SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૮૧ ( બ્રહ્મચારી ગૌતમ ) -પૂજ્ય મુનિશ્રી સુધસાગરજી મહારાજ 00000000000000000000000000000000000 એક ભવની અસાધારણ ઘટના પાછળ અનેક ભવોનાં સંચિત કર્મોનાં ફળ એકત્ર થયેલાં હોય છે. ખૂબ લાંબા તપ પછી કોઈ સિદ્ધિ મળતી હોય છે. પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી “ઘોર બ્રહ્મચારી તરીકે સુખ્યાત થયા. તે ઘટના કાંઈ એક ભવમાં ઘટતી નથી. અહીં મુનિશ્રી સુધર્મસાગરજી મહારાજે ગુરુ ગૌતમના એક આ વિશેષણને લઈને તપાસ ચલાવી છે; અને શ્વેતામ્બર-દિગમ્બર પરંપરામાં આ અંગે કેવી કેવી માન્યતાઓ પ્રવર્તે છે તે ઝીણવટથી નોંધ્યું છે. અનેક ગુણવિશેષોના ધારક ગણધરના એક ગુણને અવલોકતાં પણ કેટલું સાનંદાશ્ચર્ય થાય છે! -સંપાદક જૈન જગત માન્ય-કાળ-વ્યવસ્થામાં દરેક ઉત્સર્પિણી અને દરેક અવસર્પિણીમાં સર્વોત્કૃષ્ટ પુણ્યવાનો ૨૪ હોય છે. અને આ ૨૪ પુણ્યવાનો તીર્થકરો હોય છે. આત્મા ઉપર લાગેલા અજ્ઞાનનાં તમામ આવરણો દૂર કરીને જ્યારે આ પુણ્યવાન આત્માઓ સર્વજ્ઞ-સર્વદર્શી બને છે, રાગ અને દ્વેષ સંપૂર્ણતયા ક્ષય થઈ જાય છે, ત્યાર પછી આજીવન પ્રકૃષ્ટ પુણ્યવાની હોય છે. | સર્વજ્ઞ-સર્વદર્શી બને ત્યારે ઉપદેશ દેવા માટેનો, લોકભાષામાં કહીએ તો, જે મંચ હોય તે દેવતાઓ તેમના માટે તૈયાર કરે છે. (જૈનદર્શન સંસારમાં રહેલા જીવોને ચાર ગતિમાં વહેંચ્છે ? નષ્ઠ. નારકી અને તિર્યક. સંસારમાંથી જે આત્મા મક્ત બને છે તે મોક્ષના કે સિદ્ધના જીવો કહેવાય છે.) આ મંચને જેન-પરિભાષામાં સમવસરણ કહે છે. કોઈપણ તીર્થકર સર્વજ્ઞ-સર્વદર્શી બને પછી પ્રથમ ઉપદેશ (જૈન પરિભાષામાં જેને માટે દેશના’ શબ્દ છે.) આપે કે તુરત સાંભળનારામાંથી સંસારત્યાગ કરી સાધુ બનનાર તૈયાર થાય છે. તે સાધુઓમાં કોઈ કોઈ એવા હોય છે, જેઓ દીક્ષા લઈને, ભગવાનને પ્રદક્ષિણા દઈને પૂછે છે કે, તત્ત્વ એટલે શું છે? ભગવાન જણાવે, ઉપન્નઈ વા. ભગવંતને પ્રદક્ષિણા આપીને ફરી પૂછે છે : તત્ત્વ શું છે? જવાબ મળે ઃ વિગમેઈ વા. ત્રીજી વાર પ્રદક્ષિણા આપીને પૂછે : તત્ત્વ શું છે? જવાબ હોય ? | ધવેઈ વા. આને જેનપરિભાષામાં કહે છે ‘ત્રિપદી' એટલે વસ્ત ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે અને સ્થિર રહે છે. આટલું સાંભળતાં બીજમાંથી વૃક્ષ બને તેમ, અંતર્મુહૂર્તકાળમાં તેનો વિસ્તાર એવડો કરે કે જૈનશાસ્ત્રો-આગમો-રચાઈ જાય, જેને દ્વાદશાંગી રચનાર ગણધર' કહેવાય છે. આ અવસર્પિણીમાં ૨૪ તીર્થકરોના એવા ૧૪પર ગણધરો ગણાવવામાં આવે છે. પ્રસ્તુત ગ્રંથ જેની સાથે જોડાયેલ છે તે ગણધર ગૌતમસ્વામી. જૈનજગતમાં જેનું એક વિશિષ્ટ પ્રદાન છે; વિશિષ્ટ વ્યક્તિત્વ છે. આ ગણધર ગૌતમસ્વામીના ગુણોમાં એક ગુણ છે “ઘોર અંભચારી.” ગૌતમ ગણધરમાં
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy