્રી ભગવાનને મરીચિના ભવમાં કપિલ તરીકે, વાસુદેવના ભવમાં સારથિ તરીકે અને ભગવાનના ભવમાં શિષ્ય તરીકે મળ્યા. તેમનો અહંકાર બોધને માટે, ૨.ગ ગુરુભક્તિ માટે અને ખેદ કેવળજ્ઞાન માટે થયો. “જ્ઞાનબલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનીમાં, સુરનર જહને શિશ નામે.” સર્વ વિબવારક-સર્વ વાંછિતપૂરક-શ્રી ગૌતમસ્વામિને નમોનમઃ |
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy