SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ ] [ મહામણિ ચિંતામણિ મારું કોઈ નથી, તેમ હું કોઈનો નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવાપૂર્વક ક્ષાયિક સમ્યગ્દષ્ટિવાળા શ્રી ગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે—ધ્યાનાન્તરીય સમયે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વાજબી છે કે મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને વજૂની સાંકળ સમાન કોઈ પણ હોય તો તે એક સ્નેહ છે. સવારે ઇન્દ્રાદિક દેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો. અનશન અને નિર્વાણની પ્રાપ્તિ :– પછી બાર વર્ષો સુધી જગતી-તલની ઉપર વિચરી, ગૌતમદેવ અંતિમ સમયે શ્રી રાજગૃહ નગરની બહારના વૈભારિગિર પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપોપગમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્માસ્વામીને ગણ સોંપીને, ૯૨ વર્ષનું આયુષ્ય વિતાવી અને બાકીનાં ચારે અઘાતી કર્મોનો ક્ષય કરી, અક્ષય-અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા ! વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરોના બધા ગણધરોમાં શ્રી ગૌતમ ગણધર મહાપ્રભાવશાળી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લબ્ધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રીસંઘ, દિવાળીના દિવસે ચોપડામાં, શારદાપૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હોજો” એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમના સ્તોત્ર-રાસ વગેરે સાંભળે છે. એવા ગુરુ ગૌતમ સૌનું શ્રેય કરો ! [૨] અગ્નિભૂતિ ગણધર મગધ દેશના ગોબર ગામમાં ગૌતમગોત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી અગ્નિભૂતિનો જન્મ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયો હતો. તેઓ મહાબુદ્ધિશાળી હોવાથી મોટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી બન્યા. ‘કર્મ છે કે નહીં આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે તેમને, તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭મા વર્ષની શરૂઆતમાં વૈશાખ સુદ અગિયારસે દીક્ષા આપી અને ગણધરપદે સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગોની રચના કરવામાં સમર્થ અને ચતુર્લાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણામાં ૧૨ વર્ષ રહ્યા. એટલે ૫૮ વર્ષ વીત્યા બાદ પહ્મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલીપર્યાય આરાધી, ૭૪ વર્ષનું સંપૂર્ણય પૂરું કરી, વૈભારગિરિ ઉપર પાદપોપગમન અનશન કરવાપૂર્વક માસક્ષમણ કરી, તેઓ નિર્વાણ પામ્યા. તેમના સંઘયણ, દેહ, રૂપ વગેરેની બીના શ્રી ઇન્દ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી. [3] શ્રી વાયુભૂતિ ગણધર ત્રીજા ગણધર મહારાજા પહેલા અને બીજા ગણધરના સગા ભાઈ થાય, તેથી માતા-પિતાનાં નામ પૂર્વની માફક જાણવાં. તેમનો જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને “આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે?”—આ સંશય હતો. પ્રભુ શ્રી વીરના સમાગમથી તે સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યો સહિત, પૂર્વે કહેલી તિથિએ, ૪૨ વર્ષનો ગૃહસ્થપર્યાય વીત્યા બાદ, તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છદ્મસ્થપણામાં રહી, પ૩મા વર્ષની શરૂઆતમાં તેઓ સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલીપણે વિચરી, ૭૦ વર્ષનું સર્વયુ પાળી પ્રભુની હયાતીમાં તેઓ નિવણિ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી.
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy