SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૮૩ (તેમ, વિશાલા)નો જીવ અત્યંત ઉત્કટતાથી લબ્લિનિધાન વ્રત કરે છે. સાથે સાથે બીજા જીવોને સુખી કરવાની ભાવના પણ તીવ્ર રહે છે. ત્રણે શીલવ્રતમાં તો એટલાં મક્કમ રીતે આગળ વધે છે કે આત્મપ્રદેશ ઉપર લાગેલા અનેક ભવોથી ભરેલી વાસનાના ભુક્કા બોલાવી દે છે. મન-વચન-કાયાથી નિર્મળ શીલપાલનપૂર્વક આગળ વધતાં અનશન કરીને ત્રણે પાંચમા દેવલોકમાં જાય છે. સ્ત્રી વેદનો છેદ. પુરુષપણું પ્રાપ્ત થયું. ત્યાં પણ બ્રહ્મચર્ય સંબંધી નિયમન. ત્યાંથી જન્મીને ત્રણે અનુક્રમે ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે પ્રકાંડ પંડિત બને છે. શ્વેતામ્બર પરંપરા : જૈનસાહિત્યમાંથી કે વૃદ્ધવાદમાંથી આવેલી વાતોમાં ગૌતમ ગણધરનો પ્રથમ ભવ મરીચિ-શિષ્ય કપિલ તરીકેનો છે. યુવાન વયે દીક્ષાની ભાવના થઈ. દીક્ષા અંગીકાર કરી. મતલબ, વાસના મંદ થયેલી હતી. ત્યાર બાદ જે પાંચ ભવો જોવા મળે છે તેમાં મંગલ શ્રેષ્ઠીના ભાવમાં સ્વદારાસંતોષ વ્રત તે જીવે અંગીકાર કર્યું. આ પણ ક્યારે બને? જ્યારે વાસના નબળી પડે. નહિતર, લાકડામાં જવાની તૈયારી હોય ત્યારે પણ જીવને સંયમ લેવાનું મન થતું નથી. ત્રીજા ભવમાં ચંડાલ, પછી માછલા, પછી જ્યોતિમલિી દેવ બને છે. પૂર્વભવના મિત્રને દેવી જોડેના અનુચિત વાસનામય સંબંધોની જાણ પણ સમજાવે છે. આ કયારે બને? સદાચાર પ્રત્યે રાગ હોય તો. એકેક ભવમાં વાસનાના સંસ્કારો તૂટતા જાય છે અને બ્રહ્મચર્ય ગુણ ખીલતો જાય છે. છતાં હજી તીવ્રતમ રીતે કોઈ ભવમાં મૈથુનસેવન ન જ જોઈએ તે દઢ બનતું નથી. હું સ્ત્રી બનું કે પુરુષ બને, પણ મને જોઈને કોઈને વાસનાવિકાર ન જાગે કે કોઈને જોઈને મને વાસનાવિકાર ન જાગે તે દઢ થયેલ નથી. પછીના ભાવમાં વેગવાન વિદ્યાધર બને છે. તેનો મિત્ર ધનબાલા નામે વિદ્યાધર-કન્યા બને છે. મૂળમાં રહેલો મિત્ર પ્રત્યેનો નેહરાગ જાગે છે. ધનબાળાનું અપહરણ કરે છે. ધનબાળાને પૂર્વભવનો સ્નેહરાગ હોવાથી વાસના જાગતી નથી. વેગવાન બળાત્કારે તેને ભ્રષ્ટ કરવા તૈયાર થાય છે. ત્યાં મંત્રી જણાવે છે, બળાત્કાર કરીશ તો તારી બધી વિદ્યા નાશ પામશે. સમજાવટથી કામ લે છે. ધનબાલા માને છે. લગ્ન કરે છે. કેટલાંક વર્ષો પછી ધનબાલા બીજા જોડે નાસી જાય છે. વેગવાન વિહ્વળ બને છે. વિદ્યાબળે જુએ છે તો દેખાય છે કે, ધનબાળા વિવિધ પુરુષો સાથે યથેચ્છ વ્યભિચાર કરતી હોય છે. તેને વૈરાગ્ય જાગૃત થાય છે. વાસના પ્રત્યે સખત નફરત થાય છે. ધનબાલા પ્રત્યે અનુકંપા જાગે છે. એ સમજે છે કે, એ જીવનો સહજ સ્વભાવ છે. તે શરીરની ભૂખ છોડે છે, માયા-મમતાનાં બંધનો છોડીને દીક્ષા અંગીકાર કરે છે. ત્યાંથી દેવલોકમાં જાય છે અને પછી ઇન્દ્રભૂતિ ગૌતમ રૂપે જન્મે છે. શ્વેતામ્બર-દિગમ્બર પરંપરાના ભવો વર્ણનથી જે જુદા પડે છે તેમાં કાંઈ અસમંજસમાં પડવા જેવું નથી. મહત્ત્વની વાત છે આ મહાપુરુષમાં “ઘોર અંભચારી વિશેષણની સાર્થકતા. દિગમ્બર માન્યતા પ્રમાણે વિષયની લાલસાથી પહેલી દુઃખદ ભવપરંપરાથી અને શ્વેતામ્બર માન્યતા પ્રમાણે પ્રથમ ઉન્માર્ગે જતા મિત્રને જોઈને વૃત્તિની ચંચળતા નાશ કરવા તરફ પ્રયાણ કરતાં છેવટે સ્વાભાવિક કામરાગના સંસ્કારો નાશ પામે છે. પરિણામે, મન છેવટના ભવમાં કેવળ અધ્યયન-અધ્યાપનમાં લીન રહે છે.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy