SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૪૭ દેવા શક્તિમાન છે પરંતુ દીવાદાંડીના તેજથી જહાજના માલમ કે નાખુદા તથા પિંજરિયાને જ નહીં, પણ જહાજ પર કામ કરતા નાના-મોટા બધાને ખડકો વિષે ખબર પડે છે તેમ જીવનમાં આવતા વિવિધ જીવો જોડે જોડાતો સ્નેહરાગ એવો જ ભયંકર છે જે જીવન-જહાજના ટુકડે-ટુકડા કરી નાંખે છે–તે યાદ કાયમ રહે અને તેવા સ્નેહરાગથી આત્મા લોપાય નહીં તે માટે ૧૪૪૨મા ગણધર ગૌતમ ઇન્દ્રભૂતિનું ઉદાહરણ અપ્રતિમ છે. શાલિભદ્રને માતા પરનો સ્નેહાગ ૩૩ સાગરોપમની જેલ સાથે નવ મહિના અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે લટકવાની સજા કરાવનાર બન્યો. ચિલાતીપુત્ર પરનો સ્નેહરાગ સુષમાને મસ્તક કપાતાં પણ આનંદદાયી રહ્યો. જીવન વ્યર્થ જનાર થયો. વાસુદેવ પરના સ્નેહરાગને કારણે બલદેવો ભાઈના મૃત્યુ પર્યંત દીક્ષા અંગીકાર કરતા નથી. ૬-૬ મહિના સુધી મૃત શરીરને, ભ્રાતૃ-સ્નેહરાગને કારણે બલદેવોએ વાસુદેવોના શબને ઉપાડીને ફર્યા કર્યાનાં દૃષ્ટાંતો છે. પરિવારના સ્નેહરાગને કા૨ણે સંયમ અંગીકાર કરવાથી અટકતા અનેક દાખલા તો વર્તમાનકાલે પણ નજરે જોવા મળે છે. પુત્રસ્નેહને કારણે પેશાબ કરેલી થાળીમાંથી ચોખ્ખું રહેલું ભોજન કરતો કોશિક કે રુધિર-પરૂવાળી આંગળી મોઢામાં લઈને પુત્રને શાંત કરવા પ્રયત્ન કરતો શ્રેણિક આ સ્નેહરાગની પૂર્ણ અસરનાં દૃષ્ટાંતો છે. આવા અનેક સ્નેહરાગની તીવ્ર વિષ સમાન વાતમાં ગૌતમ ગણધરનો સ્નેહરાગ જીવનમાં જે ધોબીપછાડ ખવરાવનાર બન્યો તે વિચાર કરતાં ચક્કર આવે તેમ છે. ગૌતમ ગણધર જેને-જેને દીક્ષા આપે તેને-તેને કેવલજ્ઞાન થયા કરે છે તેમાં શાલ-મહાશાલનો પ્રસંગ બને છે. ભગવંત મહાવીરની આજ્ઞાથી એ શાલ-મહાશાલને પ્રતિબોધ કરવા જાય છે. સંસારની ભયંકરતા સમજાવે છે. રાગ-દ્વેષની વિનાશકારિતા સમજાવે છે. શાલ-મહાશાલ પ્રતિબોધ પામે છે. દીક્ષા અંગીકાર કરે છે. દીક્ષા બાદ જગદ્ગુરુ મહાવીર ભગવંત પાસે આવતાં જેમના હૈયામાં રાગ-દ્વેષની અનર્થકારિતા ઊતરેલી છે તેવા શાલ-મહાશાલ શુક્લધ્યાનની અગ્નિમાં ઘાતીકર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. સમવસરણમાં પહોંચીને ભગવંતને વંદન કરવા જણાવે છે, કે ભગવંત બોલે છે, “હે ગૌતમ ! કેવલીની આશાતના કરીશ નહીં.” ગણધર ગૌતમને આંચકો લાગે છે. હું દીક્ષા આપું તેને કેવલજ્ઞાન થાય છે અને મને જ નથી થતું, એમ કેમ ? જગતને રાગ-દ્વેષની ભયાનકતાનું ભાન કરાવવાની સમર્થ શક્તિ ધરાવનારો ૧૪ પૂર્વનો સ્વામી પોતાની જાતને રાગથી છોડાવી શકતો નથી; પોતાની રાગ-દશા જોવા-સમજવા તૈયાર નથી, તો છોડે કેવી રીતે ? કેવી કરુણતા છે ! દ્વાદશાંગીનો રચયિતા કસ્તુરી મૃગ જેવી સ્થતિમાં ? સ્નેહરાગની કેટલી બધી વિશાળ પકડ છે ! ખેદવાળા ગૌતમ ગણધરને દેવતાની વાતો કાને પડે છે, “ભગવંતે ફરમાવ્યું કે જે મનુષ્ય સ્વ-લબ્ધિથી અષ્ટાપદની યાત્રા કરે તે તે જ ભવમાં કેવલજ્ઞાન પામે.” પોતાનું કેવલજ્ઞાન નિશ્ચિત કરવા વીર પ્રભુની આજ્ઞા માંગે છે : હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તો હું અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા પ્રયાણ કરું ? ભગવંત પોતાના જ્ઞાનથી જાણે છે અને જુએ છે કે આમાં અનેક આત્માઓનો ઉદ્ધાર રહેલો છે. રજા આપે છે. ગૌતમસ્વામી અષ્ટાપદ જઈ રહ્યા છે ત્યારે ઉપવાસને પારણે ઉપવાસ કરનાર ૫૦૦ તાપસનું એક વૃંદ અષ્ટાપદની પ્રથમ મેખલામાં આગળ ચાલવાને અશક્તિમાન હોવાથી રહેલું છે. છઠ્ઠને પારણે છઠ્ઠ કર૨નાર ૫૦૦ તાપસનું જૂથ બીજી મેખલામાં અટકેલું છે. અઠ્ઠમને પારણે અઠ્ઠ કરનાર ૫૦૦ તાપસનું જૂથ ત્રીજી મેખલામાં અટકેલું છે. તપથી કાયા શોષાઈ ગઈ છે. આવતા ગૌતમ ગણધરને જોઈને ત્રણે જૂથના તાપસોને એક
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy