SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૪૭૧ ભગવાનની ભૂલ! -પરમ પૂજ્ય આચાર્યદેવ જયઘોષસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્ય, શાંતમૂર્તિ પુજ્ય મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ સાહેબે પ્રાસાદિક નિર્મળ, ધારાવાહી, તેજસ્વી વાણીમાં અહીં પ્રસંગ-આલેખન સાથે સાધકોને માર્ગદર્શન મળે તેવી વાણી-સરવાણી વહાવી છે. આખો લેખ વિદ્વત્તાપૂર્ણ હોવા છતાં સમજવામાં સરળ અને પ્રબોધક છે. પૂજ્યશ્રીએ આ પ્રકાશન માટે ખૂબજ રસ લીધો છે. -સંપાદક “ભંતે ! આપશ્રીના નિર્દેશને અનુસરીને હું આ ભાગી રહેલા ખેડુના આત્મિક લાભ માટે ગયો. જાતે બ્રાહ્મણ અને એક નહીં પણ સાત સાત પુત્રીઓનો પિતા તે હાલિક માંડ માંડ ખાનપાનના બે પગ સરખા કરી શકતો હતો. ધમધમાટ તાપમાં શરીરને તપાવી, પરસેવાના રેલા પાડી, સખત મજૂરી કરવી એ જ તે બિચારાના ભાગ્યને ભળી હતી. “આપના સૂચનમાં સચોટ લાભાલાભનાં પારખાં પ્રત્યક્ષ અનુભવ્યાં છે, માટે આપશ્રીનું વચન પ્રમાણી આ હાલિકને પ્રતિબોધવા બેસી ગયો. પાપી પેટનો ખાડો પૂરવા આવી વેઠ કરવા કરતાં પાપને જ કાપી નાખવા પ્રવજ્યાના પંથે રહેલા સાધુઓની અહિંસા અને ગૃહસ્થોની હિંસાના ભેદ બતાવતાં તેને સમજાવ્યું તેનો ખેતર ખેડવાનો ધંધો કેટલો હિંસક કહેવાય. તેમાં શુભ અધ્યવસાય તો ગજ ગજ દૂર ભાગતા રહે ! પાછું બાંધેલું પાપ પોતાની પત્ની, પુત્રીઓ કે પરિવાર વહેંચી ન શકે. બલ્કે પોતાના પાપની પોટલીનો ભાર-પ્રભાર પોતે જ ઊંચકતા ચાલવાનો, ને તે પણ એક નહિ પણ અનેક ભવોની લાંબીલચક સફર કરતાં કરતાં. “હે ભંતે ! બસ, આટલું જ અધકચરું જ્ઞાન આપ્યું ને આપશ્રીના પસાયે આ ખેડૂતનું દિલ ખેડાઈ ગયું ! જોતજોતામાં તો તેનાં પિરણામોએ પલટો ખાધો. ભૂમિની ધૂળથી મેલો થયેલો આ ખેડુ મનથી સાવ ઊજળો બની ગયો. અત્યંત હિંસાની ખેતીવાડીને ત્યાગી દઈને અહિંસાક્ષેત્રની અદકેરી સફર માણવા મનપલટા સાથે વેશપલટો પણ કરી નાખ્યો. જે દીક્ષાને દુર્લભ-અતિ દુર્લભ ગણીએ છીએ તે આ ખેડુએ સાવ સુલભ બનાવી નાખી, ને અમારી પાસે પ્રવ્રજ્યા પામી પવિત્ર વેશ પહેરી લીધો. પણ તે ભદ્રિક-ભાવિક જીવને આમ આપ સાથે આંખો મળતાં જ ભાગતો જોઈને હવે ખરું લાગી આવ્યું કે પવિત્ર એવી પ્રવ્રજ્યા તો પુણ્યશાળીઓ જ પામી શકે, પચાવી શકે, ને પરમાર્થ સાધી શકે.” ગુરુ ગૌતમસ્વામીએ અનેક શિષ્યોનું સર્જન કરીને પોતાના પરમ ગુરુ ૫રમાત્માની પર્ષદામાં વધારો કર્યો હતો. તેમના જ પ્રતાપે વૈશાખ સુદિ ૧૧ના ધન્ય દિવસે ૪૪૧૧ (ચા૨ હજાર ચારસો અગિયાર) જેટલા પુણ્યશાળીઓ પરમાત્માનાં પાવન પગલાં સ્પર્શી શક્યા. ગુરુ ગૌતમ સ્વયં ગુરુતાથી
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy