SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૨૯ કારક ઉત્તમોત્તમ પીતાંબર પહેર્યું હતું. શિષ્યો ઇન્દ્રભૂતિની બિરદાવલી બોલી રહ્યા હતા : “હે સરસ્વતી કંઠાભરણ, હે વાદવિજય–લક્ષ્મીશરણ, હે વાદી-મદગંજન, હે વાદી-મુખભંજન, હે વાદી-ગજસિંહ, હેવાદીશ્વરલીહ, હે વાદસિંહ અષ્ટાપદ, હે વાદવિજયવિશદ, હે વાદી-ચક્રચૂડામણિ, હે પંડિત શિરોમણિ, હે વિજતાનેકવાદ, હે સરસ્વતીલબ્ધપ્રસાદ !' , પાંચો શિષ્યોથી વીંટળાયેલા ઇન્દ્રભૂતિ રસ્તામાં વિચારે છે કે, અરે, આ મૂર્ખ માણસને આવું કયાંથી સૂછ્યું? એણે સર્વજ્ઞનો ડોળ કરી મને શા માટે છંછેડ્યો? એને ખબર નથી કે સર્વજ્ઞ એવો આ ઇન્દ્રભૂતિ પળવારમાં તારું અભિમાન ઉતારી નાખશે. આમ અનેક જાતના અભિમાનથી ભરેલા, ગર્વથી છકેલા, તર્ક વિતર્ક કરતા, ઇન્દ્રભૂતિ આગળ વધ્યા. ગૌતમસ્વામીના રસમાં આનું વર્ણન કરતાં કવિએ કહ્યું છે કે, તવ ચઢિયો ઘણ માન ગાજે, ઈદભૂઈ ભૂદેવ તો, હુંકારો કરી સંચરિયો, કવણ સુ જિનવર દેવ તો, જોજન ભૂમિ સમવસરણ, પેખે પ્રથમારંભ તો.” ત્રણ લોકના નાથ, દેવાધિદેવ વીતરાગ પરમાત્મા સમવસરણમાં બેસી જ્યાં દેશના દઈ | રહ્યા છે ત્યાં ઇન્દ્રભૂતિ આવ્યા અને પ્રવેશતાં જ દેવોએ રચેલા સમવસરણની શોભા નીરખવા લાગ્યા. ત્રણ ગઢથી યુક્ત એવું સુંદર, દિવ્ય, મંગલ, પવિત્ર, ભવ્ય સમવસરણનું પગથિયું ચડતાં જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ત્રીજા ગઢમાં પ્રવેશ કરતાં સુવર્ણમય સિંહાસન પર બેઠેલા, બંને બાજુ ઇન્દ્રો જેમને ચામર ઢોળી રેહ્યા છે એવા, દિવ્યમૂર્તિ, ચોવીસમા તીર્થપતિ, ચોત્રીશ અતિશયોથી શોભી રહેલા, પાંત્રીશ ગુણોથી યુક્ત, અમૃતમય વાણીથી દેશના આપી રહેલા કરુણાસાગર પરમાત્મા મહાવીરસ્વામીનું પરમ તેજસ્વી, ભવ્ય, શાંતસુધારસ નિઝરતું મુખારવિંદ જુએ છે ને દિંગ થઈ જાય છે ! એકદમ ઊભા રહી જાય છે અને વિચારવા લાગે છે કે, આ તે બ્રહ્મા હશે? વિષ્ણુ હશે? કે શંકર હશે? આવું અદ્ભુત સુંદર રૂપ ! હજારો સૂર્યથી પણ અધિક તેજસ્વી! સેંકડો કામદેવોથી પણ સુંદર ! હજારો ચંદ્રો કરતાં સૌમ્ય ! ખરેખર, સાક્ષાત્ ત્રિલોકનાથ વિના આ શક્ય નથી. આ ચોવાશમાં તીર્થપતિ ભગવાન મહાવીર જ છે. વળી, અભિમાનનો ઉછાળો આવ્યો કે, જો આને જીતી લઉં તો ત્રણે લોકમાં મારી કીર્તિ ગાજે. ત્યાં, અમૃત જેવી મધુર વાણીથી મેઘધ્વનિ જેવો અવાજ સંભળાયો : હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું અહીં ભલે આવ્યો.” પરમાત્માની વાણી સાંભળી ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા શું પરમાત્મા મને ઓળખે છે? પણ, બીજી જ ક્ષણે, અભિમાન રૂપી સર્પ ફૂફાડો મારી રહ્યો : “મને કોણ ઓળખતું નથી? પણ, આ મહાપુરુષ મારા મનમાં રહેલા સંદેહનું સમાધાન કરી આપે તો હું એમને સાચા સર્વજ્ઞ માનું.” ઇન્દ્રભૂતિ હજી તો મનમાં વિચારે છે ત્યાં તો સમુદ્રમંથન જેવો, ગંગાના ધીરગંભીર પ્રવાહ જેવો, બ્રહ્માના મુખમાંથી નીકળતા આદિ ધ્વનિ જેવો અવાજ સંભળાયો, “હે પ્રિય ગૌતમ ! તારા મનમાં સંદેહ છે કે જીવ છે કે નહિ? ખરું? હું કહું છું કે જીવ નામે તત્ત્વ છે. એ સ્વતંત્ર
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy