SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૪૭૩ “વત્સ ગૌતમ ! નગર હતું પોતનપુર ને રાજા થઈ ગયો પ્રજાપતિ. તેનો પુત્ર ત્રિપૃષ્ઠ નામે હતો. વાસુદેવ થવાનો હતો અને કુદરતના નિયમ પ્રમાણે વાસુદેવના હાથે જ પ્રતિ-વાસુદેવનું મોત નિશ્ચિત થાય છે. માટે મારા સમકાળે જ ત્રણ ખંડનો સ્વામી અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ થઈ ગયો. કોઈ નિમિત્તિયાને નોતરી તેણે પોતાના મરણનું કારણ જાણવા પ્રશ્ન કર્યો. જવાબમાં જાણવા મળ્યું કે, તેનું મોત મારા હાથે થવાનું છે. સાંભળતાં જ પ્રતિવાસુદેવ રાજા રોષવાળો બની મારા ઉપર દ્વેષવાળો બની ગયો. મારાથી મુલાકાત કર્યાં વગર જ મનોમન મને મારી નાખવા ઉપાયો યોજવા લાગ્યો. પણ મારાથી ઓછા પુણ્યવાળો હોવાથી તેના અજમાવેલા બધા જ ઉપાયો ઓછા પડ્યા ને નિષ્ફળ ગયા. જ્યારે હું કુદરતના ખોળે ઊછરતો, બાળકમાંથી કિશોર બની, જોતજોતામાં જુવાનીના જોશમાં બાહોશ બની ગયો. કુદરતે મને બુદ્ધિ પણ બક્ષી અને બળ પણ; કારણ કે મેં પહેલા ભવમાં તેવા પ્રકારનાં પુણ્યકર્મો ઉપાર્જિત કર્યાં હતાં. હે ગૌતમ! તારો અને મારો સંબંધ પણ આ ભવથી આજ લગી ગુપ્ત કે પ્રગટ રૂપે ચાલતો જ આવ્યો છે.” વાર્તા દ્વારા વસ્તુસ્થિતિનું બયાન આગળ વધી રહ્યું હતું ત્યાં વળી પરમાત્મા સાથેના પોતાના જુગજૂના સંબંધોની વાતોનો વળાંક આવતાં ગૌતમજીનું મન ગોથાં ખાતાં ગુમરાવા લેવા લાગ્યું. પણ તેમણે તથા સૌએ તન્મયતામાં જ તણાતાં તણાતાં વીરવાણી રૂપે પોતાની જિજ્ઞાસા ઠારવા કહાણીને આગળ સાંભળી. “ગોયમ ! હવે બન્યું એવું કે અશ્વગ્રીવના પુરોદ્યાનમાં એક શાલિક્ષેત્ર હતું. તેમાં આવીને એક સિંહ નિરંતર અનેક મનુષ્યોને મારવા લાગ્યો. પણ તે સિંહને મારવા કોઈ સમર્થ ન હતા. વધતા ઉપદ્રવને નાથવા ત્રિખંડનાથ પ્રતિવાસુદેવે પોતાના ખંડિયા બધાય રાજાઓને વારાફરતી તે ક્ષેત્રના રક્ષણ માટેની જીમ્મેવારી સોંપી. પણ સૌ રાજાઓ સામે જંગલનો રાજા બળવાન ઠર્યો, જેથી તે સિંહની ખ્યાતિ ખૂબ વધી, અને તેના દ્વારા માણસોની ખુવારી પણ. “વારા પછી વારો આવતાં મારા પિતા પ્રજાપતિ પણ પ્રતિવાસુદેવની આજ્ઞામાં અટવાયા. જેથી તેઓ તે સિંહને દમવા પરાણે તૈયાર થઈ ગયા. પણ તે સમયે મારા પુરુષાતને મારામાં પોરસ જગાવ્યું. મેં મારા પિતાને ત્યાં જતાં રોક્યા, ને તેમને બદલે તેમની જીમ્મેવારી મારા માથે ઓઢી લીધી. સૈન્ય-સરંજામને પણ ઉપેક્ષી, ફક્ત એક સારથિ સાથે રથમાં બેસી, તે શાલિક્ષેત્રની સ્પર્શના કરી. શાલિક્ષેત્રે જઈ સિંહને લલકાર્યો. “લલકાર થકી સિંહનું લાલ લોહી ગરમ થઈ ગયું. પૂંછડી પછાડી, આસ્ફોટક અવાજ કરી, જાણે તેણે સામે આવેલ આદમીને સાવધાન થઈ જવાનો સંકેત કર્યો. આ સિંહે અત્યાર સુધીમાં અનેકોને યમનાં દ્વાર દેખાડી દીધાં હતાં તેથી મને પણ ઘાસના તણખલાની જેમ માની, મગરૂબીમાં જ ગુફાની બહાર નીકળ્યો. ઝીણી આંખમાંથી તીણી દૃષ્ટિ નાખી. મારી સાથે ફક્ત એક સારથિ સિવાઇ બીજું કોઈ શસ્ત્રાસ્ત્ર પણ ન જોવાથી તે ચમક્યો. તેને લાગ્યું કે, શા માટે આ મૂર્ખ માણસ મરવાને માટે મારી સામે ચાલી આવ્યો છે? પણ તે સિંહને ગુમાને ગુમનામ બનાવ્યો હતો તેથી વધુ લાંબો વિચાર કર્યા વિના કેશવાળી ઉલાળતો ને પગ પછાડતો, છલાંગ મારતો મારી સામે થઇ ઊભો અને જડબું ફાડીને મને ફાડી ખાવા વિકરાળ સ્વરૂપ બનાવી પહેલો પ્રહા૨ પંજા વડે કર્યો. મારા માટે તેની આ આક્રમક પહેલનું ૬૦
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy