SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૬૦૧ | વિક્રમ સંવત પૂર્વે ૪૭૦ની આસો વદિ અમાવાસ્યાની એ રાત્રિ બે મહાન ઘટનાઓને લીધે જિનશાસનમાં અપૂર્વ મહત્ત્વ ધરાવે છે. દીપોત્સવીની એ રાત્રિના દ્વિતીય પહોરે ભગવાન મહાવીર પાવાપુરીની ધરતી પર નિવણિ પામ્યા. અમાવાસ્યાની એ રાત્રિ મહાન ધર્મપર્વ બની ગઇ. લોકોએ દીપક પ્રગટાવીને પ્રભુ મહાવીરના નિર્વાણ કલ્યાણકનું બહુમાન કર્યું. એ જ રાત્રિએ ઘેરા શોક, સંતાપ અને વિલાપમાં ડૂબેલ ગૌતમસ્વામીને પ્રભુ મહાવીરના ગુરુ-વિયોગની વેદનામાંથી જીવનનો નવો માર્ગ મળ્યો. રાગદષ્ટિનો પરદો હટતાં આત્મસિદ્ધિનું અમૃત પ્રગટ થયું. એ જ રાત્રિના છેલ્લા પ્રહરે ગૌતમસ્વામીના જીવનમાં કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી ગયો. કેવી અલૌકિક આ ઘટના છે! જ્યોતિમાંથી જ્યોત પ્રગટે અને સર્વત્ર અજવાળું ફેલાય એમ ભગવાન મહાવીરનું નિવસિ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનું નિમિત્ત બની ગયું. ભગવાન મહાવીરના મહાનિર્વાણના પવિત્ર સ્મરણની સાથોસાથ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો પ્રસંગ એકરૂપ બનીને ચિરસ્મરણીય બની ગયો–બાર અંગસૂત્રો દ્વાદશાંગી)ના અને ચૌદ પૂર્વના જ્ઞાનના ધારક ગૌતમસ્વામી આ સમયે સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. “અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર.” ગૌતમસ્વામીની આ પંક્તિઓ ગાઇને એનો માંગલિક ભાવ આપણા જીવનમાં ઉતારીએ છીએ. આ રીતે દીન-દુઃખિયાંના બેલી, અશરણના શરણ, વિપ્નોના નિવારક અને લબ્ધિઓના સ્વામી ગૌતમસ્વામીની સ્તુતિ કરવામાં આવે છે. ગૌતમસ્વામીની લબ્ધિ જેટલી લોકજીવનમાં જાણીતી છે એટલી વિસ્તૃતપણે ગ્રંથોમાં મળતી નથી. એમનું લક્ષ તો નિરંતર આત્મદર્શન પર જ એકાગ્ર થયું હતું. પરંતુ એમના સૌનું કલ્યાણ કરવા માટે તત્પર એવા કલ્યાણપૂર્ણ સ્વભાવને કારણે સાહજિક રીતે જ સંસારની સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટતી હતી. એમના પર્શ થતાં લોકોનાં દુઃખ દર્દ અને દીનતા દૂર થઈ જતાં. એક ઇન્દ્રિય વડે તેઓ બીજી ઇન્દ્રિયનું કામ લઈ શકતા. જેટલી સરળતાથી ધરતી પર ચાલતા એટલી જ આસાનીથી આકાશમાં ફરી શકતા. દૂર દૂર સર્જાતી ઘટનાઓને જાણી લેવી એમને માટે સાવ આસાન વાત હતી. સૂર્યનાં કિરણોને આધારે દુર્ગમ પર્વત પર જઈ શકતા. થોડાક સંકેતથી જ તેઓ ઝેરને દૂર કરી શકતા. ગૌતમસ્વામીના અંગૂઠામાં અમૃત વસતું હતું. એ અંગૂઠાનો જેને સ્પર્શ થતો તે અખૂટ બની જતો. એકવાર ચારણલબ્ધિના બળે સૂર્યનાં કિરણોને આધારે અષ્ટાપદગિરિ પર પહોંચી ગયા હતા. આવી જ રીતે મહાનસી લબ્ધિ દ્વારા એક નાનકડા પાત્રમાં રહેલી ખીરથી એમણે ૧૫૦૩ તાપસોને પારણાં કરાવ્યાં હતાં. આ લબ્ધિઓ યોગિક શક્તિને માટે જેમ પડકારરૂપ છે તેમ વિજ્ઞાનને માટે પણ પડકારરૂપ છે. પરંતુ આ બધી જ લબ્ધિઓના મૂળમાં નામના, કીર્તિ કે ચમત્કારની કોઈ કામના નથી, બલ્ક લોકકલ્યાણની ઉત્કટ ભાવના અને ધર્મપ્રવૃત્તિનો પ્રતાપ રહેલો છે. જૈન આગમગ્રંથોમાં અંગસૂત્રોને એ માટે મૌલિક લેખવામાં આવે છે કે એમાં ભગવાન | મહાવીરની કલ્યાણકારી વાણી શબ્દદેહ પામી છે. આમાં પાંચમું અંગસૂત્ર તે શ્રી ભગવતીસૂત્ર
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy