SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગુરુ ગૌતમસ્વામી ] [ ૪૬૭ એક પછી એક નૌકા મોજાંની હડફેટમાં આવીને નદીના પ્રલય-પૂરમાં હોમાવા માંડી. પરદેશ-પ્રવાસે નીકળેલા સુધર્માએ જોયું કે, હવે મોત અટ્ટહાસ્ય વેરી રહ્યું છે, જીવવાની આશા રાખવીય નિરર્થક છે, ત્યારે મોતને ઉજાળવા એ ધર્મધ્યાનમાં બેસી ગયો. થોડી પળો વીતી-ન-વીતી, ત્યાં તો હોડીનો ભુક્કો બોલી ગયો. સુધર્મની સાથે સૌ નદીમાં ફેંકાઈ ગયા. લાકડાની જેમ પાણીની થપાટથી સૌ આમ-તેમ ફેંકાઈ અથડાઈ રહ્યા. સુધર્માએ આંખો ખોલી. ચોમેરથી દિલદ્રાવક કિકિયારીઓ આવી રહી હતી. દૂર-દૂર નજર ગઈ, તો એક મહામત્સ્ય પોતાની તરફ વેગથી ધસી આવતો સુધર્માએ જોયો. ભયથી એણે આંખ મીંચી દીધી. એક તરફ તોફાને ચડેલી મહાનદી ને બીજી તરફ ધસમસતો મહામત્સ્ય ! જીવનને જુહાર કરીને સુધાં મોતને ભેટવા તૈયાર થઈ ગયો; પણ બીજી જ પળે આશ્ચર્ય સર્જાયું ! મોત જાણે મિત્ર બની ગયું ! એ મહામત્સ્ય સુધર્માને પોતાની પીઠ ૫૨ લઈ લીધો ને મત્સ્ય કિનારા ભણી સડસડાટ ચાલ્યો ગયો. સુધર્માએ જરાક આંખ ખોલી, તો પોતે કિનારાની સાવ નજીક આવી ગયો હતો. તરવા માટે તરણાનીય આશા રાખવી જ્યાં વ્યર્થ હતી ત્યાં સાક્ષાત્ કિનારો મળતાં સુધર્મની ધર્મશ્રદ્ધાને કોઈ આરો-ઓવારો ન રહ્યો. મત્સ્યનો મહોપકાર માણતો સુધર્મા પોતાના પંથે ચાલતો થયો. સુધર્માને જીવનદાન દેનાર આ મત્સ્યનું જીવન જાણવા જેવું અજબ-ગજબનું હતું. થોડાં વર્ષો પહેલાં જ એક વિચિત્ર આકારનો સહામત્સ્ય જોતાં, એ દિગ્મૂઢ બનીને એની સામે જોતો રહેલો. એમ કરતાં-કરતાં પોતાની જાતિનું સ્મરણ થાય, એવી ભૂમિકા રચાઈ ગયેલી. એને કંઈક યાદ આવેલું : ઓહ! આવો આકાર મેં ક્યાંક જોયો છે. હા, હા. આ તો મુનિનો આકાર છે. ને પછી પોતાની જાતિનું સ્મરણ થયેલું ઃ રે ! નાવ કિનારે આવીને ડૂબી ગઈ ! હું જ મંગલ. પાણી-પાણી કરતો મર્યો અને આ નદીમાં મહામત્સ્ય તરીકે હું જન્મ્યો. મતિ એવી ગતિ. સ્મરણ એવું મરણ ! જાતિનું આ સ્મરણ થયું હતું, ત્યારથી આ મત્સ્યનું આખું જીવન પલટાઈ ગયું હતું. એણે હિંસાનો ત્યાગ કર્યો હતો, રાત્રિભોજન છોડી દીધું હતું, અને મળેલી બુદ્ધિ પ્રમાણે ધર્મમય જીવન જીવી જાણવાનો સંકલ્પ કર્યો હતો. મૃત્યુ આ કાચી કાયાનું થાય છે; પણ એના દ્વારા જામ થયેલાં વેર કે વાત્સલ્યના સંસ્કાર કંઈ સાફ થઈ જતા નથી ! નદીમાં તણાતા સુધર્મને જોતાં જ મહામત્સ્યને સુધર્માની કલ્યાણ-મૈત્રી સાંભરી આવી અને એણે સુધર્માને જીવનદાન આપીને કંઈક ઋણ અદા કર્યાનો સંતોષ અનુભવ્યો. સુધર્મા અને મહામત્સ્યની જીવનલીલા એક દહાડો સમેટાઈ ગઈ. બંને દેવલોકમાં દેવતાઈ ભોગ માણવા ચાલ્યા ગયા. જંબુદ્રીપના પૂર્વમહાવિદેહમાં આવેલા, પુષ્કલાવતી વિજયના બ્રહ્માવર્ત દેશના બ્રહ્મપુત્ર નગરનિવાસી સુધર્માનો એક ભવ પૂર્ણ થયો, ત્યારે એના મિત્ર મંગલના બે ભવ પૂર્ણ થયા : મંગલનો ને મત્સ્યનો ! [3] સ્નેહના સંસ્કારમાં એવું તો સ્વયંભૂ સામર્થ્ય હોય છે કે, એને કાળની લંબાઈ કે ક્ષેત્રની દૂરતા ભૂંસી શકતી નથી. આ સત્યને દાબી દેવાનું સામર્થ્ય બિચારા જ્યોતિલીદેવ પાસે તો હોય જ ક્યાંથી ? સૌધર્મ સ્વર્ગની સંપત્તિ સાંપડી. સુરાંગનાઓ સાથે સંવાસનું સૌભાગ્ય મળ્યું. તોય જ્યોતિર્મુલીને કંઈક ખૂટતું હોય એમ લાગતું હતું. આ ભર્યા ભોગ વચ્ચે એને ‘કલ્યાણમૈત્રી’ની
SR No.032491
Book TitleMahamani Chintamani Shree Guru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorNandlal Devluk
PublisherArihant Prakashan
Publication Year
Total Pages854
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy