SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૩૧ મહાજ્ઞાની ગૌતમસ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું, “હે આનંદ ! શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરું, પણ આટલું દૂરગ્રાહી થાય નહીં. માટે તમારે ભ્રાન્તકથનનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.” આનંદે કહ્યું, “હે પ્રભુ! મને શ્રદ્ધા છે કે મેં સત્ય વચન જ કહ્યું છે. છતાં આપ પરમ કૃપાળુ વીર ભગવંતને પૂછજો.’ ગુરુ ગૌતમસ્વામી ભગવાન વીર પાસે આવે છે. ભગવાન કહે છે, “હે ગોયમ! આનંદ શ્રાવક સાચા છે. માટે તમારે તમારા બ્રાન્તકથન માટે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. તે માટે આનંદ શ્રાવક પાસે જઈ ક્ષમા માગવી જોઈએ.” મહાજ્ઞાની, પરમાત્માના પ્રથમ ગણધર, દ્વાદશાંગીના રચયિતા, અનેક શિષ્યોના સ્વામી એવા ગૌતમસ્વામી જ પણ અભિમાન રાખ્યા વગર તરત જ પાછા આનંદ શ્રાવક પાસે જાય આનંદ શ્રાવક સમક્ષ બે હાથ જોડી પોતાના બ્રાન્તવચન બદલ મિચ્છા મિ કુંડે માંગે છે. કેવી ભવ્ય નમ્રતા ! પ્રભુની સેવા એ તો ગૌતમસ્વામીને મન જીવનસર્વસ્વ હતું. અનેક લબ્ધિઓના સ્વામી હોવા છતાંય સદાય એક નાનકડા શિષ્યની માફક પરમાત્માની નિરંતર ભક્તિ કરતા હતા. સર્વજ્ઞ ભગવાન મહાવીર પર ગણધર ગૌતમને અનન્ય અનુરાગ હતો. આ અનુરાગ કેવળજ્ઞાન થવામાં અવરોધરૂપ હતો. પરમાત્મા વીરને પોતાના નિવણસમયની ખબર હોવા છતાં, ગૌતમસ્વામીને બ્રાહ્મણ દેવશમનેિ પ્રતિબોધવા માટે મોકલ્યા. ગૌતમસ્વામી દેવશમનેિ પ્રતિબોધીને પાછા ફરે છે ત્યારે રસ્તામાં જ તેમને સમાચાર મળે છે કે, પરમાત્મા વીર નિવણિ પામ્યા છે. સાંભળતાં જ ગૌતમસ્વામી ચોધાર આંસુએ રડવા લાગ્યા. હે વીર ! હે વીર ! હે સ્વામી !હવે હું કોના ચરણકમળમાં મારું મસ્તક ઝુકાવીને વારંવાર પદાર્થો વિષે પ્રશ્નો પૂછીશ? હવે હું હે ભગવાન !” એવું સંબોધન કોને કરીશ? મને હવે બીજો કોણ કહે ગોયમ !' કહીને સંબોધશે? હે ત્રણ લોકના નાથ ! હે દયાળુ ભગવાન, છેલ્લી ઘડીએ આપે મને દૂર મોકલી દીધો?” પરમાત્માને યાદ કરી રડતાં રડતાં ગૌતમસ્વામીની શાનદષ્ટિ સતેજ થઇ. શ્રુતજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એકદમ વિચાર આવ્યો ઃ વીતરાગ તો સ્નેહ વગરના જ હોય. મારા એકપક્ષીય સ્નેહને ધિક્કાર છે. મારે આવા સ્નેહનો આ ક્ષણે જ ત્યાગ કરવો જોઈએ. હું એકલો જ છું. મારું કોઈ નથી તેમ હું પણ કોઈનો નથી. આવી રીતે સમભાવ વિશે આરૂઢ થતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું. એક કવિએ કહ્યું છે કે આ 'अहंकारोऽपि बोधाय, रागोऽपि गुरुभक्तये । વિષાદઃ વત્તાયભૂત, વિત્ર શ્રી તમામ ' - ઇન્દ્રભૂતિ ગૌતમ, ગણધર ભગવંતનો પ્રચંડ ગર્વ તેઓને બોધને માટે થયો. તેમનો પરમાત્મા વીર પ્રત્યેનો રાગ ગુરુ ભક્તિમાં પરિણમ્યો અને પરમાત્માના વિરહથી ઉદ્ભવેલો ખેદ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં સહાયભૂત થયો. આમ, ભગવાન મહાવીરના પ્રથમ સમાગમમાં સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી, પરમાત્માને સમગ્ર જીવન સમર્પણ કરનાર ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પરમાત્મા વીરની કૃપા પામી ઇન્દ્રભૂતિમાંથી ગણધર ગૌતમસ્વામી બન્યા અને સર્વજ્ઞ બનીને મોક્ષસુખને પામ્યા. * * *
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy