SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૫૨૭ આ એ જ સમય હતો કે જ્યારે મહાવીર પ્રભુ દીક્ષા ગ્રહણ કરી ઘોર તપશ્ચર્યા કરી રહ્યા હતા. બાર વર્ષ સુધી તપ કરીને ભગવાને ઘોર ઉપસર્ગોને પૂર્ણ સમતાભાવે સહન કરીને કાયાની માયાને વિસારી મૂકી હતી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરતાં કહ્યું છે કે, ‘નમો ટુર્વારા વિ-વૈરિવારનિવાનેિ, अर्हते योगीनाथाय, महावीराय तायिने ।' એવા ભગવાન મહાવીરના દીક્ષા લીધાના તેરમા વર્ષના મધ્યભાગમાં, વૈશાખ સુદ દશમના દિવસે, ઋજુવાલુકા નદીને કાંઠે, શાલવૃક્ષની નીચે, પરમાત્મા ગોદોહાસને ઊભડક બેઠેલા હતા. છઠ્ઠનો તપ હતો. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો યોગ હતો. તે વખતે પરમાત્મા વી૨ને ઉત્તમોત્તમ સમસ્ત આવરણ વગરનું, સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું. શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞ-સર્વદર્શી થયા. મહાવીર પ્રભુને કેવળજ્ઞાન થતાં જ ઇન્દ્રનાં ઇન્દ્રાસન ડોલ્યાં. અવધિજ્ઞાનથી પ્રભુને કેવળજ્ઞાન થયાની વાત જાણી તરત જ દેવોના પરિવાર સાથે ઇન્દ્ર આવી પહોંચ્યા અને સમવસરણની રચના કરી. તે સમવસરણમાં બેસીને પ્રભુએ દેશના આપી. આ પ્રથમ સમવસરણમાં માત્ર ઇન્દ્ર અને દેવો એકઠા થયા હોવાથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પ્રભુ ત્યાંથી વિહાર કરી અપાપાપુરીની પાસે આવેલા મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. એ સમયે અપાપાપુરીમાં વિખ્યાત વેદાંતી સોમિલ નામનો ધનવાન બ્રાહ્મણ રહેતો હતો. આ સોમિલે ભવ્ય યજ્ઞ આરંભ્યો અને યજ્ઞની વિધિ માટે અનેક વિદ્વાન પંડિતોને બોલાવ્યા. આ તમામ પંડિતોમાં તે સમયના સૌથી વધુ વિદ્વાન ગણાતા ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ નામના અગિયાર પંડિતો મુખ્ય હતા. આ વિદ્વાનોની નિશ્રામાં સોમિલે યજ્ઞ આરંભ્યો. વિવિધ છંદોયુક્ત મંત્રોચ્ચારથી વાતાવ૨ણ ગૂંજવા લાગ્યું. યજ્ઞકુંડમાંથી નીકળતી જ્વાળાઓ ગગનને આંબવા લાગી, એવે સમયે પરમાત્મા મહાવીરને વંદન કરવા માટે આકાશમાંથી દેવોનો સમૂહ પૃથ્વી પર ઊતરવા લાગ્યો. આટલા બધા દેવોને જોઈ યજ્ઞમાં હાજર રહેલાં લોકો ખુશખુશ થઈને કહેવા લાગ્યાં કે, ‘જુઓ, જુઓ ! આ મહાન વિદ્વાન બ્રાહ્મણોના હાથે થતી શુદ્ધ યજ્ઞાદિક ક્રિયા અને પવિત્ર મંત્રના પ્રભાવથી સેંકડો દેવો યજ્ઞમંડપમાં આવી રહ્યા છે. સકલ શાસ્ત્રોમાં પારંગત, સર્વશ ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યાં બિરાજમાન હોય ત્યાં દેવો આવે તેમાં શું આશ્ચર્ય !' પરંતુ બીજી જ પળે લોકોને આશ્ચર્ય થયું કે, “અરે, આ શું ? યજ્ઞમંડપ વટાવીને દેવો ક્યાં જઈ રહ્યા છે ?' એમ થવાથી યજ્ઞભૂમિ પર સોપો પડી ગયો ! પંડિતો ઝંખવાણા પડી ગયા. મહાપંડિત ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા કે, આ શું થઈ રહ્યું છે ! પૂછપરછ કરતાં મહાપંડિત ઇન્દ્રભૂતિના કાને લોકોના અવાજ સંભળાયા કે આ દેવો તો મહસેન વનમાં આવેલા સર્વજ્ઞ પરમાત્મા મહાવીરસ્વામીને વંદન કરવા જાય છે! આ શબ્દો સાંભળતાં જ ઇન્દ્રભૂતિ ક્રોધથી ધમધમી ઊઠ્યા : ‘આ જગતમાં, આ સમસ્ત પૃથ્વી ૫૨ મારા સિવાય બીજો કોઈ સર્વજ્ઞ છે જ ક્યાં ?' પણ આ શું? કહેવાતો તારો મૂર્ખ લોકોને છેતરી શકે,
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy