SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ ] [ મહામણિ ચિંતામણિ “વારિજ્જઈ જઈવ નિયા-બંધણું વિયરાય! તુહ સમયે; તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાણું. હે વીતરાગ દેવ! તમારા આગમમાં નિયાણું બાંધવાનો અથતિ ફળ માંગવાનો નિષેધ હોવા છતાં હું ફળ માંગવાનું દુઃસાહસ કરું છું. મારી માગણી એટલી જ છે કે મને જન્મોજનમ આપનાં ચરણોની સેવા કરવાનો અવસર મળે. ઇન્દ્રભૂતિ ગૌતમ અને ભગવાન મહાવીરના મિલનની વાત અત્યંત રોમાંચક છે. શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમ મગધ દેશના નિવાસી વસુભૂતિ ગૌતમના પુત્ર હતા. તેમની માતાનું નામ પૃથ્વીદેવી હતું. તે પૃથ્વી જેવી વિશાળ હૃદયવાળી અને ક્ષમાશીલ હતી. સાત હાથનો દેહ ધારણ કરવાવાળા બ્રાહ્મણ કુલભૂષણ ઇન્દ્રભૂતિ વેદવિદ્યામાં પારંગત હતા. તેમની રૂપશોભા અલૌકિક હતી. તેમના મુખમંડળે અને તેમની આંખોએ કમળો પાસેથી એમનું સૌંદર્ય છીનવી લીધું હતું તથા તેમનાં કર-ચરણોએ કમળ પાસેથી તેની સુકુમારતા છીનવી લીધી હતી. સુંદરતા અને સુકમારતા છીનવાઈ જવાથી બિચારાં કમળોને જળમાં છપાઈ જવું પડ્યું હતું. તેઓ એટલા તેજસ્વી હતા કે સૂર્ય-ચંદ્ર આકાશમાં ભ્રમણ કરવાનું જ યોગ્ય માન્યું હતું. તેમના રૂપની સરખામણી ખુદ કામદેવ પણ કરી શક્યા નહીં. આમ શ્રી ઇન્દ્રભૂતિ સુંદર, સુકુમાર અને તેજસ્વી હોવાની સાથે શૈર્યવાન અને ગાંભીર્યવાન પણ હતા. ધૈર્યમાં મેરુ પર્વત સમાન અને ગંભીરતામાં સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન હતા. વૈશાખ સુદ એકાદશીને દિવસે પાવાપુરી નગરમાં સોમિલ નામના બ્રાહ્મણ યજમાને એક મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞમાં તે સમયના ભારતના શ્રેષ્ઠતમ મહાવિદ્વાન અગિયાર બ્રાહ્મણો પોતાનું યોગદાન દઈ રહ્યા હતા. તેઓ આ મહાયજ્ઞના અધ્વર્યુ હતા. તેઓમાં ઈન્દ્રભૂતિ ગૌતમનું નામ સૌથી આગળ હતું. પ્રત્યેક વિદ્વાન બ્રાહ્મણ વધુમાં વધુ પાંચસો શિષ્યોના ગુરુ હતા. તેઓ પોતાના શિષ્ય-પરિવાર સાથે સમારંભમાં ઉપસ્થિત હતા. તેઓ ચૌદ વિદ્યાઓના જ્ઞાતા તથા વેદપાઠી હતા. પોતાને સર્વજ્ઞ માનતા હતા. સાથે સાથે ખૂબ અભિમાની પણ હતા. આ અહંના કારણે જ વેદાભ્યાસ વખતે તેઓને જે શંકા થઈ હતી તે કોઈને દશવિતા ન હતા. અગિયારમાંથી દરેક વિદ્વાન બ્રાહ્મણના મનમાં એક એક શંકા હતી. ઇન્દ્રભૂતિના મનમાં તો જીવના અસ્તિત્વ વિષે જ શંકા હતી. તેઓ વિચારતા હતા કે જીવ છે કે નહીં? વેદની પંક્તિઓના અર્થ બરાબર નહીં કરી શકવાથી જ તેઓ આ શંકામાં ફસાઈ ગયા હતા. યજ્ઞકર્મનો પ્રારંભ થયો. વેદની ઋચાઓના ઉચ્ચારણથી દેવોનું આહ્વાન થવા માંડ્યું. અને એક ચમત્કાર થયો. યજ્ઞમાં ઉપસ્થિત થયેલા સર્વ લોકોને આકાશમાં થોડે દૂર દેવસમૂહ દેખાવા લાગ્યો. વેદની ઋચાઓનો આ પ્રત્યક્ષ પ્રભાવ જોઈને ઇન્દ્રભૂતિ આદિ સર્વ વિદ્વાનો ચકિત થઈ ગયા. વેદોક્ત ઋચાઓ પ્રત્યે તેમનો આદરભાવ દ્વિગુણિત થઈ ગયો. અચાનક ઇન્દ્રભૂતિના મુખમાંથી હર્ષોલ્ગાર નીકળ્યા : “અહા! ખરેખર આ યજ્ઞ મહાન છે. વેદની ચાઓમાં અલૌકિક શક્તિ છે. આ ઋચાઓને આધીન થઈને દેવસમૂહ આજ આ યજ્ઞમાં પોતાનું યોગદાન દેવા આવી રહ્યા છે.'
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy