SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ ] [ મહામણિ ચિંતામણિ તાપસોએ તેમની લબ્ધિ, સિદ્ધિ અને રિદ્ધિ જોઈને તેમને પોતાના ગુરુ બનવાનું કહ્યું ત્યારે ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને દીક્ષા આપી. જ્યારે ભોજનવેળા થઈ ત્યારે ગૌતમસ્વામીએ પૂછ્યું કે આજે તમે તમારા તપનું પારણું કેવા આહારથી કરશો ? ત્યારે બધાએ ખીરનું પારણું કહ્યું. તેથી તેમણે લબ્ધિના બળે પંદરસો તાપસીને પેટ ભરીને ખીરનું પારણું કરાવ્યું. ગૌતમસ્વામી તપસ્વી હતા. તેઓ છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા કરતા હતા અને કાયાની માયાથી મુક્ત રહીને દેહને દામું આપવા ખાતર લુખ્ખોસુક્કો, રસ-કસ વગરનો, સાદો નિર્દોષ આહાર લેતા હતા. જ્યારે ભગવાન મહાવીર પાવાપુરીમાં નિર્વાણ પામ્યા ત્યારે ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કરી પાવાપુરી આવી રહ્યા હતા. તેમણે અડધે રસ્તે જ આ આઘાતજનક સમાચાર સાંભળ્યા. જાણે કમળપુષ્પ પર વજ્રાઘાત થયો. એમનું રોમ રોમ બેહોશ અને બેચેન થઈ ગયું. એમની વાચા હરાઈ ગઈ. એમના અંતરની વેદનાને કોઈ અવધિ ન રહી. અને પછી તેઓ પોતાની જાતને ધિક્કારવા લાગ્યા કે, “મારી રાગદષ્ટિને દૂર કરવા જ કરુણાસાગર ભગવાને અંત સમયે પોતાની પાસેથી અળગો કર્યો અને મારા જીવનને મારી મેળે અજવાળવાનો માર્ગ મને બતાવી દીધો. આ પણ મારા ઉપર ભગવાનનો કેવો મોટો અનુગ્રહ ! હું અબૂઝ એ સમજ્યો નહિ, ને પ્રભુને દોષ દેવાના મહાદોષમાં પડી ગયો ! ક્ષમાશ્રમણ ભગવાન મારા આ દોષને ક્ષમા કરશો. અને એ પશ્ચાત્તાપ અને આત્મનિરીક્ષણના તાપમાં ગૌતમસ્વામીનાં મોહ-માયા-મમતાનાં શેષ બંધન પળવારમાં ભસ્મ થઈ ગયાં. એમનો આત્મા પૂર્ણ નિર્મળ બની ગયો અને એમના જીવનમાં કેવળજ્ઞાનનો દિવ્ય પ્રકાશ વ્યાપી વળ્યો ! - જ્યોતથી જ્યોત પ્રગટે એમ ભગવાન મહાવારનું નિવણ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનું નિમિત્ત બની ગયું. કારતક વદ અમાવાસ્યાની રાત્રીનો છેલ્લો પહોર ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનથી પ્રકાશમાન થઈ રહ્યો. બાર અંગસૂત્રી (દ્વાદશાંગી)ના અને ચૌદ પૂર્વના ધારક ગૌતમસ્વામી તે દિવસે સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા. વિક્રમ પૂર્વે ૪૭૦મા વર્ષની આ ઘટના. આજે અઢી હજાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં, છતાં એ ઘટના સ્ટેજે ઝાંખી બની નથી. ભગવાન મહાવીરના મહાનિવણના પુણ્યસ્મરણની સાથે ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો પ્રસંગ એકરૂપ બનીને સદા સ્મરણીય બની ગયો ! કેવળજ્ઞાન પછી બાર વર્ષ સુધી ગૌતમસ્વામી પૃથ્વીને પાવન કરતા રહ્યા અને ! ગામ-નગરોમાં વિચરી ભગવાનના શાસનની પ્રભાવના કરતા રહ્યા. કાળ પાકે ને ફળ-ફૂલ-પાંદડાં ખરવા લાગે. સમય આવે ને નદી-સરોવરનાં નીર સુકાવા લાગે. એવું જ દેહનું સમજવું. ગૌતમસ્વામી પોતાની કાયાનો વિશ્વના જીવોના કલ્યાણ માટે નિરંતર ઉપયોગ કરતા રહ્યા. છેવટે, બાણું વર્ષની પરિપક્વ વયે તેમણે રાજગૃહ નગરમાં વૈભારગિરિ ઉપર કાયાની
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy