SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ] [ મહામણિ ચિંતામણિ કાર્યરૂપે પણ પરિણમેલો પ્રત્યક્ષ જણાતો નથી. (૪) અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, કેમ કે અનુમાન પ્રત્યક્ષપૂર્વક પ્રવર્તે છે. દાખલા તરીકે, જેણે પહેલાં એકવાર પણ રસોડા જેવા સ્થળમાં ધુમાડો અને અગ્નિનો સંબંધ નજરોનજર જોયો હોય તે જ માણસ પર્વત ઉપર ધુમાડો નીકળતો જોઈ અનુમાન બાંધી શકે કે “જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ પણ હોય.' આવી અનમાન બાંધવામાં પણ પ્રત્યક્ષની જરૂર તો ખરી જ. હવે આત્માની સાથે કોઈનો સંબંધ પ્રત્યક્ષ દેખાતો નથી, તેથી અનુમાનથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી. (૫) આત્માનો નિર્ણય આગમથી પણ થઈ શકતો નથી, કેમ કે કોઈ શાસ્ત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે, તો વળી બીજું શાસ્ત્ર આત્મા નથી એમ પ્રરૂપે છે. આવી રીતે પરસ્પર વિરુદ્ધ જણાતાં શાસ્ત્રોમાં કયું સાચું ને કયું ખોટું ? (૬) આત્માની સિદ્ધિ ઉપમા-પ્રમાણથી પણ થઈ શકતી નથી, કારણ કે ઉપમા-પ્રમાણ તો પદાર્થમાં સાદેશ્ય બુદ્ધિ ઉત્પન્ન કરે છે, જેમ કે જંગલમાં ગયેલો માણસ રોઝ નામના જંગલી પશુને જુએ ત્યારે સરખામણીની દષ્ટિએ તેને લાગે કે જેવી ગાય છે તેવું આ પશુ છે, પરંતુ જગતમાં આત્મા જેવો બીજો કોઈ પદાર્થ જ નથી, તેથી ઉપમા-પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. માટે આત્મા નથી એમ જ માનવું પડે છે. વળી ઘી-દૂધ-બદામ વગેરે ઉત્તમ પદાર્થો ખાવાથી શરીર પુષ્ટ બન્યું હોય તો તેમાંથી જ્ઞાન પણ સતેજપણે ફુરે એવો કવચિત અનુભવ થાય છે, તેથી શરીરરૂપે પરિણમેલાં પાંચ ભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે એમ માન્યા વિના છૂટકો નથી. હે ગૌતમ! એક બાજુ વિજ્ઞાન-ધન' જેવાં વેદ-પદોથી તું આત્માની સિદ્ધિ કરી શકતો નથી, પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન, ઉપમા વગેરેથી પણ આત્મા સિદ્ધ થઈ શકતો નથી, અને બીજી બાજુ કેટલાંક વેદ-વાક્યો આત્મા છે તેમ જણાવે છે તેથી તારા હૃદયમાં લાંબા સમયથી આત્મા વિશે સંશય છે તેથી તને ચેન પડતું નથી. પ્રભુએ કહ્યું : હે ગૌતમ ! તારો સંશય અનાવશ્યક અને અસ્થાને છે. શ્રી વીરપ્રભુ “આત્મા છે' તેમ પ્રરૂપે છે. [૧] પ્રત્યક્ષ રૂપે : પ્રભુ આગળ આવી ગયેલું વિજ્ઞાન-ઘન’વાળું વાક્ય લઈને તેનો ખરો અર્થ સમજાવે છે. વિજ્ઞાન-ઘન’ એટલે પાંચ ભૂતોનો સમુદાય નહીં પરંતુ વિશિષ્ટ જ્ઞાન–જ્ઞાન-દર્શનનો ઉપયોગ તે વિજ્ઞાન અને તે વિજ્ઞાન એટલે જ્ઞાન-દર્શનના સમુદાય રૂપ જ આત્મા. આ આત્મા જોયપણે—જાણવાયોગ્યપણે ઘટ-પટ વગેરે પાંચ ભૂતોના વિકાર થકી ઉપયોગ રૂપે ઉત્પન્ન થઈને, તે ભૂતોનો શેયપણે અભાવ થયા પછી, આત્મા પણ તેઓના ઉપયોગ રૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થના ઉપયોગ રૂપે ઉત્પન્ન થાય છે, અથવા, સામાન્ય રૂપે રહે છે. ‘ન પ્રેત્ય સંજ્ઞા અસ્તિ’ આવી રીતે પૂર્વના ઉપયોગ રૂપ આત્મા ન રહેલો હોવાથી, પૂર્વના ઉપયોગ રૂપ સંજ્ઞા રહેતી નથી. એટલે કે આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગ રૂપ અનંતા પયયો રહેલા છે, તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત અભિન્ન છે, એટલે કે આત્મા વિજ્ઞાનમય હોવાથી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy