SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૯૩ સંશયો છેદાઈ ગયા. પ્રભુના ચરણે ઝૂકી ગયા. સંપૂર્ણપણે ભગવાન મહાવીરને સમર્પિત થઈ ગયા. આત્મા આબાદ થઈ ગયો. આ એટલે “હું”—એને બાદ કરતાં થતી શુદ્ધિ અને સિદ્ધિની ગૌતમને પ્રાપ્તિ થઈ. આત્મ-સ્વરૂપમાં જાગેલા એ સદ્ગુરુના સાંન્નિધ્યમાં ગૌતમને જીવંત સાધના મળી, જીવનમાં પરિવર્તન આવ્યું. જ્ઞાનનું ઘોર આવરણ અહંકાર, તે ટળી ગયો. અહંકારનું વિસર્જન થયું, નમસ્કારનું સર્જન થયું. “ઈક્કો વિ નમુક્કારો, જિણવર વસહસ્સ વદ્ધમાણસ્સ....”નો પ્રભાવ જોવા મળ્યો. ગૌતમસ્વામીને લાધેલા આ સત્યનું દર્શન કરતાં એમ થાય કે આપણે પણ આવા કયારે થઈશું? કે પછી અહંકારરૂપી અજગરના ભરડામાં આવેલો આત્મા ક્યારેય બહાર નહિ નીકળે? સદ્ભાવ અંતરમાં અડી જાય, તો સ્વભાવ પ્રગટતાં વાર નહિ. ગુરુદૃષ્ટિ આત્મા ઉપર પડી જાય તો સમ્યગદષ્ટિ ખૂલી જતાં વાર નહિ. આ સમ્યમ્ દષ્ટિ પ્રગટાવવા માટે જ ધર્મનાં સદનુષ્ઠાનો છે, અનુષ્ઠાનોની આરાધના છે. જે સાચું છે તેને સ્વીકારીને જ જીવવામાં ધર્મનો જયજયકાર છે, નહિતર હા..હા..કાર છે. સત્ ની ચાવી ગુરુ દ્વારા જ હાથમાં આવે છે, અને એ હાથમાં આવે છે ત્યારે તિજોરીના તરબતર માલની ઝાંખી થાય છે. મેળવવું છે કે થવું છે કે બનવું છે, તેના કરતાં જે છે તેને માણવું છે, એમાં જ સાચી ધર્મકલા સમાયેલી છે. આ કલાનો આરંભ પરમાત્મા તરફની પ્રીતિ-ભક્તિ કે રાગથી થાય છે. પણ આ માર્ગે આગળ વધતાં, રાગનો એક ધાગો પણ રહી જાય તો...? કેવળજ્ઞાન ન પ્રગટે. આકારમાં રહેલા નિરાકારનો અનુભવ ન થવા દે. તે આત્માની લબ્ધિથી બીજા પામી જાય, પણ પોતે રહી જાય. ગૌતમસ્વામીને કેવી લબ્ધિ મળી હશે ! કે સ્વહસ્તે દીક્ષિત ૫૦,૦૦૦ શિષ્યો કેવળજ્ઞાની થયા. શિષ્યોને કેવળજ્ઞાની થતા જોઈને પોતે રાજી થતા અને ગુરુભક્તિમાં, ગુરુસેવામાં લીન રહેતા. પોતાને પણ કેવળજ્ઞાન જેટલો લાભ માનતા. જગ-ગુરુ આ જાણતા હતા. તેથી સ્તો ગૌતમસ્વામીને પ્રતિબોધ કરવા મોકલ્યા અને પોતે પરમપદ પર આરૂઢ થયા. સિદ્ધ-બુદ્ધ બન્યા. વીરની આ વિદાય ગૌતમ માટે અસહ્ય બની. વી..૨.વી..૨ના એ વિલાપમાંથી વીરનો રાગ ગયો અને વીતરાગી બન્યા. સત્ ગુરુ શિષ્યને, શિષ્ય ન જ રાખે. પોતાના જેવો બનાવીને જ જંપે એવા ગુરુનો મહિમા કોણ બતાવી શકે ? આરોગ્યને ટકાવવા માટે ચપટી ભસ્મ પણ પૂરતી છે. જે તે ફાકીઓ ફાકવાથી કામ સરતું નથી. દેહાધ્યાસને દૂર કરવા “સત્ નું સેવન આવશ્યક છે. એનું સેવન કરનાર જ, દેહમાં રહેલી દિવ્યતાનું દર્શન કરી શકે છે. એના અંગૂઠામાં અમૃત વસે છે. લબ્ધિનો એ ભંડાર બને છે. અને જ્યારે આવું થાય છે ત્યારે, તે સહુ કોઈના વાંછિત ફળદાતાર પણ બને છે. - મન જ્યારે ગુરુને સંપૂર્ણપણે સમર્પિત બને છે, ત્યારે જીવન જીવવાનો અજબ કીમિયો હાથ લાગે છે. પ
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy