SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] [ મહામણિ ચિંતામણિ બીજ વાવી નાખ્યાં હતાં, જેથી વચમાં અનેક ભવો કરી પાછા આપણાં ત્રણેયના જીવાત્માઓ કર્મરૂપી કુદરતની કરામતે અહીં ભેગા મળ્યા. “મારી હિંસાએ મને નરકનો દરવાજો દેખાડ્યો, જ્યારે સમાધિ સાથે મરીને સિંહ અનુક્રમે દેવલોક સંચર્યો ને સુદષ્ટ્ર નામના નાગકુમાર રૂપે જન્મ્યો. તે જ દેવે મારી સાધનાની શરૂઆતમાં નદી ઓળંગતી વખતે નૌકા ઉપર ઉપસ કરી પોતાના વેરની વસુલાત ઇચ્છી, પણ ફાવ્યો નહિ. ત્યાંથી આવી તેણે આ ખેડુ રૂપે જન્મ લીધો, ને યૌવનાવસ્થા પામ્યો. આ તરફ મારો સાધનાકાળ પૂરો થયો ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી તું તથા અન્ય દસ ગણધરો પ્રાપ્ત થયા. તે દ tણધરો પ્રાપ્ત થયા. તે દરમિયાન આ ખેડૂત ખેતી કરતો આપણી દષ્ટિમાં આવ્યો ત્યારે તેને પ્રતિબોધવા મેં તને મોકલ્યો. કારણ કે મારા કરતાં તે ખેડુ તારી પાસેથી જ ધર્મ પામવાનો હતો અને મારે પડદા પાછળ રહી ફક્ત દશ્ય જોવામાં જ તે હાલિકની ભલાઈ હતી. “ગૌયમ ! તારો આત્મા પણ સારથિનો ભવ પૂરો કરી મધુર સ્વભાવ ને મધુરી વાણીના પ્રતાપે પ્રગતિ પામતો ભવનાં ભ્રમણ પૂરાં કરવા લાગ્યો. તારાં કમ તારી ભદ્રિકતાના પરિણામે હળવાં પડવા માંડ્યાં ને તારા આ ભવ પૂર્વેના પાંચ મહત્ત્વના ભવોમાં તારો સારો વિકાસ થયો.” ગણધર ગૌતમ તો પોતાના ભવભ્રમણની વાત કોઈ પણ ભ્રમણા વગર સાંભળી વાગોળવા. લાગ્યા; પણ વધુ આનંદ તો આજુબાજુ એકત્રિત થયેલા દેવો-માનવો અનુભવી રહ્યા. પરમાત્મા તો જાણે પરાર્થકરણના વ્યસનને વશ કથાવાત આગળ વધારવા લાગ્યા : હે ગૌતમ ! જ ભવના પાંચમા ભાવ પૂર્વે તારો જન્મ મંગલ નામે થયો ને સૌભાગ્ય નામકર્મ થકી મંગલશ્રેષ્ઠીના નામે નામના પામ્યો. એ ભવમાં તારે સુધમાં નામના માણસ સાથે મૈત્રી થઈ. મૈત્રીનાં મૂળ ઊંડાં થયાં, જેથી તમે બેઉ પણ એકબીજાના રાગમાં રાચતા. તે પછીના ભવમાં પણ ફરી ભેગા થયા. શ્રેષ્ઠીના ભવમાં જીવન સારું જીવ્યા પણ મૃત્યુ વેળાએ મનને પાણી-પાણીના આર્તધ્યાનમાં પરોવી મનુષ્યભવ હારી ગયા, તેથી સમુદ્રનો મોટો માછલો બન્યા. તમારો મિત્ર સુધમાં મરીને મનુષ્યભવ પામ્યો. એક વખત તે સમુદ્રમાં પડી ગયો ત્યારે પૂર્વભવના પ્રેમને કારણે તેમની સહાયતામાં આવ્યા અને તેમને સમુદ્રમાં ડૂબતા બચાવી, પીઠ ઉપર બેસવા દઈ, કિનારે પહોંચાડ્યા. ફરી ત્રીજા ભવમાં તારો પરગજુ જીવ જ્યોતિમલી નામનો દેવ બન્યો ને તારો મિત્ર પણ દેવગતિ પામ્યો. પણ તે ભવમાં પણ તારા મિત્રને દેવાંગનાઓમાં લુબ્ધ જોઈને તેને પ્રતિબોધ પમાડી વાસનાના વમળથી વાર્યો ને પતનના પંથે જતાં ઉગાર્યો. આમ, તમારામાં પરાર્થકરણ ને પરગજુપણું પાંગરતાં પ્રતિબોધ પમાડવાની શક્તિ-લબ્ધિ વિકસતી ચાલી. ચોથો, એટલે કે તારા આ ભવ પહેલાનો ભવ પણ રાજપુત્ર વેગવાનના રૂપે થયો. તું રાજા સુવેગનો સંતાન બન્યો. સુધમનો જીવ સ્ત્રીલાલસામાં લપેટાતો-લોપાતો સ્ત્રી-અવતાર પામ્યો, જેનું નામ હતું કન્યા ધનમાલા. તારો તથા તેનો મેળાપ તો થયો, પણ ધનમાલા વિલાસી સંસ્કારના કારણે તારા ઉપરની પ્રીત ભૂલી પરમાં આસક્ત બની ગઈ હતી. તેને તેનાં કારણોથી તુમુલ વૈરાગ્ય થયો, જેથી તેં તારા મંત્રીને પ્રતિબોધી મંત્રી સાથે જ દીક્ષા લીધી. ચારિત્રની ચર્ચાઓને ચતુરતાપૂર્વક પાળી આ ભવમાં તું ઇન્દ્રભૂતિ નામે બ્રાહ્મણ કુળમાં અવતર્યો. તારો મિત્ર સુધમાં તારી દીક્ષા પછી પોતાની વાસનાના
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy