SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૦ ] [ મહામણિ ચિંતામણિ ક્રોધ અને અભિમાનથી ધંધવાતા ઇન્દ્રભૂતિ મહાસેન વનમાં સ્થિત સમવસરણની પાસે પહોંચ્યા. સમવસરણની અપૂર્વ શોભાનું અવલોકન કરીને તેઓ દિંગ થઈ ગયા. તેઓ સમવસરણમાં પ્રવેશ્યા. અશોકવૃક્ષની નીચે સુવણસિન પર બિરાજમાન ચરમ તીર્થંકર ભગવાન મહાવીરનાં દર્શન થતાં જ તેઓ વિચારોમાં ખોવાઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા, “આવો વાદી તો મેં પહેલાં કયારેય જોયો નથી. આની સાથે મુકાબલો કરવો બહુ મુશ્કેલ છે. આ છે કોણ? બ્રહ્મા? વિષ્ણ? કામદેવ? નળ? કુબેર ? ઇન્દ્ર ? ના, ના. એમાંથી આ કોઈ નથી. હા, હા, યાદ આવ્યું. લોકો જેને “શ્રી વીર જિનેન્દ્ર કહે છે એ જ આ છે. અરે ! ગજબ થઈ ગયો. હું તો મુસીબતમાં મુકાઈ ગયો. આ તો સાક્ષાત્ જ્ઞાનસૂર્ય છે, અને હું તો એની સામે એક નાનકડા આગિયા જેવો છું. અરે, રાઈનો દાણો કોઈ દિવસ મેરુ પર્વત સામે ટકી શકે? વિવાદ કર્યા વગર ચાલ્યો જઈશ તો લોકો શું કહેશે? હે ભગવાન! ત્રાહિ મામ્ ! ત્રાહિ મામ્ !” આ પ્રકારે તેઓ વિચારી રહ્યા હતા અને તે ક્ષીણમોહ મહાયોગીનું અદ્ભુત સામ્રાજ્ય પણ જોઈ રહ્યા હતા. ભગવાનના સમવસરણમાં પ્રવેશ પામેલી હરણી સિંહબાળને સ્પર્શી રહી હતી, ગાય વાઘના બચ્ચાને ચાટી રહી હતી, બિલાડી હંસના બચ્ચાને વ્હાલથી સ્પર્શી રહી હતી, અને મયૂરી સાપની પાસે શાંત ભાવથી બેઠી હતી. તે મહાયોગીના સામ્રાજ્યમાં જન્મજાત વેર કે ભયનું નામનિશાન ન હતું. ત્યાં તો ચારે તરફ પ્રેમ અને નિર્ભયતાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. અહિંસાની ચરમ સીમાં દેખાતી હતી. એવામાં ઇન્દ્રભૂતિના કાનોમાં એક મધુર સ્વરલહરી ગુંજી ઊઠી : હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! હું તમારી જ પ્રતીક્ષામાં એક રાતમાં બાર જોજન ભૂમિ વટાવીને અહીં આવ્યો છું. તમે સકુશળ તો છો ને ? સારું કર્યું તમે આવ્યા !” ભગવાનના મુખે પોતાનું નામ સાંભળીને તે પળવાર તો વિસ્મિત થઈ ગયા, પણ બીજી જ પળે તેઓ વિચારવા લાગ્યા : “મારું નામ તો વિશ્વવિખ્યાત છે. માત્ર નામ લઈને બોલાવવાથી એને સર્વજ્ઞ ન માની લેવાય. એમનું મહત્ત્વ તો હું ત્યારે જ સ્વીકાર્યું કે જ્યારે તેઓ મારા મનની શંકાનું નિવારણ કરી આપે. ઇન્દ્રભૂતિ ગૌતમ આમ વિચારી રહ્યા હતા ત્યાં ધીરગંભીર ધ્વનિ ફરી એમના કાને પડ્યો : હે ગૌતમ! તમારા મનમાં જીવના અસ્તિત્વ વિષે જે શંકા છે તે નિરર્થક છે. જીવ સૈકાલિક સત્ય છે. વેદની ઋચાઓનો અર્થ કરવામાં તમારાથી કંઈક અસાવધાની થઈ ગઈ છે. સાંભળો, હું તમને એ ઋચાઓનો ગૂઢાર્થ સમજાવું છું.' આટલું બોલીને ભગવાને પોતે ઋચાગાનનો પ્રારંભ કર્યો. કેવી હતી ભગવાનની એ દિવ્ય વાણી? સમુદ્રમંથન વખતે જે ધ્વનિ થયો હતો અથવા ગંગામાં ઘોડાપૂર આવે ત્યારે જેવો ધ્વનિ થાય, તેવી એ વાણી હતી! તે તો જાણે આદિ બ્રહ્મની જ ધ્વનિલીલા હતી ! ભગવાનની તે દિવ્ય વાણી સમસ્ત સમવસરણમાં ગુંજવા લાગી. બાર પ્રકારની પર્ષદા તન-મન એકાગ્ર કરીને એ ધ્વનિનું રસાસ્વાદન કરવા લાગી. ભગવાનના મુખથી વેદવચન પ્રસારિત થયાં : “વિજ્ઞાનધન પર્વતૈયો ભૂથ: સમુથાય तान्येवानुविनश्यति, न प्रेत्यसंज्ञास्तीति जीवा भाव श्रुतिः ।' ભગવાન આગળ બોલ્યા : 'હે ગૌતમ! ઉપર્યુક્ત વેદવચનનો તું જે અર્થ કરે છે તે આ | પ્રમાણે છે-વિજ્ઞાનઘન એવો ચેતનપિંડ પંચમહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને એ પંચમહાભૂતોના
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy