SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ પ૨૫ - ------ સુધી ધર્મમાર્ગ દર્શાવતા રહ્યા. આ પ્રકારે ૬૨ વર્ષની ઉંમર પૂર્ણ કરીને તેઓ મુક્તિમાર્ગે સંચય. અગિયાર ગણધરોમાં લઘુતમ વયના ગણધર પ્રભાસ હતા. કોડિયગોત્રીય બલ પિતા તથા અતિભદ્રા માતાના પુત્ર હતા. પુષ્ય નક્ષત્રમાં ન્મેલા પ્રભાસ રાજગૃહીના હતા. ૧૬ વર્ષની લઘુ વયે વિદ્યામાં પારંગત થઈ ગયા હતા. ૧૬ વર્ષે ચારિત્ર ગ્રહણ કર્યું અને તરત જ પરમાત્મા મહાવીર દેવથી ગણધરપદ પ્રાપ્ત કરી લીધું. કમાલની વાત તો એ છે કે તેમણે પણ ત્રિપદી ગ્રહણ કરીને મુહૂર્ત માત્રમાં બાર અંગોની રચના કરી લીધી. આ ભગવાન મહાવીરના સમયની એક ગૌરવમયી ઘટના છે કે એટલી લઘુવયમાં વિદ્વત્તા, યોગ્યતા એવું સંપન્નતાને એક જ સ્થાન પર એકત્રિત થવાનો અભૂતપૂર્વ અવસર પ્રાપ્ત થયો. દીક્ષાનાં ૮ વર્ષ પશ્ચાત તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ૧૬ વર્ષ કેવળી અવસ્થામાં વિતાવીને અને ૪૦ વર્ષની વય પૂર્ણ કરી, દેહત્યાગ કરી, નિવણિ પ્રાપ્ત કર્યું. એક પશ્ચાત એક અગિયારે વૈદિક મહાવિદ્વાનોના ભગવાન પ્રતિ સમર્પણ જિનશાસનની પ્રસ્થાપના એવં પ્રભાવકતાની સ્પષ્ટરૂપ શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે. ગણધરોના આ સંક્ષિપ્ત પરિચયથી આ સ્પષ્ટ થઈ જાય છે કે પરમાત્માના અનંત જ્ઞાનદર્શનના લોકોત્તર ઐશ્વર્યની સ્થિતિ કેવી હશે? પરમાત્માના આ લોકોત્તર ઐશ્વર્ય પાસે પોતાને અજેય માનવાવાળા આ દિગ્ગજ વિદ્વાનોએ પોતાનું સમર્પણ કરવામાં જરા પણ વિલંબ ન કર્યો! આ બધા વિદ્વાનો અલગ અલગ ગોત્રીય હતા, પણ પરમાત્માના શાસનમાં સમાન હતા. પરમાત્માના શાસનમાં ગોત્રભેદ તો દૂર, વર્ણભેદ પણ ન હતો. પરમાત્માએ બધાને એક જ - .. માં પ્રવ્રજિત કર્યા હતા! કરવાની તાકાત o o મંત્રના પ્રકાશિત થi(ભીલડી માં ની) oooooooooooooo
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy