SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૪૮૯ પ્રકારની વિવતા આવી ન હતી. તેમનું બાહ્ય દર્શન આકર્ષક, સુંદર અને તેજસ્વી હતું, તો અંતરંગ દર્શન તેનાથી અધિક તપોભૂત, જ્ઞાનગરિમામંડિત અને સાધનામય હતું. તપ:સાધના કરવાથી તેમના તેજમાં અધિક તેજસ્વિતા આવી હતી. એમના પારસમણિ જેવા સંપર્કથી અનેક પાપી જીવોનો ઉદ્ધાર થતો હતો. પ્રભુ ઉપર એમની શ્રદ્ધા અને ભક્તિ અનન્ય હતાં. એમની નમ્રતા, સરળતા, ગુણ-પ્રેમ આદિ ગુણો બીજાને માટે દષ્ટાંતરૂપ બનતા. સર્વનું મંગળ કરનારી મૈત્રાદિ ભાવનાઓ તેમના રોમ-રોમમાં હતી. મહાજ્ઞાની હોવા છતાં પણ જ્ઞાનનું ગુમાન, પ્રભુના પ્રથમ ગણધર હોવા છતાં મોટાપણાનું અભિમાન અને અનેક જીવોના ઉદ્ધારક હોવા છતાં પોતાની પ્રભાવનાનો અહંકાર એમને રજમાત્ર સ્પર્શી શક્યાં ન હતાં. એમના નામે સંકટો દૂર થતાં, સહુનું મંગળ થતું અને અનેકવિધ ચમત્કારો સર્જાતા. એમની આવી ખ્યાતિ હોવા છતાં નામનાથી અને કામનાથી તેઓ જળકમળની માફક અલિપ્ત હતા. ગૌતમસ્વામીનો વ્યવહાર બહુ જ મધુર અને વિનયપૂર્ણ હતો. તેઓ કોઈ કાર્યવશ બહાર જાય તો ભગવાનની આજ્ઞાપૂર્વક જતા તેમ જ પાછા આવતા ત્યારે પણ પુનઃ ભગવાનની પાસે પોતાની કાર્યસંપન્નતાની જાણ કરી પછી જ કોઈ કાર્યમાં રત થતા. મોટા-મોટા તપસ્વી સાધકોને પણ સાધના, વિનય અને વ્યવહારમાં ગૌતમસ્વામીજીનું ઉદાહરણ અપાય છે. રાજકુમાર અતિમુક્તકની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમનો વાર્તાલાપ અને તેમનો વ્યવહાર એ ઉપરથી ખ્યાલ આવે છે કે આટલા મહાન તત્ત્વજ્ઞાની અને સાધક અબોધ બાળકની સાથે પણ કેટલી મધુરતા અને આત્મીય ભાવનાની સાથે વ્યવહાર કરે છે. ગૌતમનું આંતરિક વ્યક્તિત્વ જેટલું ગંભીર અને પ્રૌઢ હતું, તેટલું જ બાહ્ય વ્યક્તિત્વ પણ મધુર અને ચુંબકીય હતું. શારીરિક સૌષ્ઠવ, દેહલાલિત્ય અને વ્યવહાર-કુશલતાના કારણે ગૌતમના પ્રથમ દર્શનમાં જ સૌ કોઈ તેમના આત્મીય બની જતાં હતાં. ગુરુ ગૌતમસ્વામી ગૃહસ્થાવસ્થામાં ચૌદ વિદ્યાના પારગામી હતા અને ભ. મહાવીરના શિષ્ય બનીને ચૌદપૂર્વમાં પારંગત બન્યા. તે પછી પોતાના જીવનને તપ સાધનામાં લગાવીને નિરંતર છઠ્ઠના પારણે એકાસણાં કરતા હતા. દિવસના ત્રીજા પહોરે સ્વયં ભિક્ષાપાત્રની પડિલેહણ કરીને એક સામાન્ય ભિક્ષુકની માફક ફરતા. લૂખો-સૂકો જે પ્રાસુક આહાર પ્રાપ્ત થતો તે પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરતા હતા. ભગવાનની પાસે જઈને આહાર બતાવતા અને પારણાંની આજ્ઞા લઈને પોતાના અન્ય શ્રમણોને, જે તેમનાથી નાના હતા, તેમને ભોજન માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપતા : 'તમે બધા મારા ભોજનને સ્વીકારીને મને કૃતાર્થ કરો. પોતાનાથી નાના સાધુઓ અને શિષ્યોની સાથેનો તેમનો આ પ્રકારનો વિનય અને પ્રેમપૂર્ણ વ્યવહાર શ્રમણ સંઘ માટે સંપૂર્ણ આદર્શ બની ગયો. ગૌતમ સ્વયં પોતાના હાથે વસ્ત્રાદિનું પડિલેહણ કરતા હતા. આ સ્વાવલંબન વસ્તતઃ તેમના માટે મહત્ત્વપૂર્ણ ન રહ્યું હોય, પરંતુ શ્રમણ સંઘના માટે એક દિશાદર્શક હતું, ‘પોતાનું કાર્ય સ્વયં કરો’ આ ભાવનાનું પ્રબલ સમર્થક હતું. ગૌતમસ્વામીની ચર્ચા ગૌતમસ્વામી પ્રથમ પહોરમાં સ્વાધ્યાય, બીજા પહોરમાં ધ્યાન અને તૃતીય પહોરમાં | ગોચરી માટે ભ્રમણ કરતા હતા. ભિક્ષા-ભોજન આદિ કાર્ય માટે એક પ્રહરથી અધિક સમય
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy