SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ] [ મહામણિ ચિંતામણિ યજ્ઞથી સર્વશને સમર્પિત મંગલયાત્રા સંકલન : પ્ર. કુમુદચંદ્ર જી. શાહ દર વરસે પર્યુષણમાં ઉપયુક્ત, ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા વિરચિત શ્રી કલ્પસૂત્રની સુબોધિકામાંથી ગૌતમસ્વામીના આ પ્રસંગનો ગુર્જરનુવાદ અત્રે મૂક્યો છે. યજ્ઞ, દેવોનું આગમન, સર્વશ કોણ ? સમવસરણ તરફ ગમન, આવકાર, શંકા-સમાધાન, સમર્પણ અને ગણધરપદની સ્થાપના સુધીની વાતો અત્રે પ્રસ્તુત છે. પ્રા. શ્રી કુમુદચંદ્રભાઈની અંગ્રેજી ભાષા ઉપર સારી એવી પકડ છે. જૈન ધર્મ અને સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. -સંપાદક શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને ઋજુ-વાલુકા નદીને કાંઠે કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું ત્યારે ઈન્દ્રોનાં સિંહાસન ડોલ્યાં. તેમણે અવધિજ્ઞાનથી પ્રભુના કેવળજ્ઞાનની વાત જાણી કે તુરત જ, પરિવાર સાથે આવી સમવસરણની રચના કરી. વીર પ્રભુએ સમવસરણમાં વિરાજી દેશના આપી તે વખતે માત્ર દેવોની ઉપસ્થિતિ અને મનુષ્યની અનુપસ્થિતિના કારણે કોઈને વિરતિનાં પરિણામ થયાં નહીં. આથી પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ, જે આ હુંડા અવસર્પિણી કાળનું ‘અચ્છેરુ જાણવું. ભિક ગ્રામ-નગરથી પ્રભુ અપાપાપુરીના મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. “મહાસન વનમાં આવ્યા જગસ્વામી, વીર પ્રભુ વર કેવળ પામી.” શંકાશીલ બ્રાહ્મણ પંડિતો તે વખતે અપાપાપુરીમા “સોમિલ' નામના ઘનાઢ્ય બ્રાહ્મણે પોતાના ઘરે યજ્ઞ કરવા માટે તે સમયના સમર્થ વિદ્વાન બ્રાહ્મણ પંડિતોને આમંત્ર્યા હતા તેમાં ઈન્દ્રભૂતિ, વાયુભૂતિ, અગ્નિભૂતિ નામના ત્રણ ભાઈઓ પાંચસો-પાંચસો શિષ્યના પરિવાર સાથે આવ્યા હતા. બીજા પણ ૮ પંડિતો હતા. કુલ અગિયારે પંડિતો ચૌદ વિદ્યામાં પારગામી હતા. દરેક પંડિતને એક-એક તત્ત્વની ૨ હતી, પરંતુ ખૂબી એ હતી કે જો પોતે પોતાને શંકા છે એમ જણાવે તો તેમનો “સર્વજ્ઞ’ હોવાનો ડોળ ખુલ્લો પડી જાય અને પોતાનું માન શિષ્ય પરિવાર વગેરેમાં ઊતરી જાય એવા ભયથી શંકા મનમાં ગુપ્ત રાખી વ્યવહાર ચલાવતા. આ ૧૧ મુખ્ય પંડિતો તેમના કુલ ૪૪૦૦ શિષ્યો સાથે યજ્ઞમંડપમાં બેઠા હતા. આ લેખમાં આપણે ફક્ત ગૌતમસ્વામી પૂરતો ઉતારો આપીશું. ઈન્દ્રભૂતિનો ક્રોધ અને ખેદ એટલામાં શ્રી મહાવીર પ્રભુને વંદન કરવા આકાશમાંથી દેવ-દેવીઓના સમૂહો અપાપાપુરી બાજુ આવતા દેખાયા, તે જોઈ એક-બીજાને કહેવા લાગ્યા : જોયો ને આપણા યજ્ઞનો
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy